ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગુજરાત / gujarat bhadarvi poonam fair 3rd day 4 lakhs people visit ambaji temple

ભાદરવી પૂનમ / અંબાજીમાં ભક્તોનું ઘોડાપુરઃ બીજા દિવસે 4 લાખ ભક્તોએ 'માં' અંબાના દર્શન કર્યા

Published By: Gayatri

Last Updated: 11:52 AM, 10 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજીમાં ભાદરવી મેળાનો આજે ત્રીજો દિવસ છે. વહેલી સવારથી ભક્તો આરાસૂર પહોંચી રહ્યા છે. મંદીરમાં બીજા દિવસે 4 લાખથી વધુ ભક્તોએ માં  અંબાના દર્શન કર્યા હતા.

ADVERTISEMENT

આજે વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. બીજા દિવસે લાખો ભક્તોએ માં અંબાના દર્શન કર્યા હતા. પદયાત્રીઓ જય અંબેના ઘોષ સાથે આગળ વધી રહ્યા છે. અનેક સંઘ મંદિરમાં પણ પહોંચ્યા છે. બીજા દિવસે 4 લાખથી વધુ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરમાં જય અંબેના નાદ ગુંજી ઉઠ્યા હતા. અત્યાર સુધી મંદિરમાં 81 લાખ 70 હજાર રૂપિયાની આવક થઈ છે.

શું રહેશે દર્શન અને આરતીનું ટાઈમ ટેબલ

રાજ્યભરમાં થી ભાદરવી પૂનમે પગપાળા શ્રધ્ધાળુઓ મા અંબાના દર્શને આવે છે. આ મેળો અઠવાડિયા સુધી ચાલશે આજે મેળાનો ત્રીજો દિવસ છે. રવિવારથી શરુ થયેલો આ મેળો 14 સપ્ટેમ્બર સુધી ચાલશે. મંદિરમાં આજથી સવારની આરતીનો સમય 6.15થી 6.45નો રહેશે જ્યારે સાંજની આરતીનો સમય 7થી 19.30 સુધી રહેશે. જ્યારે સવારે 6.45થી 11.30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે, બપોરે 12.30 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. સાંજે 7.30થી 1.30 સુધી માતાજીના દર્શન કરી શકાશે. 

51 શક્તિપીઠમાં અબાજી સૌથી મહત્વની
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ આરાસૂરમાં અંબાજી શક્તિપીઠ ભારતની 51 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ છે. માઈ ભક્તોની આસ્થાનું તે પ્રતીક છે. દર વર્ષે ભાદરવી પૂનમે 25 લાખથી પણ વધુ શ્રધ્ધાળુઓ માતાના દર્શને ઉમટી પડે છે. કહેવાય છે મા સતી, મા જગદમ્બાનું હ્દય અહીં પડ્યુ હતુ. તેથી તમામ શક્તિપીઠમાં આ શક્તિપીઠનું મહત્વ અનેરું છે.  

999 પગથિયા ચઢીને શ્રધ્ધાળુઓ ગબ્બરના ગોખે પહોંચે છે
આરાસૂર પાલનપુરથી 65 કિ.મી, માઉન્ટ આબુથી 45 કિમીના અંતરે આવેલુ છે. મંદિરમાં માની મૂર્તિને સ્થાને એક જયોત છે જે દર્શાવે છે કે આ મંદિર ખૂબ પુરાણુ છે જ્યારે લોકો મૂર્તિપણ નહોતા બનાવતા ત્યારથી અહીં આસ્થા અને શ્રધ્ધાથી લોક દર્શને આવે છે. ગબ્બર પર ચઢવા માટે 999 પગથિયા છે જો કે હવે રોપ વેની સુવિધા કરવામાં આવી છે પણ તેમ છતા ભક્તો તો પગથિયેથી જ ભગવાન સુધી પહોંચવાનું યોગ્ય સમજે છે. 

શું છે અંબાજીની વાયકા
અંબાજીના મેળાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે અંબાજીના મેળામાં એવી એક વાયકા જોડાએલી છે કે, 1852માં બનાસકાંઠાના રાજાને ત્યાં શેર માટીની ખોટ હતી અને તેણે અંબાજી માના દર્શને જવાની માનતા રાખી હતી અને તેને ત્યાં પુત્રરત્નનો જન્મ થતા તે 51 બ્રાહ્મણો સાથે પગે ચાલીને મા અંબાના દર્શને ગયા હતા. અંબાજીમાં તેમણે બ્રાહ્મણોને બ્રહ્મભોજન પણ કરાવ્યું હતું ત્યારથી જ હજારો, લાખો લોકો માં અંબા ઉપર પોતાની શ્રદ્ધા રાખીને પગપાળા અંબાજી દર્શને જાય છે. 

નવરાત્રી નિમીત્તે 'મા'ને આપે છે ભક્તો આમંત્રણ
પૂનમે માં અંબાને નવરાત્રીનું આમત્રણ આપવાનો પણ એક રીવાજ છે. નવરાત્રીમાં પોતાના ઘર, મહોલ્લાને ગામમાં માની માંડવડીએ માતાજીને પધરવાનું ભાવભીનું આમંત્રણ આપે છે. આરાસૂરના અંબાને ગઢથી પોતાના ગામ મહોલ્લાની માંડવડીમાં જ્યોતી સ્વરૂપે લઈ જઈને ભક્તો આનંદ અનુભવે છે. 
 

ભક્તો અંખડ જ્યોતમાંથી જ્યોતી લઈ જાય છે 
અંબાજીમાં ગબ્બરની ગોખમાં અખંડ જ્યોતમાંથી જ્યોતનો અંશ પણ પોતાને ત્યાં લઈ જાય છે તો વળી માતાજીના મંદિરના શિખરે ધજા ચઢાવવાનું પણ અનોખુ મહાત્ય રહેલુ છે. પદયાત્રીઓની સેવા માટે ઠેરઠેર વિશ્રામ ગૃહો અને જમવાથી લઈ તેમના નાસ્તા સુધીની વ્યવસ્થા વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Fair Ambaji Temple Gujrati news bhadarvi poonam અંબાજીનો મેળો ભાદરવી પૂનમ bhadarvi poonam

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ