બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Tech & Auto / અન્ય જિલ્લા / Groundnuts online registration Farmers problem server down digital gujarat

ટેક્નોલોજી / ડિજિટલ ગુજરાતમાં મગફળીના વેચાણ માટે ઓનલાઈન રજિસ્ટ્રન તો ખુલ્યા પણ સર્વરનો ધબડકો

Published By: Gayatri

Last Updated: 01:53 PM, 1 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે આજે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે. પણ હંમેશની જેમ ગુજરાતની મોટી મોટી ગુલબાંગો વચ્ચે વહેલી સવારથી જ સર્વર ખોટકાયા હતા જેને કારણે ખેડૂતોએ હાલાકી ભોગવવી પડી હતી.

  • જગતનો તાત ખેડૂત વહેલી સવારના લાગ્યા છે લાઈનમાં
  • ડિજીટલ ગુજરાતમાં સર્વરનો ધબડકો - 2 વાગ્યા બાદ શરૂ થશે સર્વર
  • માર્કેટ યાર્ડને બદલે ગ્રામપંચાયતમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન

આજ સવારથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થવાની હતી. પણ રજિસ્ટ્રેશનમાં અવ્યવસ્થા સર્જાઈ છે. અવ્યવસ્થાને લઇ હજારો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વહીવટી તંત્રની નિષ્ફળતાને લઇ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ખોરવાઇ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. માર્કેટ યાર્ડ અને ગ્રામ પંચાયતની બહાર એકતરફ ખેડૂતોની લાઇન, બીજી તરફ અધિકારી વિનાની ઓફિસ જોવા મળી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેને ખુદ અવ્યસ્થાનો સ્વીકાર કર્યો હતો. 

શું કહ્યુ ચેરમેને?
ચેરમેન અને જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે સખીયાએ આ અંગે જણાવ્યું હતુ કે, મગફળી રજિસ્ટ્રેશનમાં અફરાતફરી મચી રહી છે. અધિકારીઓ સમયસર ઓફિસે જ નથી પહોંચ્યા. અધિકારીઓ ઓફિસે ન પહોંચતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી હતી એવામાં સર્વર ખોટવાયા છે જે બપોરે 2 વાગ્યા બાદ શરૂ થશે. વહેલી સવારથી જે ખેડૂતો લાઈનમાં લાગ્યા છે તેમને માટે વહીવટી તંત્રે પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા કરી નથી. 


 
માર્કેટ યાર્ડને બદલે ગ્રામપંચાયતમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન
ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયુ છે. જેમાં સરકારે દર વખતની જેમ આ વખતે માર્કેટિંગયાર્ડને બદલે જે તે ગ્રામ પંચાયતમાં મગફળીની ખરીદી માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું નક્કી કર્યું છે. 

જેમની પાસે ઈન્ટરનેટ કનેક્ટિવિટી નથી તેમનુ શુ?
જે ગામોમાં ઇન્ટરનેટની કનેક્ટિવિટી નથી તેવા ગામોને આસપાસના લાગુ ગામ કે માર્કેટિંગ યાર્ડમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે જવું પડશે. પરંતુ ખેડૂતોમાં ઓનલાઇન રજીસ્ટ્રેશનને લઇ મોટી મૂંઝવણ પણ સામે આવી છે. જેમાં ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જાય તેઓ ભય સતાવી રહ્યો છે. બીજી તરફ વધુ વરસાદના કારણે નબળી ગુણવત્તાના માલનું ઉત્પાદન થાય તો સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદીમાં મગફળી ન સ્વીકારાય તો રજિસ્ટ્રેશન કરાવવાનો શું મતલબ તેઓ સવાલ ખેડૂતોમાં ઉઠી રહ્યો છે.

રાજકોટમાં સર્વર ડાઉન
ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ખેડુતો પરેશાન છે. કારણ કે ટેકાના ભાવ રજીસ્ટ્રેશનમાં સર્વર ડાઉન થઈ ગયા છે. વહેલી સવારના 6 વાગ્યાથી ખેડૂતો લાઈનમાં ઉભા છે. સર્વર ડાઉન થતા ટોકન સિસ્ટમથી નોંધાણી શરૂ કરવામાં આવી છે. 

ગીરસોમનાથમાં મગફળી રજીસ્ટ્રશન ખોરવાયું 
જિલ્લાનાં મોટા ભાગના ગામમાં રજીસ્ટ્રશન નથી થઈ રહ્યુ કારણ કે, વહેલી સવારથી જ સર્વરમાં પ્રોબ્લમ આવી રહ્યી છે જેને લીધી રજીસ્ટ્રશન અટક્યું છે. જિલ્લાના હજારો ખેડૂતો હાલાકીમાં મુકાયા છે જેને પગલે ખેડૂતોએ હોબાળો મચાવ્યો.


રજીસ્‍ટ્રેશન કરાવવા માટે ખેડૂતોએ પાસે શું હોવું જોઈએ?
જમીનમાં જરૂરી આધાર  7, 12, 8-અ, મગફળી વાવેલનું પાણીપત્રક, તલાટીનો દાખલો, આધારકાર્ડ, બેંકનાં બચત ખાતાની પાસબુક તેમજ તેજ ખાતાનાં કેન્‍સલ ચેક લઇને રજીસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે. ખેડૂતો પાસેથી એક હેકટર દીઠ 2009 કિલો એટલે કે, એક ગાયકવાડી વીઘા દીઠ 23 મણ અને કાચા વિઘા દીઠ 16, મણ મગફળી ખરીદ કરવામાં આવશે. તેમજ એક ખાતા દીઠ રોજની 70 ગુણી મગફળી ખરીદ કરવામાં આવશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News digital gujarat online registration ઓનલાઈન ગુજરાત ટેકાના ભાવ મગફળી Technology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ