બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ખોરાક અને રેસીપી / પનીર, ઘી, સાબુ, શેમ્પુથી માંડીને કાર અને એસી... આજથી સસ્તી થઈ આ ચીજો, નવો GST રેટ લાગુ
Last Updated: 07:12 AM, 22 September 2025
દેશમાં હવે સોંઘવારીનો પવન ફુંકાયો છે કારણ કે એક ઝાટકે ઘણી બધી વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે. પહેલી વાર આટલી મોટી માત્રામાં ચીજવસ્તુઓ સસ્તી થઈ છે. આજથી એટલે કે 22 સપ્ટેમ્બરથી દેશમાં જીએસટીના નવા દર અમલી બન્યાં છે, હવેથી ફક્ત 5 અને 18 ટકા એમ બે જ સ્લેબમાં જીએસટી વસુલાશે જેને પરિણામે ખાવા-પીવાથી માંડીને મોજ-શૌખની ઘણી બધી વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે. આટલી મોટી માત્રામાં ચીજવસ્તુઓ સસ્તી થવાને કારણે મિડલ ક્લાસને મોટી રાહત મળી છે.
ADVERTISEMENT
કઈ વસ્તુઓના ભાવ ઘટશે?
ADVERTISEMENT
કઈ ચીજ પર કેટલો ટેક્સ?
ADVERTISEMENT
લક્ઝરી ચીજો પર 40 ટકા ટેક્સ
જોકે સરકારે કેટલીક ચીજવસ્તુઓ પર 40 ટકા ટેક્સ લાગુ પાડ્યો છે જેમાં તમાકુ, પાન મસાલા, કાર્બોનેટેડ પીણાં અને વ્યક્તિગત ઉપયોગ માટે મોટી કાર અને વિમાન જેવી લક્ઝરી ચીજવસ્તુઓ સામેલ છે. અર્થાત આ બધી ચીજવસ્તુઓ પર 40 ટકા ટેક્સ વસૂલાશે.
ADVERTISEMENT
જૂના સ્ટોક પર સુધારવી પડશે MRP
સરકારે કહ્યું છે કે જૂના સ્ટોક પર MRP વધારે હોવા છતાં, આ માલ નવા દરે ઉપલબ્ધ થશે. ગ્રાહકોને ઘટાડેલા GST દરનો લાભ આપવો પડશે. દરમિયાન, દવાઓ માટે, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ 12 અને 13 સપ્ટેમ્બરના રોજના તેના આદેશોમાં કહ્યું છે કે દવાઓનું ઉત્પાદન અને વેચાણ કરતી બધી કંપનીઓએ દવાઓ, ફોર્મ્યુલેશન અને તબીબી ઉપકરણોની MRP અપડેટ કરવી પડશે. GSTમાં ફેરફાર પછી, સુધારેલી કિંમત સૂચિ ડીલરો, રિટેલર્સ, રાજ્ય દવા નિયંત્રકો અને સરકારને આપવી પડશે, જેથી તે ગ્રાહકોને બતાવી શકાય.
ADVERTISEMENT
દુકાનદાર GST ઘટાડાનો લાભ ન આપે તો શું કરવું?
ADVERTISEMENT
જો કોઈ દુકાનદાર કિંમત ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી ન પહોંચાડે, તો તમે ફરિયાદ કરી શકો છો. દોષિત દુકાનદારોને દંડ અથવા જેલની સજા પણ થઈ શકે છે. તમે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન ૧૮૦૦-૧૧-૪૦૦૦ પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો છો અથવા તમે CBIC ની GST હેલ્પલાઇન 1800-1200-232 પર પણ ફોન કરી શકો છો. તે ઉપરાંત તમે નેશનલ એન્ટી-પ્રોફિટિયરિંગ ઓથોરિટીની વેબસાઇટ પર પણ ફરિયાદ નોંધાવી શકો છો આ માટે તમારે બિલની નકલ, દુકાનદારનું નામ અને તેનું સરનામું આપવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.