બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / gopal italia affidavit has only 5 lakh cash and 17 cases filed
ADVERTISEMENT
ગોપાલ ઇટાલિયા વિરૂદ્ધ હરિદ્વારમાં કેસ નોંધાયો
ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધ હરિદ્વાર કોર્ટમાં કેસ દાખલ થયો છે. તેમના પર પીએમ મોદીની માતાને અપશબ્દો બોલવાનો આરોપ લાગ્યો છે. ગોપાલ ઇટાલિયાએ એક વીડિયો બતાવીને પીએમ મોદીનાં ગુજરાત પ્રવાસને નાટક પણ કહ્યું હતું. ત્યારબાદ તમને રાષ્ટ્રિય મહિલા આયોગે નોટિસ મોકલી હતી. દિલ્હીમાં આયોગની ઓફિસમાં હાજર થયાં બાદ પોલિસે તેમની ધરપકડ કરી હતી.
આશરે 17 કેસો નોંધાયા
આમ આદમી પાર્ટી ગુજરાતનાં પ્રમુખ ગોપાલ ઇટાલિયા આ વખતે સૂરતનાં કતારગામથી વિધાનસભા માટેની ચૂંટણી લડશે. આપનાં ઉમેદવારનો એફિડેવિટ શનિવારે સામે આવ્યો હતો. તેમણે ચૂંટણી આયોગને માહિતી આપી છે કે તેમની પાસે પ્રોપર્ટીનાં નામે માત્ર 5 લાખ રૂપિયા છે તો બીજી તરફ તેમના વિરૂદ્ધમાં અપશબ્દો બોલવા, હવામાં ફાઇરિંગ કરવા જેવા આશરે 17 કેસો નોંધાયા છે. ઇટાલિયાને ચૂંટણી માટે પોતાનું નામ શુક્રવારે જ નોંધાવ્યું છે.
ADVERTISEMENT
સૂરતમાં AAPની પાટીદાર રણનીતિ
સૂરત શહેરનીમાં 12 માંથી સાત સીટો પર પાટીદાર મતદાતાઓ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેમાં કામરેજ, વરાછા, કતારગામ અને ઓલપાડ વિધાનસભા ક્ષેત્રમાં પાટીદારોની બહૂમતી છે. કરંજ, સૂરત ઉત્તર અને ઉધના વિધાનસભા ક્ષેત્રમાં પાટીદાર મતદારો ગેમચેન્જર સાબીત થઇ શકે છે. તેવામાં કતારગામની સીટ પરથી ગોપાલ ઇટાલિયા આ ચૂંટણી લડવાના છે. ગોપાલ ઇટાલિયા સિવાય AAPનાં મહામંત્રી મનોજ સોરઠિયા પણ સૂરતની કરંજ સીટથી ચૂંટણીનાં મેદાનમાં ઊતરશે. આ સિવાય AAPએ વરાછા અને ઓલપાડ વિધાનસભા સીટથી પાટીદાર આંદોલનનો મોટો ચહેરો અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવીયાને ચૂંટણીનાં યુદ્ધમાં ઊતાર્યાં છે. સૂરતમાં આમ આદમી પાર્ટીએ પોતાના ચાર મોટા ચહેરાઓને મેદાનમાં ઊતારતાં ગુજરાતની રાજનિતીને ગરમાઇ છે.
પાટીદાર સમૂહથી આવે છે ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટી ગુજરાતનાં અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ગુજરાતનાં પ્રભાવશાળી પાટીદાર સમુદાયથી આવે છે. ગોપાલ ઇટાલિયાએ 2015માં પાટીદાર આરક્ષણની માંગને લઇને આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આ પહેલાં તેઓ સરકારી સેવામાં લિપિક હતાં અને 2017માં ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર બૂટ ફેકવાને લીધે ચર્ચામાં આવ્યાં હતાં, આ ઘટના બાદ તેમની નોકરી હાથમાંથી નિકળી ગઇ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.