બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / GST Councils decision to levy 28 percent tax on online gaming

GST કાઉન્સિલ / કેન્દ્ર સરકાર ઓનલાઇન ગેમિંગમાંથી 45 હજાર કરોડ છાપશે, 28% ટેક્સ વસૂલવાનો નિર્ણય, કાઉન્ટડાઉન શરૂ

Kishor

Last Updated: 04:23 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદના ચોમાસુ સત્રમાં બીલ પર મંજૂરીની મહોર લગાવી હવે  GST કાઉન્સિલ દ્વારા ઓનલાઈન ગેમિંગ પર 28 ટકાનો ટેક્સ વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

  • ઓનલાઈન ગેમ્સ પર 28 ટકાના દરે GST વસૂલવાની તૈયારીઓ
  • સરકારી તિજોરીને થઈ શકે છે મોટો ફાયદો
  • સરકારને વધારાના 45-50 હજાર કરોડ રૂપિયા મળી શકે છે

ઓનલાઇન ગેમ રમવાના શોખીનો માટે મોટા ફટકા સમાન અને સરકારી તિજોરી મોટા ફાયદા સમાન સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ઓનલાઇન ગેમ્સ પર હવે સરકાર દ્વારા 28 ટકાના દરે જીએસટી વસૂલવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને નવી સિસ્ટમ લાગુ થતા ઓનલાઈન ગેમિંગ પર ટેક્સના દર વધવાની સાથે જ સરકારની તિજોરીમાં 45 હજારથી 50 હજાર કરોડ રૂપિયા આવીશકે છે.

મોસાળે માં પીરસનારી: કેન્દ્ર સરકારે ગુજરાતને જીએસટી વળતર પેટે આટલા કરોડ  ચુકવ્યા, CM ભૂપેન્દ્ર પટેલે માન્યો આભાર | Waitress in Mosale: Union  government paid so ...

28 ટકા ટેક્સ વસૂલવાની દરખાસ્ત કરાઈ હતી

જીએસટી કાઉન્સિલ દ્વારા ઓનલાઈન રમત પર 28 ટકા ટેક્સ વસૂલવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં જરૂરી સુધારા વધારા બાદ કેબિનેટ દ્વારા મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી. બાદમાં સંસદના ચોમાસુ સત્રમાં બિલ રજુ કરાયું હતું અને સંસદમાં સંબંધિત બે બિલોને મંજૂરી આપવામાં આવી છે. હવે ટૂંક સમયમાં આ અંગે નવો કાયદો બનશે. પરિણામે ઓનલાઇન રમતના શોખીનોને મોટો ઝટકો લાગશે અને સરકાર માટે મોટી કમાણીનું સાધન બનશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓનલાઈન ગેમિંગ કંપનીઓ દ્વારા અત્યાર સુધીમાં પોતાની આવકના 18 ટકા હિસ્સો સરકારને ટેક્ષ પેટે ચૂકવાયો હશે. પરંતુ હવે તેઓએ 2017 થી લઇ અત્યાર સુધીની આવક પર 28 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે.

2017 થી લઇ અત્યાર સુધીની આવક પર 28 ટકાના દરે ટેક્સ
નવા કાયદાની અમલવારી થયા બાદ ઓનલાઈન ગેમિંગ કંપનીઓ પર ટેક્સની ગણતરી જ્યારથી જીએસટી અમલમાં આવ્યો એટલે કે 2017 થી જ કરવામા આવશે. અધિકારીઓના જણાવાયા અનુસાર આ ગણતરી મુજબ ઓનલાઈન ગેમિંગ કંપનીઓ સરકારને વધારાના 45 થી 50 હજાર કરોડની રકમ ચૂકવી શકે છે. નોંધનીય છે કે તાજેતરમાં જીએસટી કાઉન્સિલની 50 મી બેઠક યોજાઈ હતી. જેમાં ઓનલાઇન ગેમ્સ અને કસીનો તથા હોર્સ રેસિંગ પરના ટેક્સ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ