બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Video: 'પહેલી વાર પ્લેન જોયું એટલે...', જેને દુર્ઘટનાને કેમેરામાં કેદ કરી, પ્રત્યક્ષદર્શીને સાંભળીને રૂંવાડા ઊભા થઇ જશે

Exclusive / Video: 'પહેલી વાર પ્લેન જોયું એટલે...', જેને દુર્ઘટનાને કેમેરામાં કેદ કરી, પ્રત્યક્ષદર્શીને સાંભળીને રૂંવાડા ઊભા થઇ જશે

Published By: Jay Bhatt

Last Updated: 12:21 PM, 14 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Plane Crash: અમદાવાદમાં 12મી જૂન 2025ના દિવસે પ્લેન ક્રેશની ગોઝારી દુર્ઘટના બની જેમાં 275 જિંદગી હોમાઈ ગઈ છે. પ્લેન દુર્ઘટના બની તેની ગણતરીની જ કલાકોમાં પ્લેન ક્રેશનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે સૌ કોઈ જાણવા માંગે છે કોણ છે જેણે આ દુર્ઘટનાનો વીડિયો ઉતાર્યો.

અમદાવાદમાં બે દિવસ પહેલા બપોર 1 વાગ્યા સુધી બધુ નોર્મલ સ્થિતિમાં હતું રોજબરોજની ક્રિયા ચાલતી હતી. બપોર 1.40 થયોને સમગ્ર ગુજરાત નહીં પણ વિશ્વ હચમચી ગયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 1.38 વાગ્યે લંડન જવા એક ફ્લાઈટે ઉડાન ભરી હતી, જો કે ઉડાન ભર્યાના બે મિનિટમાં જ 1.40 વાગ્યે જ પ્લેન મેઘાણીનગરમાં IGP કપાઉન્ડમાં ક્રેશ થયું હતું. આ સાથે જ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

પ્લેન ક્રેશની ઘટના કેમેરામાં કેદ થઈ

નોંધનીય છે કે, આ દુર્ઘટના બની તેની થોડીક ક્ષણોમાં જ એક વીડિયો વાયરલ થયો હતો. પ્લેન ક્રેશની ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વાયરલ વીડિયોથી સમગ્ર વિશ્માં હડકંપ મચી ગયો હતો. વિમાન દુર્ઘટના વીડિયોથી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. નોંધનીય છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે જેણે આ વીડિયો કેમેરામાં કેદ કર્યો છે તેનું નામ પણ સામે આવ્યું છે.

વીડિયો ઉતારનારનું નામ આવ્યુ સામે

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે વીડિયો વાયરલ થયો છે તે 17 વર્ષના સગીરે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. સૌથી પહેલા રેકોર્ડ કરેલો વીડિયો જ સામે આવ્યો હતો. પ્લેન ક્રેશની દુર્ઘટનાનો વીડિયો ઉતારનાર 17 વર્ષીય સગીરનું નામ આર્યન અસારી નામ છે જેને લક્ષમીનગર સ્થિત પોતાના મકાનની છત પરથી વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. દુર્ઘટના બાદ એરપોર્ટ ઓથોરિટીએ આર્યનની પૂછપરછ કરી હતી.

દુર્ઘટના અંગે શું કહ્યું આર્યને?

પ્લેન ક્રેશની દર્ઘટનાનો વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કરનાર આર્યને VTVNEWS સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ''જીવનમાં અગાઉ ક્યારેય પ્લેન જોયું ન હતું અને આ પહેલીવાર પ્લેન જોયું અને વીડિયો ઉતાર્યો. પ્લેન ટેક ઓફ થયું અને વીડિયોના 24 સેકેન્ડમાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થયા બાદ ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. આ પછી મારી બહેનને વીડિયો બતાવ્યો અને પછી મારા પપ્પાને મોકલ્યો હતો. આ પછી મે મારા ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મુકી હતી''. આ પછી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. આ ઘટનાથી આર્યનના હ્રદયમાં પડ્યો ધ્રાસ્કો પડ્યો હતો. તે એટલો બધો ડરી ગયો છે કે તે ક્યારેય વિમાનમાં નહીં બેસે તેમ વાતચીત દરમિયાન જણાવ્યું હતું.

શું કહ્યું આર્યનની બહેને?

પ્લેન ક્રેશનો વીડિયો કેમેરામાં કેદ કરનાર આર્યનની બહેને VTVNEWS સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ''હું અંદર હતી અને તે પહેલીવાર વિમાન આવે એટલે એ વીડિયો ઉતારવા માટે તૈયાર હતો. વિમાન જેવું ઉડવાનું શરુ કર્યું કે આર્યને વીડિયો મોબાઈલમાં કેદ કર્યો હતો. વિમાન પછી આગળ જતાં બ્લાસ્ટ થયું હતું. મારા ભાઈને આવી ઘટના બનશે તની ખબર નહોતી'.

વધુ વાંચો : મુસાફરી કરતા પહેલા જાણી લેજો, કયા સમયે પ્લેન ક્રેશ થવાનો સૌથી વધુ ખતરો?

પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 275 લોકોએ ગુમાવ્યા જીવ

ગુજરાતના અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર 787-8 વિમાન લંડન માટે ઉડાન ભર્યાના થોડીવાર પછી જ ક્રેશ થઈ ગયું હતું. આ ભીષણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયાના અહેવાલ છે, જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરો તેમજ બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલના 34 લોકોનો સમાવેશ થાય છે. આ ઘટનાની તપાસ માટે અનેક એજન્સીઓ કામ કરી રહી છે.

મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં DNA ટેસ્ટનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 230થી વધુ નમૂના લેવામાં આવ્યા છે. 50 ટકાથી વધુ મૃતદેહો ખરાબ રીતે બળી ગયા છે, જેના કારણે તેમની ઓળખ કરવી એ એક મોટો પડકાર બની ગયો છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ લેબ સાથે મળીને DNA ટેસ્ટીગની કામગીરી કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash Aryan Asari Viral Video

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ