બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીની જાહેરાત, 31 જુલાઇ સુધી ભરી શકાશે ફોર્મ, લાયકાત પર કરો નજર
Last Updated: 05:58 PM, 17 July 2024
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનાં નિયંત્રણ હેઠળ ખાતાનાં વડા નિયામકની સમાજ સુરક્ષાની કચેરીએ પ્રોબેશન ઓફિસર વર્ગ 3 ની કુલ 60 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉમેદવારો પાસેથી OJAS વેબસાઈટ મારફત ઓનલાઈન અરજીપત્રકો મંગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
ક્યાં સુધી કરી શકાશે અરજી
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રોબેશન ઓફીસર વર્ગ-3 ની કુલ 60 જગ્યાઓ માટે અરજદારો પાસેથી અરજી મંગાવવાની શરૂ કરવામાં આવી છે. ત્યારે અરજદારો તા. 31.7.2024 નાં રાત્રીનાં 11.59 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
ADVERTISEMENT
\અરજદાર દ્વારા અરજી કરવી વખતે શું ધ્યાન રાખવું
અરજદાર દ્વારા ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, વય જાતિ તેમજ અન્ય લાયકાતનાં બધા જ અસલ પ્રમાણપત્રો હાલ પોતાની પાસે રાખવાનાં રહેશે. તેમજ અરજી પત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. તેમજ ભરતી પ્રક્રિયા સબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવશે.
ભરતીની સંપૂર્ણ માહિતી માટે લીંક પર ક્લીક કરો
દિવ્યાંગતા ધરાવતા ઉમેદવાર માટે ખાસ નોંધ
BA અને BL પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોની નિમણૂંક સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનાં તા. 9.6.2023 નાં ઠરાવમાં ઠરાવે નીચે મુજબની શરતો અને જોગવાઈઓને આધિન રહેશે.
(1) BA (બંને હાથ) અને BL (બંને પગ) ની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ કોઈ કૃત્રિમ અવયવની મદદ સાથે કે વિના સાામાન્ય વ્યક્તિની જે હલનચલન કરવા તેમજ ફરજ બજાવવા સક્ષમ હોવી જોઈએ.
વધુ વાંચોઃ મેપથી સમજો તમારા વિસ્તારમાં ક્યારે કેવો પડશે વરસાદ? ભારેની અગમચેતી
(2) આવા ઉમેદવાર લેખિત પરીક્ષામાં ઉતીર્ણ થાય ત્યાર બાદ જે તે સંવર્ગની ફરજોનાં સંદર્ભમાં આવા ઉમેદવાર માટે મેડીકલ બોર્ડને અભિપ્રાય સબંધિત વહીવટી વિભાગ દ્વારા મેળવવામાં આવશે. આ અભિપ્રાયનાં આધારે ઉમેદવાર જે તે સંવર્ગંમાં નિમણૂંક માટે લાયક છે કે ગેરલાયક છે તે સબંધિત વહીવટી વિભાગ કચેરી દ્વારા નક્કી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
દેવ દર્શન / તાપીમાં મહાદેવજીનું પૌરાણિક દેવાલય, દ્રોણાચાર્યએ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.