બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / Government says 5.83 cr income tax returns filed till July 31, almost the same level as those filed last year

આર્થિક / IT રિટર્ન ભરવાની ડેડલાઈન પૂરી, 2022-23માં 5.83 કરોડ દાખલ થયા, હવે ભરશો તો લાગશે આટલી પેનલ્ટી

Hiralal

Last Updated: 08:57 PM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણાકીય વર્ષ 2022-23 માટે 5.83 કરોડ IT રિટર્ન દાખલ કરાયા હોવાનું સરકારે જાહેર કર્યું છે.

  • નાણાકીય વર્ષ 2022-23 માટે  5.83 કરોડ IT રિટર્ન દાખલ 
  • રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ હતી 31 જુલાઈ 2022
  • હવેથી પેનલ્ટી સાથે ભરવું પડશે IT રિટર્ન
  • 31 ડિસેમ્બર, 2021 સુધી 5.89 કરોડ IT રિટર્ન દાખલ થયા હતા 

નાણાકીય વર્ષ 2021-22 અને આકારણી વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ, 2022 ના રોજ સમાપ્ત થઈ હતી. અને આજની તારીખ સુધીમાં 5.83 કરોડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. ટેક્સ અધિકારીઓએ આ જાણકારી આપી છે. જે કરદાતાઓના ખાતામાં ઓડિટિંગની જરૂર નથી તેમના માટે 31 જુલાઈ, 2022ના રોજ આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ હતી.

છેલ્લા દિવસ 31 જુલાઈએ રેકોર્ડબ્રેક 72.42 lakh IT રિટર્ન દાખલ કરાયા
આઈટી રિટર્ન દાખલ કરવાના છેલ્લા દિવસ 31 જુલાઈએ 72.42 લાખ IT રિટર્ન દાખલ કરાયા છે જે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એક રેકોર્ડ સમાન છે. 

31 જુલાઈ, 2022 સુધીમાં કુલ 5.83 કરોડ રિટર્ન ફાઇલ

31 જુલાઈ, 2022 સુધીમાં દાખલ થયેલા આઈટી રિટર્નનો આંકડો અગાઉના નાણાકીય વર્ષ 2020-21 જેવો જ છે. તે નાણાકીય વર્ષ માટે 31 ડિસેમ્બર, 2021 સુધીમાં 5.89 કરોડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા. 31 જુલાઈ 2022 રવિવારના રોજ જ 72 લાખ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે.

હવે આઈટી રિટર્ન ભરશો તો લાગશે આટલી પેનલ્ટી 
હવે આવકવેરા રિટર્ન ભરવાની ડેડલાઈન પૂરી થઈ ગઈ હોવાથી જે કોઈ પણ ભરવા માગતા હશે તેમણે પેનલ્ટી ચૂકવવી પડશે. પેનલ્ટી વગર કોઈ પણ આઈટી રિટર્ન નહીં ભરી શકે. જે કરદાતાઓની કરપાત્ર આવક રૂપિયા 5 લાખથી વધુ છે તેમને હવે આવકવેરા રિટર્ન ભરવા પર રૂપિયા 5,000નો દંડ ભરવો પડશે. અને તેમને 31 ડિસેમ્બર 2022 સુધીમાં આવકવેરા રિટર્ન ભરવાનું રહેશે. જે કરદાતાઓની કરપાત્ર આવક રૂપિયા 5 લાખથી ઓછી હોય તેમને રૂપિયા 1000નો દંડ ભરવો પડશે. તેમજ જેમની પાસે ટેક્સ એરિયર્સ છે તેમણે રિટર્ન મોડું ફાઇલ કરવા પર એક ટકા વધારાનું વ્યાજ ચૂકવવું પડશે. જો કે, જે પણ વ્યક્તિની આવક કરપાત્ર આવકની મર્યાદા કરતા ઓછી હશે તેમણે કોઈ દંડ ભરવો નહીં પડે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ