બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 5 વિધાનસભા પેટાચૂંટણી પરિણામ, વાઘોડિયા, ખંભાત સહિત તમામ બેઠક પર ખીલ્યું કમળ, જાણો હાર-જીત
લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ છે. જો કે, તેના પરીણામો પણ લોકસભાની બેઠકો સાથે સાથે જ આવી રહ્યાં છે. રાજ્યની 5 વિધાનસભા બેઠકો માટે પણ મતગણતરી થઈ રહી છે. અત્રે જણાવીએ કે, વિજાપુર, પોરબંદર, ખંભાત, વાઘોડિયા, માણાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ છે.
વિધાનસભા પેટા ચૂંટણી પરિણામ Live
વિજાપુરમાં સી જે ચાવડાની જીત
June 04, 2024 16:23
વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપના સી.જે.ચાવડાની જીત થઇ છે. સી. જે. ચાવડા આ બેઠક પરથી 7 હજાર મતની લીડથી વિજેતા બન્યા.
ખંભાતમાં કમળ ખીલ્યું
June 04, 2024 15:58
ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલનો વિજય થયો છે. જેમને 38,328 મતની લીડ મળી છે
માણાવદરમાં અરવિંદ લાડાણી વિજેતા
June 04, 2024 15:58
માણાવદર પેટાચૂંટણીની વાત કરીએ તો અહીં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી વિજેતા થયા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હરીભાઈ કણસાગરાને હારનો સામનો કરવો પડ્યો છે.
વાઘોડિયામાં ભાજની જીત
June 04, 2024 13:00
વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે. કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ ગોહિલની હાર થઈ છે.
વિજાપુરમાં કોંગ્રેસે હાર સ્વીકારી
June 04, 2024 12:44
વિજાપુર પેટા વિધાનસભા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલે હાર સ્વીકારી, મત ગણતરી કેન્દ્રથી રવાના થયા
અર્જુન મોઢવાડિયાની જીત
June 04, 2024 12:42
પોરબંદર વિધાનસભા બેઠક પેટાચૂંટણીમાં અર્જુન મોઢવાડિયાની જીત થઈ છે.
પોરબંદરમાં ભાજપ 66,232 મતની લીડથી આગળ
June 04, 2024 11:43
પોરબંદર વિધાનસભા બેઠક પેટાચૂંટણીમાં 10 રાઉન્ડની મત ગણતરીમાં ભાજપના અર્જુન મોઢવાડિયામાં 73252 મત મળ્યા જ્યારે કોંગ્રેસના રાજુ ઓડેદરાને 7020 મત મળ્યા
ખંભાત: ચિરાગ પટેલ 39328 મતથી આગળ
June 04, 2024 11:34
ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ચિરાગ પટેલ 39328 મતથી આગળ, કોંગ્રેસના મહેન્દ્ર પરમારને 22783 મત મળ્યા. ભાજપ 16545 મતથી આગળ
વિજાપુરમાં સી જે ચાવડા આગળ
June 04, 2024 11:24
વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાદર સી. જે. ચાવડા 14053 મતોથી આગળ ચાલી રહ્યાં છે.
16509 મતથી અરવિંદ લાડાણી આગળ
June 04, 2024 11:22
નવ રાઉન્ડ પૂર્ણ: માણાવદર વિધાનસભા બેઠક પર 16509 મતથી ભાજપ ઉમેદવાર અરવિંદ લાડાણી આગળ.
પોરબંદરમાં મોઢવાડિયા યથાવત આગળ
June 04, 2024 11:08
પોરબંદર વિધાનસભા બેઠક અર્જુન મોઢવાડિયા સતત આગળ ચાલી રહ્યાં છે. 33443 મતથી આગળ ચાલે છે
ધર્મેન્દ્રસિંહ વાઘેલા 20842 મતથી આગળ
June 04, 2024 11:07
વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા 20842 મતથી આગળ છે
વિજાપુરમાં ભાજપ 5457 મતોથી આગળ
June 04, 2024 10:50
વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાદર સી. જે. ચાવડાને 14642 મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલને 9185 મત મળ્યાં છે.
પોરબંદર બેઠક પર માઢવાડિયાની મતની રફ્તાર તેજ
June 04, 2024 10:21
પોરબંદર વિધાનસભા બેઠક પેટાચૂંટણીની મતગણતરાના 4 રાઉન્ડમાં પણ ભાજપના અર્જુન મોઢવાડિયાને 25335 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના રાજુ ઓડેદરાને 3260 મત મળ્યા છે. ભાજપને 22,075 મતની લીડ છે
વાઘોડિયામાં પણ ભાજપ આગળ
June 04, 2024 10:19
વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા આગળ ચાલી રહ્યાં છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને પાછળ ચાલી રહ્યાં છે.
જાણો ખંભાત બેઠક પર શું અપડેટ ?
June 04, 2024 10:13
ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 8372 મત મળ્યા છે. જ્યારે કોંગ્રસ ઉમેદવાર મહેન્દ્ર પરમારને 5981 મત મળ્યાં છે
મોઢવાડિયા 16,722 મતથી આગળ
June 04, 2024 09:56
પોરબંદર વિધાનસભા માં ભાજપના અર્જુનભાઇ મોઢવાડિયા 16,722 મતથી આગળ ચાલી રહ્યાં છે
અર્જુન મોઢવાડિયા આગળ
June 04, 2024 09:22
પોરબંદર વિધાનસભામાં અર્જુન મોઢવાડિયા બીજા રાઉન્ડમાં 9500ની લીડથી આગળ
માણાવદરમાં અરવિંદ લાડાણી આગળ
June 04, 2024 09:19
માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના અરવિંદ લાડાણી આગળ ચાલી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસના હરિભાઇ કણસાગરા પાછળ ચાલી રહ્યાં છે.
રાઉન્ડ -1માં અર્જુન મોઢવાડિયાને 6254 મત મળ્યા
June 04, 2024 09:12
83- પોરબંદર વિધાનસભા બેઠક પેટાચૂંટણી પરિણામાં રાઉન્ડ -1ની વાત કરીઓ તો ભાજપના અર્જુન મોઢવાડિયાને 6254 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના રાજુ ઓડેદરાને 675 મત મળ્યા છે. આમ ભાજપને 5579 મતની લીડ મળી રહી છે
વિજાપુરમાં સી જે ચાવડા આગળ
June 04, 2024 09:01
વિજાપુર વિધાનસભા બેઠક પરથી સી જે ચાવડા પણ આગળ ચાલી રહ્યાં છે
અર્જુન મોઢવાડિયા 3000 હજાર મતથી આગળ
June 04, 2024 09:01
પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા 3000 હજાર મતથી આગળ ચાલી રહ્યાં છે
સી.જે.ચાવડાએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો
June 04, 2024 08:54
વિજાપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સી.જે.ચાવડાએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, દેશમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત ભાજપની સરકાર બનશે. જનતાએ દેશમાં ભાજપની સરકાર બનાવવાનું નક્કી કરી લીધું છે. ભાજપ 5 લાખની લીડ કરતા વધુ મતોથી જીતશે
કઈ બેઠક પર કેટલુ મતદાન નોંધાયું હતુ ?
June 04, 2024 08:25
ઉલ્લેખનીય છે, વિજાપુર બેઠક પર 64.93 ટકા મતદાન નોંધાયુ હતુ જ્યારે ખંભાત બેઠક પર 66.28 ટકા મતદાન નોંધાયુ હતુ તો વાઘોડિયા બેઠક પર 70.29 ટકા મતદાન અને માણાવદર બેઠક પર 53.94 ટકા મતદાન નોંધાયુ હતુ. પોરબંદર બેઠક પર 57.99 ટકા મતદાન નોંધાયુ હતુ
5 વિધાસભા બેઠકો પર 24 ઉમેદવારોના ભાવિનો ફેંસલો
June 04, 2024 08:25
આજે 5 વિધાસભા બેઠકો પર 24 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવા જઈ રહ્યો છે. સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થઈ ચુક્યો છે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટ મતોની ગણતરી કરાઈ છે.