ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ધોળા દિવસે યુવકની હત્યા, જીવ બચાવવા દોડ્યો યુવક, રસ્તા પર જ ઢળી પડ્યો

ગુજરાત / અમદાવાદમાં ધોળા દિવસે યુવકની હત્યા, જીવ બચાવવા દોડ્યો યુવક, રસ્તા પર જ ઢળી પડ્યો

Published By: Nidhi Panchal

Last Updated: 03:48 PM, 2 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેઘાણીનગર વિસ્તારમાં ધોળા દિવસે જાહેર માર્ગ પર યુવકની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં ભય અને અરેરાટીનો માહોલ સર્જાયો છે

ADVERTISEMENT

અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક હચમચાવી દેતી લોહિયાળ ઘટના સામે આવી છે. શહેરની ગુલબર્ગ સોસાયટી બહાર જાહેર રસ્તા પર એક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરવામાં આવી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. જાહેર માર્ગ પર લોકોની હાજરી વચ્ચે હત્યા થતા સ્થાનિકોમાં ભય અને ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો.

ahmedabad

મૃતક યુવકની ઓળખ હરેશભાઈ પટણી તરીકે

મળતી માહિતી મુજબ મૃતક યુવકની ઓળખ હરેશભાઈ પટણી તરીકે થઈ છે. હરેશભાઈ મેઘાણીનગર વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગરના રહેવાસી હતા. ઘટનાના દિવસે સવારે આશરે 11 વાગ્યાના સમયે તેઓ પોતાના ઘરેથી નીકળ્યા હતા અને રિક્ષામાં બેસીને ગુલબર્ગ સોસાયટી નજીક સમય પસાર કરી રહ્યા હતા. તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સો ત્યાં પહોંચ્યા હતા અને તેમની સાથે કોઈ બાબતે બોલાચાલી શરૂ થઈ હતી.

થોડા જ સમયમાં ઉગ્ર સ્વરૂપ

શરૂઆતમાં સામાન્ય લાગતી બોલાચાલી થોડા જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બંને પક્ષ વચ્ચે ભારે તકરાર થઈ હતી. ત્યારબાદ કેટલાક શખ્સોએ અચાનક છરીઓ કાઢી હરેશભાઈનો પીછો શરૂ કર્યો હતો. હુમલાખોરોએ જાહેર માર્ગ પર જ હરેશભાઈ પર છરીના આડેધડ ઘા ઝીંક્યા હતા.

જીવ બચાવવા માટે દોડ્યા

ગંભીર રીતે ઘાયલ થયેલા હરેશભાઈ જીવ બચાવવા માટે દોડ્યા હતા. જોકે વધુ લોહી વહી જવાથી તેમની સ્થિતિ ગંભીર બની ગઈ હતી. અસારવા ગુજરાતી સ્કૂલ નજીક ગુલબર્ગ સોસાયટી બહાર મુખ્ય માર્ગ પર તેઓ અચાનક ઢળી પડ્યા હતા. ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાએ આસપાસના લોકોને પણ સ્તબ્ધ કરી દીધા હતા.

ahmedabad-babal

મૃતકની બહેન સહિત પરિવારજનો ઘટનાસ્થળે

ઘટના બાદ મૃતકની બહેન સહિત પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોતાના ભાઈની જાહેર માર્ગ પર હત્યા થતા બહેન ભારે આક્રોશમાં જોવા મળી હતી. પરિવારજનો અને સગાસંબંધીઓએ હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવાની અને ન્યાય અપાવવાની માંગ કરી હતી. ઘટનાને કારણે વિસ્તારમાં લાગણીસભર અને તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.

આ પણ વાંચો : 9 જિલ્લાઓના SP સાથે ગાંધીનગરમાં યોજાઇ Dy. CM હર્ષ સંઘવીની રિવ્યુ બેઠક

પેટ્રોલિંગ અંગે પણ સવાલો ઊભા

જાહેર માર્ગ પર ધોળા દિવસે આ પ્રકારની બેખોફ હત્યા થતા સ્થાનિક પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ અંગે પણ સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં જ મેઘાણીનગર પોલીસ મથકનો કાફલો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકોને સમજાવી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. સાથે જ સમગ્ર વિસ્તારની તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાં પુરાવા એકત્ર કરી અને હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Meghani Nagar Gujarat Crime News Ahmedabad Crime

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ