બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Government employees who resign are not entitled to a pension

ગુજરાત / રાજીનામું આપનારા સરકારી કર્મચારીઓ પેન્શન મેળવવા માટે હકદાર નથી

Intern

Last Updated: 03:54 PM, 8 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે એવું માન્યું છે કે, સરકારી કર્મચારી કે જેણે સેવામાંથી રાજીનામું આપ્યું છે તે 'સ્વૈચ્છિક નિવૃત્ત' લોકોને ઉપલબ્ધ પેન્શન જેવા લાભ મેળવવા માટે હકદાર નથી. ઘનશ્યામચંદ શર્મા નામની વ્યક્તિને પટાવાળા તરીકે કાયમી નોકરીમાં નિયુકત કરાયો હતો. તેણે રાજીનામું આપ્યું. જેને માલિક દ્વારા સ્વીકારી લેવામાં આવેલ હતું.

  • રાજીનામું આપનારા સરકારી કર્મચારીઓ પેન્શન મેળવવા માટે હકદાર નથી
  • વ્યક્તિને પેન્શનર તરીકેના લાભ આપવાનો નિર્દેશ આપ્યો​
  • કર્મચારીની અગાઉની સેવા રાજીનામાં પર બંધ થઈ જાય છે

સુપ્રીમ કોર્ટે એવું માન્યું છે કે, સરકારી કર્મચારી કે જેણે સેવામાંથી રાજીનામું આપ્યું છે તે 'સ્વૈચ્છિક નિવૃત્ત' લોકોને ઉપલબ્ધ પેન્શન જેવા લાભ મેળવવા માટે હકદાર નથી. ઘનશ્યામચંદ શર્મા નામની વ્યક્તિને પટાવાળા તરીકે કાયમી નોકરીમાં નિયુકત કરાયો હતો. તેણે રાજીનામું આપ્યું. જેને માલિક દ્વારા સ્વીકારી લેવામાં આવેલ હતું. તેના ૫ેન્શનના હકકનો દાવો બીએસએનએલ યમુના પાવર લિમિટેડ દ્વારા બે કારણોસર ઇનકાર કરવામાં આવ્યો હતો. પ્રથમ કે તેણે વીસ વર્ષની સેવા પૂર્ણ કરી ન હતી અને બીજું કે રાજીનામું આપીને તેણે તેની અગાઉની સેવાઓ સમાપ્ત કરી દીધી હતી.


આ અંગેના કેસમાં હાઈકોર્ટે માલિકને આ વ્યક્તિ વીસ વર્ષની સેવા પૂર્ણ કરી ચૂકેલી હોઇ અને તેઓએ રાજીનામું આપ્યું ન હતું ૫રંતુ સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્ત થયા હોવાના આધાર જણાવીને તે વ્યક્તિને પેન્શનર તરીકેના લાભ આપવાનો નિર્દેશ આપ્યો હતો. અને તે માટે અસગર ઇબ્રાહિમ અમીન વિરુદ્ધ એલઆઈસીના ચુકાદા પર આધાર રાખ્યો હતો. જયારે આ કેસમાં રાજીનામું અને નિવૃત્તિ વચ્ચેના તફાવતને પ્રતિબિંબિત કરતા અસગર ઇબ્રાહિમ અમીન કેસમાં લીધેલા અભિપ્રાયને વરિષ્ઠ વિભાગીય મેનેજર એલ.આઈ.સી. મીનાના કેસમાં રદ કરાયો હતો. આ કેસમાં જણાવાયું છે કે "રાજીનામું અને નિવૃત્તિ વચ્ચે ખરેખર તફાવત છે" અને તે એકબીજા સાથે બદલી શકાય તેમ નથી અને તે કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિ માટે લાયક હોવાને કારણે અદાલત એક બીજાને બદલી શકશે નહીં.


સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ધનંજય વાય ચંદ્રચૂડ અને ન્યાયાધીશ ઋષિકેશ રોયની ખંડપીઠે કહ્યું કે, "અસગર ઇબ્રાહિમ અમીનના કેસમાં વ્યક્ત કરેલો અભિપ્રાય નકારી કાઢવામાં આવ્યો અને કોર્ટે કહ્યું કે સ્વૈચ્છિક નિવૃત્તિની જોગવાઈ સંબંધિત જોગવાઈઓ ગર્ભિત રીતે પૂર્વવર્તી રીતે લાગુ નહીં થાય. આ દૃષ્ટિકોણમાં જ્યાં કોઈ કર્મચારીએ નોકરીમાંથી રાજીનામું આપ્યું છે. ત્યાં કોઈ પ્રશ્ન નથી કે શું તે ખરેખર સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થયો - અથવા તેણે રાજીનામું આપ્યું? રાજીનામું આપવાનો નિર્ણય સ્વૈચ્છિક નિવૃત્તિ માટેના નિર્ણયથી ભૌતિક રીતે ભિન્ન છે. કાયદાકીય પરિણામોમાં રાજીનામું આપવાનો નિર્ણય લાગુ જોગવાઈઓ હેઠળ રાજીનામાને અનુસરે છે અને તેનાં પરિણામો સ્વૈચ્છિક નિવૃત્તિ પરિણામોથી અલગ છે તેમજ કર્મચારીના કાર્યકાળની લંબાઈના આધારે સ્વૈચ્છિક નિવૃત્તિ અને બંને એક બીજા માટે બદલી શકાતા નથી.


હાઈકોર્ટના અભિપ્રાયને નકારી કાઢતા વધુમાં જણાવ્યું કે, નિયમ જણાવે છે કે રાજીનામું આપ્યા પછી એક કર્મચારી અગાઉની સેવાનો ત્યાગ કરે છે. અસગર ઇબ્રાહિમ અમીન કેસમાં અદાલતે અપનાવેલ અભિગમને ખોટી રીતે માનવામાં આવ્યું છે કારણ કે તે રાજીનામું અને સ્વૈચ્છિક નિવૃત્તિ વચ્ચેના નોંધપાત્ર તફાવતને દૂર કરે છે. તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ અરજી કરવાની આવશ્યક સેવાનાં વર્ષો પૂર્ણ કર્યાં હતાં ૫રંતુ તેમનો રાજીનામું આપવાનો નિર્ણય અને સ્વૈચ્છિક નિવૃત્તિ ન લેવાનો નિર્ણય નિયમ ૨૬ની કામગીરીની વચ્ચેના તફાવતને અવરોધશે. આવા અભિગમ અપનાવી શકાતા નથી. તેથી તેઅો સ્વૈચ્છિક નિવૃત્ત થાય છે તે આદેશને રદ કરવામાં આવે છે, અને જણાવ્યું કે સીસીએસ પેન્શન નિયમોના નિયમ ૨૬માં જણાવાયું છે કે કર્મચારીની અગાઉની સેવા રાજીનામાં પર બંધ થઈ જાય છે તેથી તે મુજબ તે વ્યક્તિ ૫ેન્શનના લાભ મેળવવા માટે હકદાર નથી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Pension Pensioner Supreme Court gujarat ગુજરાત સુપ્રીમ કોર્ટ Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ