બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખાનગી સ્કૂલોને લઇ અમદાવાદ FRC ઝોનલનો મોટો નિર્ણય, આપી ફી વધારવા મંજૂરી
Last Updated: 02:30 PM, 29 December 2025
Ahmedabad Private Schools : અમદાવાદમાં શિક્ષણ જગતને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેર અને ઝોનમાં આવેલી ખાનગી શાળાઓ માટે ફી નિયમન સમિતિ (FRC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. FRC અમદાવાદ ઝોન દ્વારા 5,800થી વધુ ખાનગી શાળાઓને તેમની ફી માળખામાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય બાદ હવે શાળાઓ FRC દ્વારા નક્કી કરેલી ફી મુજબ જ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલ કરી શકશે.
ADVERTISEMENT
ફીની સંપૂર્ણ વિગતો વાલીઓ માટે પારદર્શક
વિગતો મુજબ FRC દ્વારા મંજૂર કરેલી ફીની સંપૂર્ણ વિગતો વાલીઓ માટે પારદર્શક રાખવામાં આવી છે. વાલીઓ શાળાની મંજૂર ફી અંગે ઓનલાઈન માધ્યમથી તેમજ શાળાના નોટિસ બોર્ડ (ડેસ્ક બોર્ડ) પર જોઈ શકશે. જેથી વાલીઓને ફી અંગે કોઈ ગેરસમજ ન રહે અને તેઓ સાચી માહિતી મેળવી શકે.
ADVERTISEMENT
FRC દ્વારા કેટલીક શાળાઓમાં ફીમાં ઘટાડો પણ કરવામાં આવ્યો છે. આવી શાળાઓને અગાઉ વધારે વસૂલ કરેલી ફી વાલીઓને પરત આપવી અથવા આગળની ફીમાં એડજસ્ટ કરવી ફરજિયાત રહેશે. સાથે સાથે તમામ શાળાઓએ FRC દ્વારા જાહેર કરાયેલા ઓર્ડરનું કડક પાલન કરવું પડશે. જોકે ફીમાં ઘટાડાનો નિર્ણય મળેલ કેટલીક શાળાઓ આ આદેશ સામે અપીલ કરે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે FRCના આ નિર્ણયથી ફી વ્યવસ્થામાં પારદર્શિતા આવશે અને વાલીઓના હિતોની સુરક્ષા થશે.

ADVERTISEMENT
FRCએ જાહેર કરી ઓનલાઈન ફી
ગુજરાત રાજ્યમાં પ્રાઇવેટ સ્કૂલો FRCએ નક્કી કરેલી ફી ને બદલે વાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાવે છે અને FRC દ્વારા જાહેર કરવામાં આવેલી ફી છુપાવે છે તેવી ઘણી ફરિયાદોના પગલે ખાનગી શાળાની આ ગેરરીતિ પર અંકુશ મૂકવા માટે હવે ફી રેગ્યુલેટરી કમિટી (FRC)એ મોટો અને પારદર્શક નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની 5780 પ્રાઇવેટ સ્કૂલની સત્તાવાર રીતે નક્કી કરવામાં આવેલી ફી FRCની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. હવે કોઈ પણ ખાનગી સ્કૂલ ફીનો ઓર્ડર છુપાવી શકશે નહીં અને વાલી-વિદ્યાર્થીઓ ઘર બેઠાં જ પોતાની સ્કૂલની મંજૂર ફી જોઈ શકશે.
ADVERTISEMENT
વધુ પડતી ફી લેતા હોવાની વાલીઓની ફરિયાદો
અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરની કુલ 2310 અને ગ્રામ્ય વિસ્તારની 394 ખાનગી શાળાઓની ફી આ વેબસાઇટ પર પહેલાથી જ અપલોડ કરવામાં આવી છે. વાલીઓ હવે સ્ટાન્ડર્ડ, મીડિયમ અને જે તે રિલેટેડ બોર્ડને લાગતું ફીનું સ્ટ્રક્ચર જાહેર કરાતા વાલીઓને સ્પષ્ટતા મળશે. વર્ષ 2017માં FRC અમલમાં આવ્યા છતાં અનેક સ્કૂલોએ એડમિશન ફી, ટર્મ ફી કે અન્ય પ્રવૃત્તિઓના નામે વાલીઓ પાસેથી વધારાની વસૂલાત કરી હોવાની ફરિયાદો થઈ હતી.
ADVERTISEMENT
આ રીતે જોઈ શકાશે ફી નું માળખું
ADVERTISEMENT
નવા આદેશમાં ટર્મ ફી કે એડમિશન ફી માટે અલગથી કોઈ છૂટ આપવામાં આવી નથી. તાજેતરના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ નિયમો વધુ કડક બન્યા છે અને હવે FRC દ્વારા નક્કી કરેલી ફી સિવાય કોઈપણ પ્રકારની વધારાની રકમ વસૂલવી ગેરકાયદે ગણાશે. મહત્વપૂર્ણ વાત એ છે કે નવા આદેશ મુજબ નિયત ફી સિવાય એક પણ રૂપિયા વસૂલવાની મંજૂરી નથી. જેના કારણે વધારાની ફી લેવાના તમામ રસ્તાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા છે.

આ પણ વાંચો : હવેથી ખાનગી સ્કૂલ એક પણ રૂપિયો વધુ નહીં લઇ શકે! FRCએ જાહેર કરી ઓનલાઈન ફી
અગાઉ સ્કૂલોને નોટિસ બોર્ડ પર ફી સંબંધિત આદેશ મૂકવાની સૂચના આપવામાં આવી હતી છતાં અનેક જગ્યાએ તેનું પાલન થતું નહોતું. જેના કારણે વાલીઓ જાણકારીથી વંચિત રહેતા હતા અને ફી છુપાવીને સ્કૂલો વધુ ફી ઉઘરવતી હતી. હવે FRCની વેબસાઇટ પર ફી જાહેર કરવામાં આવતાં વાલી અને વિદ્યાર્થીઓ સરળતાથી માહિતી મેળવી શકશે. જો કોઈ શાળા નિયત ફી કરતાં વધુ રકમ વસૂલશે તો શિક્ષણ વિભાગમાં સીધી ફરિયાદ કરી શકાશે જેના કારણે ગેરરીતિ કરનાર સંચાલકો સામે કાર્યવાહી કરવી વધુ સરળ બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.