બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / SBIથી લઇને IBPS સુધી, ઓગસ્ટમાં સરકારી નોકરીઓની ભરમાર, જાણો છેલ્લી તારીખ

નોકરીની તક / SBIથી લઇને IBPS સુધી, ઓગસ્ટમાં સરકારી નોકરીઓની ભરમાર, જાણો છેલ્લી તારીખ

Published By: Bijal Vyas

Last Updated: 09:13 AM, 14 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Govt Jobs in August: આ મહિને બેંકિંગ ઉપરાંત એન્જિનિયરિંગ, શિક્ષણ અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં તેમજ અન્ય વિશેષ ભૂમિકાઓ માટે ભરતીની અનેક તકો ઊભી થઈ છે. આ ભરતી અભિયાનોમાં સૌથી મોટું અભિયાન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે.

સરકારી નોકરીઓની તૈયારી કરી રહેલા યુવાનો માટે આ વર્ષે ઓગસ્ટ મહિનો અત્યંત મહત્વપૂર્ણ છે. આ મહિને બેન્કિંગ, એન્જિનિયરિંગ, શિક્ષણ અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોની સાથે અન્ય પદો પર પણ ભરતીની અનેક તકો ઉપલબ્ધ થઈ છે. તેમાં સૌથી નોંધપાત્ર ભરતી પ્રક્રિયા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, જેણે 'જુનિયર એસોસિયેટ'ની 9,766 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે.આ ઉપરાંત, IBPS, SBI અને HPCLમાં પણ વિવિધ પદો માટે ભરતી પ્રક્રિયાઓ ચાલી રહી છે. તો આવો હવે અમે તમને આ ઓગસ્ટ મહિનામાં ઉપલબ્ધ નોકરીની અનેક તકો વિશે જણાવીએ, જે SBIથી લઈને IBPS સુધીની છે.

SBI ક્લર્કમાં 9766 પદો પર ભરતી

SBI જુનિયર એસોસિએટ્સની ભરતી એ ઓગસ્ટ મહિનાની સૌથી મોટી ભરતી પ્રક્રિયા છે. બેંકે નિયમિત અને બેકલોગ એમ બંને પ્રકારની મળીને કુલ 9,766 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ પદ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો સ્નાતક હોવા જરૂરી છે અને વય મર્યાદા 20 થી 28 વર્ષની વચ્ચે નક્કી કરવામાં આવી છે. પસંદગી પ્રક્રિયામાં પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ભાષાની ક્ષમતા ચકાસતી કસોટીનો સમાવેશ થાય છે. SBI ક્લાર્ક પદ માટેની અરજી પ્રક્રિયા 11 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ચાલશે.

job-railway-1

IBPS ક્લર્કમાં પણ આવેદનનો લહાવો

બેંકિંગ ક્ષેત્રમાં નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે IBPS દ્વારા ભરતીની તક ઉપલબ્ધ છે. આ ભરતી માટેની જગ્યાઓ બેંક-વાર જાહેર કરવામાં આવશે. ઉમેદવારો સ્નાતક હોવા જોઈએ અને તેમની ઉંમર 20 થી 28 વર્ષની વચ્ચે હોવી આવશ્યક છે. પસંદગી પ્રક્રિયા પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાઓ પર આધારિત રહેશે. IBPS ક્લાર્ક પદ માટે નોંધણી પ્રક્રિયા 1 ઓગસ્ટથી 21 ઓગસ્ટ દરમિયાન યોજાશે.

SBI સ્પેશલિસ્ટ કેડર ઓફિસરના પદ

SBIમાં વિવિધ 'સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર'ના અલગ અલગ પદો માટે ભરતી પ્રક્રિયા પણ ચાલી રહી છે. શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા સંબંધિત પદના આધારે અલગ-અલગ હોય છે. ભરતીના નિયમો મુજબ ઉમેદવારોની પસંદગી શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવી શકે છે. અમુક પદો માટે લેખિત પરીક્ષા પણ લેવામાં આવશે. આ પદો માટે અરજી કરવાની તારીખો જાહેરનામા મુજબ અલગ-અલગ હોય છે.

HPCLમાં ટેકનીકી અને પ્રોફેશનલ પદ પર ભરતી

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં ટેકનિકલ અને વ્યાવસાયિક પદો પર ભરતી પ્રક્રિયા પણ ચાલી રહી છે. આ હોદ્દાઓ માટેની પાત્રતાના માપદંડો અને વય મર્યાદા સંબંધિત ભૂમિકાના આધારે નક્કી કરવામાં આવી છે. જ્યાં લાગુ પડતું હોય ત્યાં, પસંદગી પ્રક્રિયામાં કમ્પ્યુટર-આધારિત કસોટી, જૂથ કાર્યો અને ઇન્ટરવ્યૂનો સમાવેશ થશે.

આ પણ વાંચોઃ પરીક્ષા વગર સીધી ભરતી: વૉક-ઈન ઈન્ટરવ્યૂ દ્વારા મેળવો 35,000 સુધીનો પગાર, જાણો લાયકાત અને અરજી પ્રક્રિયા

બેંકિંગ ઉપરાંત આ ક્ષેત્રોમાં પણ લહાવો

ઓગસ્ટ મહિનામાં ભરતીની તકો માત્ર બેંકિંગ ક્ષેત્ર પૂરતી સીમિત નથી. વિવિધ રાજ્ય જાહેર સેવા આયોગો, વડી અદાલતો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને રાજ્યની વીજળી કંપનીઓએ પણ ભરતી અંગેની સૂચનાઓ બહાર પાડી છે. આ ભરતીઓમાં એન્જિનિયરિંગના પ્રોફેસર, કાનૂની એક્સપર્ટ અને ટેકનિકલ સ્ટાફ જેવી વિવિધ ભૂમિકાઓનો સમાવેશ થાય છે, જેનાથી વિવિધ શૈક્ષણિક લાયકાત અને પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારો માટે અરજી કરવાના ઓપ્શન વધ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sbi clerk ibps government jobs hpcl recruitment

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ