ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / 'હરે ટમાટર બડે મજેદાર', લાલ ટામેટાં તો ખૂબ ખાધાં, ક્યારેક લીલા પણ ખાઇ જોજો, થશે અનેક ફાયદા

હેલ્થ / 'હરે ટમાટર બડે મજેદાર', લાલ ટામેટાં તો ખૂબ ખાધાં, ક્યારેક લીલા પણ ખાઇ જોજો, થશે અનેક ફાયદા

Last Updated: 02:47 PM, 25 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાલ ટામેટા ખાવા જોઈએ, એનાથી શરીરમાં લોહી બને તેવું તો સાંભળ્યું હતું. પરંતુ આ વળી લીલા ટામેટા ખાવાથી પણ શરીર તંદુરસ્ત રહે એ આજે ખબર પડી. જાણો શું છે લીલા ટામેટાં ખાવાથી શું-શું ફાયદા થાય છે.

ADVERTISEMENT

જો તમે પણ લીલા ટામેટાંને તમારા આહારમાં ઉમેરો છો, તો ખરેખરમાં તમારું શરીર તંદુરસ્ત બન્યું રહેશે. બસ ધ્યાન એટલું રાખવું કે, લીલા ટામેટાને તમે વધુ પડતું આહારમાં ન ઉમેરો. તમે મર્યાદિત આહાર તરીકે આનો ઉપયોગ કરી શકો છો.

લીલા ટામેટા, જેને કાચા ટામેટા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ચાલો જાણીએ લીલા ટામેટાના 5 મોટા ફાયદા શું છે અને તેને ખાવાની સાચી રીત શું છે.

લીલા ટામેટાના ખાસ 5 ફાયદા:

સ્વસ્થ પાચન

લીલા ટામેટામાં વધુ માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે. તે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે અને પેટ સંબંધિત અન્ય સમસ્યાઓને પણ દૂર કરે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

લીલા ટામેટામાં કેલરી ઓછી હોય છે અને પોષક તત્ત્વો વધુ હોય છે, જે વજન ઘટાડવા માંગતા લોકો માટે એક ઉત્તમ આહાર બની શકે છે. આમાં રહેલા ફાઈબરને કારણે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.

વધુ વાંચો: લોહી બનાવવાનું મશીન છે પોષક તત્વોથી ભરપૂર ખજૂર! દરરોજ ખાવાના અઢળક સ્વાસ્થ્ય ફાયદા

એન્ટિઓક્સિડન્ટ્સનો સોર્સ

લીલા ટામેટામાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ હોય છે, જે શરીરને ફ્રી રેડિકલથી બચાવે છે. તેનાથી ત્વચા ચમકતી રહે છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

લીલા ટામેટામાં પોટેશિયમ અને લાઈકોપીન જેવા તત્વો હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદયના રોગોનું જોખમ ઘટાડે છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે

લીલા ટામેટા વિટામિન સી અને અન્ય આવશ્યક પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તે શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓથી આપણને દૂર રાખે છે.

લીલા ટામેટાનું સેવન કેવી રીતે કરવું?

  • સલાડમાં મિક્સ કરો. આનાથી સલાડ માત્ર ટેસ્ટી જ નહીં પણ પોષણથી ભરપૂર બનશે.
  • લીલા ટામેટાનો ઉપયોગ સૂપમાં કરી શકાય છે. તેનાથી રેસીપીનો સ્વાદ વધે છે અને પોષણ પણ પૂરતા પ્રમાણમાં મળી આવે છે.
  • લીલા ટામેટાનું અથાણું માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતું, પરંતુ તેને લાંબા સમય સુધી જાળવી રખાય છે અને ખાઈ શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tomato Healthy Lifestyle Green Tomato
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ