બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / gratuity payment after one year of service government of india plans this for fixed term employees

સુવિધા / નોકરી બદલવા પર મળશે ગ્રેચ્યુટી ટ્રાન્સફર કરવાનો વિકલ્પ, 5 નહીં 1 વર્ષમાં મળશે ફાયદો

Published By: Krupa

Last Updated: 10:02 PM, 19 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોકરી કરવાર લોકોને જલ્દીથી એક મોટી ખુશખબરી મળી શકે છે. સરકારે જલ્દી ગ્રેચ્યુટીને લઇને ઘણા મોટા નિર્ણય લેવાની તૈયારીમાં છે.

નોકરિયાત લોકોની કંપની બદલવા પર પીએફની જેમ ગ્રેચ્યુટી ટ્રાન્સફરને તક મળી શકે છે. એની સાથે જ કોઇ કંપનીમા તમે જેટલો પણ સમય કામ કરો છો ત્યાં સુધીને ગ્રેચ્યુટી તમને લેવાનો અધિકાર મળી શકે છે. એક મીડિયા રિપોર્ટથી મળતી જાણકારી અનુસાર લેબર રિફોર્મ હેઠળ સરકારે આ પ્રસ્તાવ પર કામ શરૂ કરી દીધું છે. 

સરળ ભાષામાં સમજીએ તો કોઇ કંપનીમાં સતત ઘણા વર્ષ સુધી કામ કરનાર કર્મચારીને સેલેરી, પેન્શન અને પ્રોવિડેન્ટ ફંડ ઉપરાંત જે પૈસા મળે છે, એને ગ્રેચ્યુટી કહેવાય છે. 

એનો એક નાનો ભાગ કર્મચારીની સેલેરીથી કપાય છે, પરંતુ ગ્રેચ્યુટીનો મોટો ભાગ કંપની પોતાની તરફથી આપે છે. આ એક પ્રકારે કંપનીનો લૉન્ગ ટર્મ બેનિફિટની જેમ હોય છે. 

શું છે સરકારની તૈયારી

  • સૂત્રો પ્રમાણે નોકરી બદલવા પર ગ્રેચ્યુટી ટ્રાન્સફરનો વિકલ્પ મળશે. સરકાર ગ્રેચ્યુટીના હાલના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. 
  • પીએફની જેમ દર મહિને ગ્રેચ્યુટી કૉન્ટ્રીબ્યૂશનનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. ગ્રેચ્યુટીને પણ કાયદેસર રૂપથી CTCનો ભાગ બનાવવાનો પ્રસ્તાવ છે. 
  • સૂત્રો પ્રમાણે લેબર મિનિસ્ટ્રીએ પ્રસ્તાવ પર કામ શરૂ કર્યું છે. એમ્પ્લૉયર એસોસિએશનની સાથે બેઠકમાં ચર્ચા થઇ છે. 
  • PF ટ્રસ્ટ હેઠળ ગ્રેચ્યુટીને પણ લાવવાનો વિચાર થઇ રહ્યો છે. જો કે સૂત્રોનું કહેવું છે કે ગ્રેચ્યુટી મળવાના ન્યૂનતમ સમય એક વર્ષ નક્કી હશે. 
  • હાલ માત્ર અસ્થાઇ કર્મચારીઓ માટે એક વર્ષની જાહેરાત કરવામાં આવી છે. ટેક્સ લાભ નવા સ્ટ્રક્ચરથી કંપનીઓને મળી શકે છે. માસિક કૉન્ટ્રિબ્યૂશનથી કંપનીઓને એક હપ્તાની રકમ આપવાની જરૂર પડશે નહીં. 

હાલ ક્યારે મળે છે ગ્રેચ્યુટી

  • કોઇ પણ કંપનીમાં એક નક્કી સમય સુધી કામ કરતા કર્મચારીઓને ગ્રેચ્યુટી આપવામાં આવે છે. હાલના નિયમો પ્રમાણે ગ્રેચ્યુટીના હકદાર થવા માટે કર્મચારીને ઓછામાં ઓછા 5 વર્ષ સુધી એક જ કંપનીમાં કામ કરવાનું હોય છે. 
  • મીડિયા રિપોર્ટ્સમાં આ સમય મર્યાદાને 5 વર્ષથી ઘટાડીને 1 વર્ષ કરવાની વાત થઇ રહી છે. ગ્રેચ્યુટી એક્ટ પ્રમાણે જે કંપનીમાં 10 અથવા એનાથી વધારે કર્મચારી હોય છે. એ કંપનીના કર્મચારીઓને ગ્રેચ્યુટીનો લાભ મળે છે. ગ્રેચ્યુટીની ચુકવણી કંપની જ કરે છે. 
  • કોઇ પણ કર્મચારીને મળતી ગ્રેચ્યુટી પ્રમુખ રીતે બે વાતો પર નિર્ભર કરે છે. પહેલી એ કર્મચારીએ કેટલા વર્ષ સુધી કામ કર્યું છે. બીજી એની છેલ્લી સેલેરીમાં બેસિક સેલેરી અને મોંઘવારી ભથ્થું કેટલું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Government business gratuity કર્માચારી ગ્રેચ્યુટી નોકરી સરકાર Facilities

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ