બ્રેકિંગ ન્યુઝ
VTV / ફેશન અને સૌંદર્ય / green tea herbal shampoo preparation tips for silky and shiny hair
Arohi
Last Updated: 07:57 PM, 19 March 2022
ADVERTISEMENT
વાળની યોગ્ય સંભાળ માટે હેર વોશ ખૂબ જ જરૂરી છે. આજકાલ બજારમાં ઘણા પ્રકારના શેમ્પૂ ઉપલબ્ધ છે. આ શેમ્પૂમાં વધારે માત્રામાં કેમિકલ હોય છે જે વાળને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં વાળની યોગ્ય સંભાળ માટે તમે હર્બલ શેમ્પૂનો ઉપયોગ કરો તે જરૂરી છે. તમે ઘરે હર્બલ શેમ્પૂ બનાવી શકો છો. આજે અમે તમને ગ્રીન ટી હર્બલ શેમ્પૂ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ગ્રીન ટી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ સારુ માનવામાં આવે છે. આવો જાણીએ આ ખાસ શેમ્પૂ કેવી રીતે તૈયાર કરી શકાય.
શેમ્પૂ કેવી રીતે તૈયાર કરવું?
સામગ્રી
-લીલી ચાના પાંદડા
- પેપરમિન્ટ તેલ
-લીંબુનો રસ
- નાળિયેર તેલ
- મધ
- એપલ સીડર વિનેગર
ADVERTISEMENT
ગ્રીન ટી શેમ્પૂ બનાવવાની રીત
સૌ પ્રથમ લીલી ચાના પાંદડાને સૂકવીનો પાવડર બનાવી લો. ગ્રીન ટી પાવડરમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરો. ગ્રીન ટી અને એપલ સાઇડર વિનેગરના મિશ્રણમાં પેપરમિન્ટ તેલના બે ટીપાં મિક્સ કરો. આ પછી આ મિશ્રણમાં લીંબુનો રસ, નારિયેળ તેલ અને મધ મિક્સ કરો.
ગ્રીન ટી શેમ્પૂના ફાયદા
ગ્રીન ટીમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, વિટામિન બી, વિટામિન સી, એમિનો એસિડ અને ઝિંક જેવા પોષક તત્વો મળી આવે છે. જે વાળના ગ્રોથ માટે સારા માનવામાં આવે છે. ગ્રીન ટીના ઉપયોગથી વાળમાંથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે. ગ્રીન ટી શેમ્પૂથી વાળમાં માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. જેનાથી વાળ જાડા અને મજબૂત બને છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT