બ્રેકિંગ ન્યુઝ
VTV / WhatsApp new feature Status Update Notifications
Vidhata
Last Updated: 11:51 AM, 6 April 2024
WhatsApp પર એક પછી એક નવા ફીચર્સ જોવા મળી રહ્યા છે. ફરી એકવાર WhatsApp તેના નવા ફીચરને લઈને આવી રહ્યું છે. આ ફીચર સ્ટેટસ અપડેટ્સ (Status Update) સાથે જોડાયેલું છે, જેના માટે યુઝર્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જાણકારી અનુસાર, આ ફીચરમાં કંપની હવે યુઝર્સને કોઈપણ કોન્ટેક્ટના અનસીન અપડેટની નોટિફિકેશન આપશે.
ADVERTISEMENT
દર વખતની જેમ આ વખતે પણ WABetainfo આ ફીચર વિશે માહિતી આપી છે. આ અપડેટ Android માટે WhatsApp બીટાના વર્ઝન 2.24.8.13માં જોવામાં આવ્યું છે. તે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. WABetainfo એ X પર પોતાની પોસ્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈ કોન્ટેક્ટના અનસીન અપડેટનું નોટિફિકેશન યુઝરને આવશે. આ ફીચરની ખૂબ ચર્ચા થઈ રહી છે. એવું પણ માનવામાં આવે છે કે આ WhatsApp સ્ટેટસ ટેગનો એક ભાગ છે.
ADVERTISEMENT
📝 WhatsApp beta for Android 2.24.8.13: what's new?
— WABetaInfo (@WABetaInfo) April 5, 2024
WhatsApp is working on a notification feature for status updates, and it will be available in a future update!https://t.co/1cupDX5oLq pic.twitter.com/tTJ6nZmVst
આ પહેલા એક નવા ફીચર વિશે માહિતી આપવામાં આવી હતી કે ટૂંક સમયમાં જ WhatsApp યુઝર્સ તેમના કોન્ટેક્ટને તેમની સ્ટોરી અથવા સ્ટેટસમાં એડ કરી શકશે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈની સાથે સ્ટેટસ પોસ્ટ કરી રહ્યાં છો, તો તમે તે વ્યક્તિને તમારા સ્ટેટસ પર ટેગ પણ કરી શકો છો. આ ફીચર બિલકુલ એવું જ હશે જે પહેલાથી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં છે. તમે તમારા સ્ટેટસમાં જેને પણ ટેગ કરશો, તે વ્યક્તિને ટેગ થવાનું નોટિફિકેશન પણ મળશે.
વધુ વાંચો: ડિઝની હોટસ્ટારના યુઝર્સને ઝટકો! કોઈ સાથે શેર નહીં થાય સબ્સ્ક્રિપ્શન પ્લાનનો પાસવર્ડ
એવું માનવામાં આવી રહ્યું છે કે નવું સ્ટેટસ અપડેટ નોટિફિકેશન ફીચર યુઝરને સ્ટેટસ અપડેટમાં ટેગ થવા પર નોટિફાઈ કરશે. સ્ટેટસ અપડેટ નોટિફિકેશન માટે કંપની કસ્ટમાઈઝેશન પણ આપી શકે છે, જેમાં યુઝર્સ એવા કોન્ટેક્ટ્સને પણ સિલેક્ટ કરી શકશે કે જેમના સ્ટેટસ અપડેટ નોટિફિકેશન (Status Update Notifications) તેઓ મેળવવા માગે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT