ધોરણ 10 અને 12નાં પરિણામોની તારીખો જાહેર, જાણો ક્યારે આવશે?

By : admin 08:15 PM, 23 April 2018 | Updated : 08:16 PM, 23 April 2018
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની માર્ચ મહિનામાં લેવાયેલી પરિક્ષાનાં પરિણામની તારીખો જાહેર કરી દેવાઇ છે. જેમાં દરેક વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે.

આ પરિણામોમાં સૌ પહેલાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થશે. ધોરણ 12 સાયન્સનું પરિણામ 25 મેંનાં રોજ રજૂ કરવામાં આવશે.

ત્યાર બાદ ધોરણ 12 કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. 12 કોમર્સનું પરિણામ 30 મેંનાં રોજ જાહેર કરવામાં આવશે અને બાદમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે.

ધોરણ 10નું પરિણામ તારીખ 2 જૂનનાં રોજ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત 12 સાયન્સનાં પ્રવાહમાં સોમવારનાં રોજ આજનાં દિવસે લેવાયેલ ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ 25 મેંનાં રોજ લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2018માં લેવાયેલી પરિક્ષાની તારીખો નક્કી કરી દેવામાં આવી છે. જેને લઇ દરેક વિદ્યાર્થીઓમાં પોતાનાં પરિણામને લઇ એક પ્રકારની આતુરતા જોવાં મળી રહી છે.

મહત્વનું છે કે www.gseb.org વેબસાઇટ પર આપ આ પરિણામ જોઇ શકશો. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની આ વેબસાઇટ પર આપનું પરિણામ મૂકવામાં આવશે.Recent Story

Popular Story