ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભુજમાં કંટ્રોલરૂમનું નિરીક્ષણ કરીને BSF જવાનો સાથે જમ્યા
Last Updated: 09:42 PM, 29 May 2026
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે આજે ભુજ ખાતે ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા G-7 બોર્ડર આઉટ પોસ્ટની મુલાકાત લઈને BSF જવાનો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે G-7 અને G-13 બોર્ડર આઉટ પોસ્ટનું લોકાર્પણ પણ કર્યું હતું. ગૃહમંત્રીએ કંટ્રોલરૂમનું નિરીક્ષણ કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને ત્યારબાદ BSF જવાનો સાથે ભોજન પણ લીધું હતું. ગુજરાતના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ગણાતા હરામીનાળા વિસ્તારની બોટ મારફતે મુલાકાત લઈને તેમણે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય ગૃહ સચિવ, ઈન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર, સીમા પ્રબંધન સચિવ અને BSFના ડાયરેક્ટર જનરલ સહિતના અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. પોતાના સંબોધનમાં અમિત શાહે BSF જવાનોના પરાક્રમ અને કઠિન પરિસ્થિતિઓમાં દેશની સુરક્ષા માટે કરવામાં આવતા યોગદાનની પ્રશંસા કરી હતી.
ADVERTISEMENT
અમિત શાહે જણાવ્યું હતું કે BSFના જવાનો અત્યંત કઠિન ભૌગોલિક અને આબોહવાની પરિસ્થિતિમાં દેશની સરહદોની રક્ષા કરે છે. તેમણે કહ્યું કે BSFના જવાનો -45 ડિગ્રીથી લઈને +45 ડિગ્રી સુધીના તાપમાનમાં પણ અડગ રહીને ફરજ બજાવે છે. કચ્છના દુર્ગમ રણ, સિર ક્રિક, હરામીનાળાની દલદલી જમીન, રાજસ્થાનના રેતીલા વિસ્તારો તેમજ કાશ્મીરની બરફીલી સરહદો પર BSFના જવાનો સતત સતર્ક રહી દેશની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે BSFએ છેલ્લા 60 વર્ષમાં દેશની બે સૌથી કઠિન સરહદોની સુરક્ષા સફળતાપૂર્વક સંભાળી છે. દેશ માટે અત્યાર સુધીમાં BSFના 2000થી વધુ જવાનોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. આ કારણે જ દેશની 140 કરોડ જનતા BSF પ્રત્યે ગૌરવ અને આદરની લાગણી રાખે છે અને સુરક્ષિત અનુભવે છે.
#WATCH केंद्रीय गृह मंत्री अमित शाह गुजरात के भुज में भारत-पाकिस्तान सीमा पर स्थित G-7 सीमा चौकी पर BSF के जवानों के साथ 'हाई टी' में शामिल हुए। pic.twitter.com/Js4H5RqMbR
— ANI_HindiNews (@AHindinews) May 29, 2026
ADVERTISEMENT
ગૃહમંત્રીએ સરહદ સુરક્ષા માટે સરકાર દ્વારા અપનાવવામાં આવી રહેલા નવા “ટેરિટોરિયલ સુરક્ષા” મોડલ અંગે પણ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સરકાર હવે ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ તૈયાર કરી રહી છે, જેમાં જનતા, સિવિલ પ્રશાસન, સ્થાનિક પોલીસ, મિલિટ્રી અને BSFની સંયુક્ત જવાબદારી રહેશે. સ્માર્ટ બોર્ડર સિક્યોરિટી પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન, રડાર, વોચ ટાવર અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સરહદોને વધુ મજબૂત બનાવવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમદાવાદ સિવિલ હોસ્પિટલે નવજાત બાળકીનું સફળ ઓપરેશન કરી આપ્યું નવજીવન
અમિત શાહે પશ્ચિમ બંગાળમાં નવી સરકાર બન્યા બાદ બોર્ડર ફેન્સિંગ માટે જમીન ઉપલબ્ધ કરાવવાના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે લાંબા સમયથી અધૂરી રહેલી બોર્ડર ફેન્સિંગની સમસ્યાનું હવે ઝડપી નિરાકરણ આવશે. બોર્ડર પર ફેન્સિંગનું કામ પૂર્ણ થતા ઘૂસણખોરીને રોકવામાં મોટી સફળતા મળશે. જંગલ અને નદી-નાળાઓમાંથી થતી ઘૂસણખોરી અટકાવવા માટે પણ ટેકનિકલ ફેન્સિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે BSF જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો અને દેશની સુરક્ષા માટે તેમની નિષ્ઠા અને સમર્પણને સલામ કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા સમયમાં BSF વધુ મજબૂત ટેકનોલોજી અને સુરક્ષા ગ્રીડ સાથે દેશની સરહદોને સંપૂર્ણ સુરક્ષિત બનાવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો