બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Government's new rule for MSME sector, buyer has to make payment within 45 days or face regret

મહામંથન / MSME સેક્ટર માટે સરકારનો નવો નિયમ શું? 45 દિવસમાં ખરીદદારે કરવું પડશે પેમેન્ટ, નહીંતર પસ્તાશો

Dinesh

Last Updated: 09:09 PM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: સરકારનો નવો નિયમ એવુ કહે છે કે હવે નાના ઉદ્યોગકારો પાસેથી ખરીદેલા સામાનનું પેમેન્ટ 45 દિવસની અંદર કરી દેવાનું રહેશે, અને જો એમ નહીં થાય તો તે રકમને ખરીદદારની આવક ગણી લેવામાં આવશે અને તેના ઉપર 3 ગણુ વ્યાજ અને 30% કર ચુકવવો પડશે

ગામડાઓ માટે એક સમયે એવું કહેવાતું કે સાચુ ભારત ગામડામાં વસે છે. આ જ વાતને જો ઉદ્યોગોની દ્રષ્ટિએ મૂલવીએ તો ઉદ્યોગોનો સાચો આધાર નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગ છે. જેવી રીતે પ્રાણીઓમાં પોષણકડી છે તેવી જ રીતે ઉદ્યોગોની મહત્વની કડીઓમાં MSME સેક્ટરને ગણવું જ રહ્યું. છેલ્લા થોડા સમયથી સરકારના પ્રસ્તાવિત નિયમને કારણે MSME સેક્ટરમાં ચિંતાનો માહોલ છે. સરકાર પોતાના ઉદ્દેશને સારો ગણાવી રહી છે પરંતુ બજારમાં અસમંજસનો માહોલ છે. સરળ ભાષામાં સમજીએ તો સરકારનો નવો નિયમ એવુ કહે છે કે હવે નાના ઉદ્યોગકારો પાસેથી ખરીદેલા સામાનનું પેમેન્ટ 45 દિવસની અંદર કરી દેવાનું રહેશે, અને જો એમ નહીં થાય તો તે રકમને ખરીદદારની આવક ગણી લેવામાં આવશે અને તેના ઉપર 3 ગણુ વ્યાજ અને 30% કર ચુકવવો પડશે. મોટા ઉદ્યોગકારો તો ઠીક પણ નાના ઉદ્યોગકારો જ આ નિર્ણયથી વિમાસણમાં છે કારણ કે તેઓ પણ એકબીજા ક્રેડિટ ઉપર જ પોતાનો ધંધો કરે છે. ચિત્ર એવું ઉભુ થયુ છે કે નાના ઉદ્યોગોની વર્કિંગ કેપિટલની જરૂરિયાતને પૂરી કરવાના આશયથી બનાવાયેલા નિયમ સામે નાના ઉદ્યોગકારોને જ વાંધો છે. ડરની સ્થિતિ એવી બની છે કે ઘણા નાના ઉદ્યોગકારોએ પોતાના MSME અંતર્ગત રજીસ્ટ્રેશન રદ કરાવ્યાના પણ સમાચાર છે. મોટેભાગે પ્રશ્નોની વાત આવે ત્યારે જન સામાન્યને મન ઉદ્યોગોના પ્રશ્નો ખાસ અસર કરતા નથી પરંતુ દેશના વિકાસમાં ચાલકબળમાના એક એવા MSME સેક્ટરના પેમેન્ટની મુશ્કેલી શું છે. જેના માટે સરકારે 45 દિવસમાં ફરજિયાત પેમેન્ટનો નિયમ બનાવ્યો તેઓ જ કેમ નિયમનો વિરોધ કરી રહ્યા છે

 

ખરીદદારી પછી 45 દિવસમાં ફરજિયાત પેમેન્ટ
લઘુ અને મધ્યમ ઉદ્યોગકારો માટે સરકાર નવો નિયમ લાવી છે. MSME માટે ખરીદદારી પછી 45 દિવસમાં ફરજિયાત પેમેન્ટનો નિયમ છે.  1 એપ્રિલથી નવો નિયમ લાગુ પડશે. સરકારના નવા નિયમથી ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે.  MSME ઈન્ડસ્ટ્રી નિયમની તાત્કાલિક અમલવારી ન થાય તેવું ઈચ્છે છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગકારો સરકારના નવા નિયમનો વિરોધ કરી રહ્યા છે. કાપડ ઉદ્યોગકારોએ સંલગ્ન મંત્રી સાથે આ મુદ્દે મુલાકાત પણ કરી છે

નવો નિયમ શું કહે છે?
MSMEમાં રજીસ્ટર્ડ કંપનીઓ પાસેથી માલ ખરીદવા અંગે નિયમ બહાર પાડવામાં આવ્યો છે. માલની ખરીદી બાદ 45 દિવસમાં પેમેન્ટ કરવું ફરજિયાત છે. 45 દિવસમાં પેમેન્ટ ન થાય તો એ રકમ ખરીદદારની આવક ગણાશે. ખરીદદારે આ આવક ઉપર 30% કર ભરવો પડશે અને 31 માર્ચ સુધીમાં ખરીદદારોએ લઘુ-મધ્યમ ઉદ્યોગકારોને પેમેન્ટ કરી દેવું પડશે

MSME તરફથી રજૂઆત શું છે?
45 દિવસમાં પેમેન્ટનો નિયમ 90 દિવસનો કરવામાં આવે તેમજ કાપડ ઉદ્યોગને આ નિયમથી વધુ અસર પહોંચશે. ગોડાઉનમાંથી શૉ રૂમ સુધી કાપડ પહોંચે તેમા ચાર મહિના જેટલો સમય લાગે છે. નવા નિયમને કારણે મોટા ખરીદદારો ઓર્ડર રદ કરી રહ્યા છે. નવા નિયમથી નાના-લઘુ ઉદ્યોગકારો નહીં ટકી શકે તેવો માહોલ સર્જાયો છે. નાના ઉદ્યોગોનો માલ વેચાઈ રહ્યો નથી. 

સરકાર શું કહે છે?
નવો નિયમ MSMEના હિતમાં છે. MSMEની વર્કિંગ કેપિટલની જરૂરિયાત પૂરી કરવા નિયમ બન્યો છે. સમયસર પેમેન્ટ મળે એ માટે નિયમને કંપની એક્ટમાં સામેલ કરાયો છે. જોગવાઈ પહેલેથી હતી પરંતુ તેની માહિતી કોઈ આપતું નહતું. પેમેન્ટની માહિતીની આપ-લે થાય તે માટે આવકવેરામાં સામેલ કરવામાં આવ્યું છે. CA પાસે ઓડિટ કરાવવું ફરજિયાત કરાયું છે. પેમેન્ટ મોડું થાય તો 3 ગણું વ્યાજ અને આવકને ખરીદદારના કરમાં જોડાશે. 31 માર્ચ સુધીમાં પેમેન્ટ ન થાય તો ડરવાની જરૂર નથી. જ્યાં સુધી પેમેન્ટ નહીં થાય ત્યાં સુધી એ રકમ આવકમાં ગણાશે. પેમેન્ટ થશે તો આવતા વર્ષની આવકમાંથી તે બાદ થઈ જશે

વાંચવા જેવું:  CM ભૂપેન્દ્ર પટેલનું દિલ્હી તરફ પ્રયાણ: PM મોદીની અધ્યક્ષતામાં યોજાશે બેઠક, બાકી ઉમેદવારો પર લાગી શકે છે મહોર!

MSME સેક્ટર અગત્યનું કેમ?
દેશમાં MSMEના માધ્યમથી સૌથી વધુ રોજગારી મળે છે. એક રિપોર્ટ મુજબ ડિસેમ્બર 2023 સુધી દેશમાં 9 કરોડ લોકોને રોજગારી મળી. સરકાર ઈચ્છે છે કે MSME સેક્ટરમાં વેપાર સરળતાથી થાય તેમજ ભારતમાં કુલ રોજગારીના 22% જેટલી MSME સેક્ટરમાંથી ઉભી થઈ રહી છે. મોટા ગજાની કંપનીઓ MSME પાસેથી જ જરૂરી સામાન ખરીદે છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ