ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 14 કરોડના મેથામ્ફેટામાઇન સાથે અમદાવાદમાંથી ઝડપાયો ડ્રગ્સ પેડલર, નરોડા પોલીસની કાર્યવાહી
Last Updated: 03:43 PM, 3 June 2026
ADVERTISEMENT
અમદાવાદના SP રીંગ રોડ પર આવેલા નાના ચિલોડા વિસ્તારમાં નરોડા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એક વ્યક્તિની તપાસ કરતા તેની પાસેથી આશરે 7 કિલો મેથાફેટામાઈન ડ્રગ્સ મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત અંદાજે 14 કરોડ રૂપિયા હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મળતી માહિતી મુજબ આરોપી ડ્રગ્સને રાજસ્થાનથી મુંબઈ લઈ જઈ રહ્યો હતો. કોઈને શંકા ન જાય તે માટે તેણે મેથાફેટામાઈન ડ્રગ્સને બિસ્કિટના પેકેટમાં પેક કરીને રાખ્યું હતું. આરોપી બસ મારફતે રાજસ્થાનથી મુંબઈ જવા નીકળ્યો હતો, પરંતુ સીધી બસ ન મળતા અમદાવાદ આવ્યો હતો. આ દરમિયાન નાના ચિલોડા સર્કલ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો
ADVERTISEMENT
સેક્ટર-2ના JCP જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે નરોડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI એસ.એ. કોટડીયાને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ વ્યક્તિ હાથમાં બેગ લઈને નાના ચિલોડા વિસ્તારમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બેગમાંથી મોટી માત્રામાં મેથાફેટામાઈન ડ્રગ્સ મળી આવ્યું હતું.
ADVERTISEMENT
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ મોહમ્મદ સાજીદ મહંમદ ઉસ્માન શેખ તરીકે થઈ છે, જે મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપીએ જણાવ્યું હતું કે મુંબઈમાં રહેતા ક્યુબેન નામના નાઇજિરિયન વ્યક્તિના કહેવાથી તે રાજસ્થાનના જયપુર ગયો હતો.

ADVERTISEMENT
જયપુરના બસ સ્ટેન્ડ નજીક એક અજાણી વ્યક્તિ પાસેથી તેણે આ બેગ મેળવી હતી. ત્યારબાદ તેને ડ્રગ્સ ભરેલી બેગ મુંબઈ પહોંચાડવાની હતી. જોકે સીધી બસ ઉપલબ્ધ ન હોવાથી તે અમદાવાદ આવ્યો હતો અને ત્યાંથી આગળ જવાની તૈયારીમાં હતો. પરંતુ તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
ADVERTISEMENT
તપાસ દરમિયાન વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલ્યું છે કે અગાઉ પણ તે અમૃતસરથી ડ્રગ્સનું પાર્સલ લઈને મુંબઈ પહોંચાડી ચૂક્યો છે. જેના કારણે પોલીસને શંકા છે કે આરોપી લાંબા સમયથી NDPS સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોઈ શકે છે.
પોલીસનું માનવું છે કે આરોપી માત્ર કેરિયર તરીકે કામ કરતો હતો અને તેની પાછળ એક મોટું નેટવર્ક કાર્યરત હોઈ શકે છે. હવે મુંબઈમાં રહેલા ક્યુબેન નામના નાઇજિરિયન શખ્સ તેમજ રાજસ્થાનમાં ડ્રગ્સ આપનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી છે. નરોડા પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ સમગ્ર ડ્રગ્સ રેકેટની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે. આરોપીએ અગાઉ અન્ય કયા શહેરોમાંથી ડ્રગ્સની હેરફેર કરી છે અને આ નેટવર્કમાં અન્ય કોણ-કોણ સામેલ છે તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો : હિન્દુ તરીકેની ઓળખ આપી યુવકે યુવતી પાસેથી પડાવ્યા 3.35 લાખ રૂપિયા, અને થયું ચોંકાવનારું
અમદાવાદમાં ઝડપાયેલા 14 કરોડના મેથાફેટામાઈન ડ્રગ્સના આ કેસને શહેરમાં તાજેતરના સમયમાં થયેલી સૌથી મોટી કાર્યવાહી પૈકીની એક માનવામાં આવી રહી છે. પોલીસ હવે સમગ્ર સપ્લાય ચેઈન સુધી પહોંચવા અને આ ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રયાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો