બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજસ્થાનમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પર છાપો, 40 લીટર લિક્વિડ મેફેડ્રોન જપ્ત

BIG BREAKING / રાજસ્થાનમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પર છાપો, 40 લીટર લિક્વિડ મેફેડ્રોન જપ્ત

Vishal Khamar

Last Updated: 10:33 AM, 8 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત એટીએસ તેમજ રાજસ્થાન પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ડ્રગ્સ માફીયાઓને ઝડપી પાડ્યા છે. રાજસ્થાનના જોધપુરમાંથી લિક્વિટ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

ગુજરાત એટીએસને ગુપ્ત માહિતીના આધારે રાજસ્થાનમાં ચાલી રહેલી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પર સફળ રેડ કરીને મોટું જથ્થું ડ્રગ્સ જપ્ત કર્યું છે. ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસના સંયુક્ત ઓપરેશન હેઠળ જોધપુર જિલ્લાના સોન્ટ્રા ગામ ખાતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સોન્ટ્રા ગામમાં MD (મેફેડ્રોન) ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ગુપ્ત રીતે ચલાવવામાં આવી રહી હોવાની માહિતી મળતા બંને રાજ્યની ટીમોએ સ્થળ પર છાપો માર્યો હતો. રેડ દરમિયાન પોલીસએ ફેક્ટરીમાંથી 40 લીટર લિક્વિડ મેફેડ્રોન જપ્ત કર્યું હતું, જેનો બજાર ભાવ કરોડોમાં ગણાય છે.

આ પણ વાંચોઃ

ઓપરેશન દરમિયાન ફેક્ટરીમાં હાજર બે વ્યક્તિઓને પોલીસે અટકાયત કરી છે અને તેમની સામે ગુનાની તપાસ શરૂ કરી છે. ATSનો અનુમાન છે કે આ ફેક્ટરી મારફતે રાજ્ય અને અન્ય રાજ્યોમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સની સપ્લાય થતી હોઈ શકે છે. ગુજરાત ATSએ જણાવ્યું કે આ નેટવર્ક પાછળ કોણ-કોણ સામેલ છે તેની વિગતવાર તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થઇ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ