બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / GS Malik assumed charge as Ahmedabad's 36th Police Commissioner, honored with guard of honour, know about new CP

નિમણુક / અમદાવાદના 36માં પોલીસ કમિશ્નર તરીકે જી.એસ મલિકે સંભાળ્યો ચાર્જ, ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન, જાણો નવા CP વિશે

Vishal Khamar

Last Updated: 06:45 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યનાં ગૃહ વિભાગ દ્વારા અમદાવાદનાં નવા પોલીસ કમિશ્નર તરીકે જી.એસ.મલિકની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદનાં 36 માં પોલીસ કમિશ્નર તરીકે જી.એસ.મલિકે ચાર્જ સંભાળ્ય હતો.

  • અમદાવાદનાં નવા પોલીસ કમિશ્નરે સંભાળ્યો ચાર્જ
  • શહેરનાં 36 માં CP તરીકે જી.એસ.મલિકે સંભાળ્યો ચાર્જ
  • કમિશ્નર કચેરી ખાતે તેમનું ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કરાયુ

 રાજ્યનાં ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં જ 70 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ગૃહ વિભાગ દ્વારા અમદાવાદ શહેરનાં નવા પોલીસ કમિશ્નર તરીકે જી.એસ.મલિકની નિમણૂંક કરવામાં આવી હતી. ત્યારે આજે શહેરનાં 36 માં CP  તરીકે જી.એસ.મલિકે ચાર્જ સંભાળ્યો હતો. કમિશ્નર કચેરી ખાતે તેમનું ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કરાયું હતું. આ પ્રસંગે શહેરનાં તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. જી.એસ.મલિક 1993 ની બેચનાં આઈપીએસ અધિકારી છે. તેમજ 8 જાન્યુઆરી 1994 નાં રોજ આઈપીએસ તરીકે તેમની નિમણૂંક કરાઈ હતી.

ત્રણ મહિના બાદ પોલીસ કમિશ્નરની નિમણૂક કરાઈ
અમદાવાદનાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ એપ્રિલ મહિનામાં નિવૃત થયા હતા. જે બાદ રાજ્યનાં ગૃહ વિભાગ દ્વારા અમદાવાદનાં ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા તરીકે પ્રેમવીરસિંહની નિમણૂંક કરવામાં આવી હતી. અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે અનેક આઈપીએસ અધિકારીઓનાં નામ ચર્ચામાં હતા. થોડા સમય પહેલા જ ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી આઈપીએસની બદલીઓમાં અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે જી.એસ.મલિકની નિમણૂંક કરવામાં આવી હતી. 

અનેક નામો ચર્ચામાં હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પોલીસ બેડામાં નવા પોલીસ કમિશનરને લઈ વિવિધ નામો ચર્ચામાં ચાલી રહ્યાં હતાં. જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે આઈબીમાં ચીફ તરીકે ફરજ બજાવતા અનુપમસિંહ ગેહલોત તેમજ રાજ્યની જેલ વિભાગના વડા ડૉ. કે.એલ.એન રાવ તેમજ સમશેર સિંહનું નામ ચર્ચામાં હતું.  પરંતુ જે તમામની વચ્ચે પ્રેમવીરસિંહને ઈન્ચાર્જ પોલીસ કમિશનરનો ચાર્જ સોંપાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ