બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Aam Aadmi Party announces new organizational structure

BIG NEWS / ગુજરાત AAPનું નવું સંગઠન: ઈસુદાન ગઢવી-ઈન્દ્રનીલ રાજ્યગુરુને મળ્યું મોટું પદ, CM કેન્ડીડેટને લઈને જાણો શું કહ્યું

Dhruv

Last Updated: 04:14 PM, 12 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત આમ આદમી પાર્ટીનું નવું સંગઠન માળખું જાહેર કરી દેવાયું. જેમાં ઈસુદાન ગઢવીને AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.

  • ગુજરાત આમ આદમી પાર્ટીનું નવું સંગઠન માળખું જાહેર
  • AAP ગુજરાતના પ્રભારી સંદિપ પાઠકે કરી સંગઠનની જાહેરાત
  • ઈસુદાન ગઢવીને AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી બનાવાયા

વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં પ્રદેશ પ્રમુખ સિવાયના તમામ હોદ્દેદારોને પદ પરથી હટાવી દેવાયા હતાં. ત્યારે આજ રોજ AAP ગુજરાતના પ્રભારી સંદિપ પાઠકે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, 'ઈસુદાન ગઢવીને AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. જ્યારે ઇન્દ્રનિલ રાજ્યગુરુને નેશનલ જોઇન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. તો કૈલાશ ગઢવીને આમ આદમી પાર્ટી, ગુજરાતના ખજાનચી બનાવાયા છે.' એ સિવાય સંદીપ પાઠકે મુખ્યમંત્રીના ઉમેદવાર અંગે વધુમાં જણાવ્યું કે, 'ગુજરાતમાં જે-તે સમયે અમે મુખ્યમંત્રીનો ચોક્કસ ચહેરો જાહેર કરીશું.'

No description available.

આ સંગઠનની ટીમમાં પૂરા 800 લોકોને સામેલ કરવામાં આવ્યા છે. આ પ્રથમ લિસ્ટ છે. આવાં હજુ 3-4 અન્ય લિસ્ટ આવશે.

જુઓ ટીમમાં કોને કઇ જવાબદારી અપાઇ?

થોડા દિવસ પહેલાં AAP ગુજરાતનું સંગઠન વિખેરવામાં આવ્યું હતું

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPના સંગઠનને વિખેરી નખાયું હતું. પ્રદેશ પ્રમુખ સિવાયના તમામ હોદ્દેદારોને હટાવી દેવાયા હતા. આથી આજ રોજ AAP ગુજરાતના પ્રભારી સંદિપ પાઠકે AAP ગુજરાત સંગઠનની જાહેરાત કરી દીધી છે. જેમાં ઈસુદાન ગઢવીને AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. જ્યારે ઇન્દ્રનિલ રાજ્યગુરુને નેશનલ જોઇન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.'

નોંધનીય છે કે, પાર્ટી દ્વારા તમામ મોરચા અને મીડિયા ટીમને વિખેરી નાખવામાં આવી હતી. ચૂંટણીમાં જીત હાંસલ કરવા AAP નવી રણનીતિ ઘડવા જઇ રહ્યું છે. AAPએ પ્રદેશ પ્રમુખ સિવાય તમામ માળખું સમાપ્ત કરી દીધું હતું. નગરપાલિકા, તાલુકા પંચાયત-જિલ્લા પંચાયત અને પ્રદેશનું જૂનું માળખું સમાપ્ત કરી દેવાયું હતું.

જનતા બદલાવ માગે છે અને વિકલ્પ શોધે છે: સંદીપ પાઠક

આ અંગે સંદીપ પાઠકે જણાવ્યું કે, '182 વિધાનસભા બેઠકમાંથી યાત્રા નીકળી હતી. યાત્રા દરમિયાન જનતાનો સારો પ્રતિસાદ મળ્યો છે. જનતા આપ તરફ ઉમ્મીદની નજરે જુએ છે. 10 હજાર ગામોમાં જન સંવાદ થયો હતો. જનતા બદલાવ માગે છે અને વિકલ્પ શોધે છે. 30 હજારથી વધુ નવા લોકો પાર્ટીમાં જોડાયા છે. પરિવાર વધે તો સંગઠન વધારવું પડે છે.'

અમે તાકાતથી ચૂંટણીમાં ટક્કર આપીશું: ગોપાલ ઇટાલિયા

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, 'સંગઠનમાં વધારે લોકોનો સમાવેશ કરીને એક માળખું તૈયાર કર્યું છે. અમે તાકાતથી ચૂંટણીમાં ટક્કર આપીશું.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ