બ્રેકિંગ ન્યુઝ
VTV / Google to plan to add AI generative Search Results for paid users
Vidhata
Last Updated: 01:01 PM, 6 April 2024
આજકાલ Google મોટી તૈયારીઓમાં વ્યસ્ત છે. અત્યાર સુધી કંપનીએ સર્ચ સર્વિસ ફ્રી રાખી છે, જ્યાંથી તેની આવકનો મોટો હિસ્સો આવે છે. જો કે હવે કંપની પોતાની આ પોલિસીમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે. કંપની 'પ્રીમિયમ' ફીચર્સ માટે ચાર્જ લેવાનું વિચારી રહી છે. આ 'પ્રીમિયમ' ફીચર્સ બીજા કોઈ નહીં પણ જનરેટિવ AIથી આવતા રિઝલ્ટ્સ હશે.
ADVERTISEMENT
થોડા સમય પહેલા, કંપનીએ ગૂગલ સર્ચ સાથે જનરેટિવ AIનું સ્નેપશોટ ફીચર પ્રાયોગિક ધોરણે લોન્ચ કર્યું હતું. આ ફીચરની મદદથી યુઝર્સને સર્ચ કરેલા ટોપિક વિશે AI સર્ચ રિઝલ્ટથી ઉપર બતાવે છે.
AI સર્ચ કરેલા તોપીકની એક સમરી યુઝર્સને બતાવે છે. જોકે, હવે કંપની આમાં ફેરફાર ઇચ્છે છે. એક અખબારે તેના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. જો Google આવું કંઈક કરે છે, તો તે પહેલીવાર હશે જ્યારે કંપની તેના સર્ચ એન્જિન પર પેમેન્ટ લેશે અથવા ચાર્જ લગાવશે.
ADVERTISEMENT
ChatGPT એ બગાડી દીધી રમત?
Google Search થી કંપની ઘણી કમાણી કરે છે, પરંતુ ChatGPT આવ્યા બાદ કંપનીને તેના બિઝનેસ પર એક ખતરો દેખાયો. આ પ્લેટફોર્મ લોન્ચ થયાને લગભગ દોઢ વર્ષ થઈ ગયું છે અને હવે કંપની તેના બિઝનેસ મોડલમાં મોટા ફેરફાર પર વિચાર કરી રહી છે. આ દર્શાવે છે કે કંપની AIને લઈને કઈ દિશામાં વિચારી રહી છે.
Google એવા વિકલ્પો શોધી રહ્યું છે કે જેના દ્વારા AI સુવિધાઓને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન્સ સાથે જોડી શકાય. કંપની પહેલેથી જ Gmail અને Docs સાથે Gemini AI આસિસ્ટન્ટનું ફીચર ઓફર કરી રહી છે. આ મામલા સાથે જોડાયેલા લોકોને ટાંકીને એક અહેવાલમાં આ જાણકારી આપવામાં આવી છે.
અહેવાલ અનુસાર, એન્જિનિયરો આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે, પરંતુ કંપનીના અધિકારીઓએ હજુ સુધી તેના પર અંતિમ નિર્ણય લીધો નથી. જોકે, કંપનીનું પરંપરાગત સર્ચ એન્જિન પહેલાની જેમ જ ફ્રી રહેશે. કંપની સબસ્ક્રાઇબર્સને એડ્સ બતાવવા પર પણ વિચાર કરી રહી છે. જણાવી દઈએ કે આ પહેલીવાર છે જ્યારે કંપની તેની સર્વિસને પેઇડ બનાવવા પર વિચાર કરી રહી છે.
સર્ચથી થાય છે મોટી કમાણી
તમને જણાવી દઈએ કે Google સર્ચ અને સર્ચ સંબંધિત એડ્સની મદદથી ગયા વર્ષે 175 અબજ ડોલરની કમાણી કરી હતી. આ સંખ્યા કંપનીની કુલ કમાણીના અડધાથી વધુ છે. આ જ કારણ છે કે કંપની પોતાના સર્ચ દ્વારા આવતા પૈસા બચાવવા પર વિચાર કરી રહી છે. ChatGPT લોન્ચ થયું ત્યારથી Google માટે આ પ્લેટફોર્મ એક પડકાર બની ગયું છે.
ChatGPT ઘણા પ્રશ્નોના સચોટ અને ઝડપથી જવાબ આપે છે. આવી સ્થિતિમાં, લોકો Google પર સર્ચ કરવાનું બંધ કરી શકે છે, જે કંપનીનો સૌથી મોટો ડર છે. Googleએ ગયા વર્ષે મેમાં AI સંચાલિત સર્ચ એન્જિન પર કામ શરૂ કર્યું હતું. જો કે, બ્રાન્ડ આ એક્સપેરિમેન્ટલ ફીચરને મુખ્ય સર્ચ એન્જિન સાથે જોડવા માંગતી નથી.
વધુ વાંચો: હવે કોઈનું સ્ટેટસ મિસ નહીં થાય! WhatsApp લાવી રહ્યું છે એક દમદાર ફીચર
આ રીતના સર્ચ રીઝલ્ટ આપવામાં Googleના ઘણા રિસોર્સ વપરાશે. પરંપરાગત રીતની સરખામણીમાં જનરેટિવ AI રિસ્પોન્સમાં Google થી વધારે કમ્પ્યુટર રિસોર્સની જરૂર પડશે. આ જ કારણ છે કે કંપની તેને માત્ર પસંદગીના યુઝર્સને જ ઓફર કરવા માંગે છે. કંપની તેને Google Oneના સબ્સ્ક્રાઇબર્સને ઑફર કરી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.