બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પાયલોટનો છેલ્લો મેસેજ આવ્યો સામે, કહ્યું એવું કે વાંચીને તમે પણ ચોંકી ઉઠશો

લાસ્ટ મેસેજ / પાયલોટનો છેલ્લો મેસેજ આવ્યો સામે, કહ્યું એવું કે વાંચીને તમે પણ ચોંકી ઉઠશો

Jay Bhatt

Last Updated: 12:47 PM, 14 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાએ સૌ કોઈને હચમચાવી નાખ્યા છે. 12 જૂનનો એ દિવસ ક્યારેય ભુલાશે નહીં. ત્યારે પ્લેનને ઉડાડનાર પાયલોટને શું પ્લેન ક્રેશ થઈ જશે તેવો ખ્યાલ આવી ગયો હતો?. ATCને મોકલેલો છેલ્લો મેસેજ સામે આવ્યો છે. જાણો તે છેલ્લા મેસેજમાં શું કહ્યું હતું.

ગુજરાતના અમદાવાદમાં બે દિવસ પહેલા એટલે કે 12 જૂન ગુરુવારે થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર 787-8 વિમાન લંડન માટે ઉડાન ભર્યાના થોડીવાર પછી જ ક્રેશ થઈ ગયું હતું. આ ભીષણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયાના અહેવાલ છે, જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરો તેમજ બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલના 34 લોકોનો સમાવેશ થાય છે. આ ઘટનાની તપાસ માટે અનેક એજન્સીઓ કામ કરી રહી છે.

હોસ્ટેલમાં આટલા લોકો હાજર હતા

જ્યારે હોસ્ટેલ બિલ્ડિંગ પર પ્લેન ક્રેશની ઘટના બની ત્યારે ત્યાં 60થી વધુ ડૉકટરો, વિદ્યાર્થીઓ અને સ્ટાફ હાજર હતો. જેમાંથી 34 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ગંભીર અકસ્માતમાં કુલ મૃત્યુઆંક 275 પર પહોંચી ગયો છે. અને હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં DNA ટેસ્ટનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 230થી વધુ નમૂના લેવામાં આવ્યા છે. 50 ટકાથી વધુ મૃતદેહો ખરાબ રીતે બળી ગયા છે, જેના કારણે તેમની ઓળખ કરવી એ એક મોટો પડકાર બની ગયો છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ લેબ સાથે મળીને DNA ટેસ્ટીગની કામગીરી કરી રહ્યા છે.

શું હતો પાયલોટનો છેલ્લો મેસેજ?

અકસ્માતની ઘટના બની તે પહેલા પાયલોટે મેસેજ કર્યો હતો. જેના પર હવે સવાલ ઉભો થાય છે કે શું તેને ખ્યાલ આવી ગયો હતો કે, પ્લેન ક્રેશ થવાનું છે. પ્લેનના પાયલોટ સુમિત સભરવાલે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને ફક્ત 4-5 સેકેન્ડનો મેસેજ મોકલ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે ''મેડે, મેડે, મેડે..પ્લેન ઉડાન ભરવામાં સક્ષમ નથી, બચીશું નહીં''. આ પછી તરત જ પ્લેન ક્રેશ થઈ ગયું હતું.

Vtv App Promotion 2

આ એજન્સીઓ કરી રહી છે તપાસ

આ દુર્ઘટનાની તપાસ ભારતની સાથે, અમેરિકા અને બ્રિટનની એજન્સીઓ પણ કરી રહી છે જેના માટે એજન્સીઓ અમદાવાદ પહોંચી છે. તપાસમાં સામેલ એજન્સીઓના નામ નીચે મુજબ છે.

  • રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)
  • એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)
  • નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)
  • યુકે એર એક્સિડન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ (UK-AAIB)
  • યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)
  • ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)

આ સિવાય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ઉચ્ચ સ્તરીય સમિતિ તમજ ગુજરાત પોલીસની ટીમ પણ ઘટનાની તપાસ કરી રહી છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે, આ વિમાન (VT-ANB 36279) 2019માં 7 મહિના માટે મુંબઈ એરપોર્ટ પર ગ્રાઉન્ડેડ હતું. નિષ્ણાતોના મતે, આટલા લાંબા સમય સુધી ગ્રાઉન્ડેડ રહેવું સામાન્ય નથી. જોકે, તે સમયે તેને શા માટે ગ્રાઉન્ડેડ કરાયું હતું તેના કારણો જાહેર કરવામાં આવ્યા ન હતા.

વધુ વાંચો : MAYDAY... MAYDAY... MAYDAY..., પ્લેન ક્રેશ પહેલા જ પાયલટે સિગ્નલ આપી દીધેલું, પરંતુ....!

બધા ડ્રીમલાઇનર વિમાનોની થશે તપાસ

આ દુર્ઘટના બાદ DGCA એ એર ઇન્ડિયાના સમગ્ર બોઇંગ 787 ડ્રીમલાઇનર કાફલાની સલામતી તપાસનો આદેશ આપ્યો છે. ખાસ કરીને GenX એન્જિનવાળા 787-8 અને 787-9 વિમાનોની દરેક ઉડાન પહેલાં સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. એર ઇન્ડિયા પાસે આવા કુલ 33 વિમાનો છે.

વધુ વાંચો : Video: 'પહેલી વાર પ્લેન જોયું એટલે...', જેને દુર્ઘટનાને કેમેરામાં કેદ કરી, પ્રત્યક્ષદર્શીને સાંભળીને રૂંવાડા ઊભા થઇ જશે

ટાટા ગ્રુપના ઇતિહાસમાં કાળો દિવસ

ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરને આ ઘટના પર ઊંડો દુ:ખ વ્યક્ત કરતા તેને ટાટા ગ્રુપના ઇતિહાસનો સૌથી કાળો દિવસ ગણાવ્યો હતો. આ દુર્ઘટના પર તેમણે કહ્યું કે, ''ભારત, અમેરિકા અને બ્રિટનની તપાસ એજન્સીઓ સંપૂર્ણ પારદર્શિતા સાથે તપાસ કરી રહી છે.''

12 જૂને બની હતી ગોઝારી ઘટના

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 12 જૂન 2025ના ગુરુવારે બપોરે 1:38 વાગ્યે લંડન માટે ઉડાન ભરી હતી અને બપોરે 1:40 વાગ્યે ટેકઓફ કર્યાના બે મિનિટ પછી જ આ ક્રેશ થઈ ગઈ હતી. પ્લેન ક્રેશ થતાં જઆગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અનેક વિદેશી નાગરિકોના પણ મોત થયા હતા. બ્રિટનના રમેશ કુમાર વિશ્વાસ એકમાત્ર મુસાફર છે જે આ અકસ્માતમાં બચી ગયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad plane Crash Air India AI 171 Sumit Sabharwal
Jay Bhatt
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ