બ્રેકિંગ ન્યુઝ
VTV / Disney Plus Hotstar to ban Password sharing from June 2024
Vidhata
Last Updated: 11:01 AM, 6 April 2024
જો તમને OTT પર સીરીઝ અને ફિલ્મો જોવાનું પસંદ છે તો હવે તમારી માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. પહેલા Netflixએ મિત્રો સાથે પાસવર્ડ શેરિંગ બંધ કરી નાખ્યું, હવે Disney+ Hotstar પણ એ જ રસ્તા પર ચાલી રહ્યું છે. Disney plus પાસવર્ડ શેરિંગ ક્રેકડાઉન લાગૂ કરવાના રસ્તે ચાલી રહ્યું છે. હવે Disney+નાં યુઝર્સ પાસવર્ડ શેર નહીં કરી શકે. કંપની પાસવર્ડ શેરિંગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી ચુકી છે. તો અહીં જાણી લો કે ક્યારથી ડિઝની પ્લસ પોતાનાં યુઝર્સ માટે સબસ્ક્રિપ્શન પોલીસીમાં બદલાવ કરશે અને આનાથી તમારા પર શું અસર થશે. સાથે જ Disney+નાં માસિક અને વાર્ષિક પ્લાન વિશે પણ જાણી લો.
ADVERTISEMENT
અહેવાલો અનુસાર, ડિઝનીના સીઈઓ બોબ ઇગરે જણાવ્યું કે કંપની જૂન 2024 માં પાસવર્ડ શેરિંગમાં પોતાની "First real foray" શરૂ કરવાની યોજના બનાવી રહી છે.
ADVERTISEMENT
ઇગરના જણાવ્યા અનુસાર, નવી નીતિ 2 મહિના પછી એટલે કે જૂનથી લાગુ કરવામાં આવશે. નવા નિયમોમાં, યુઝર્સને પોતાનાં ઘરની બહાર કોઈ પણ બીજી વ્યક્તિ સાથે કે તેમના મિત્રો અને સંબંધીઓ સાથે તેમના ડિઝની પાસવર્ડ શેર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આનો અર્થ એ થયો કે હવે એક જ પ્લાનથી આખું મિત્રમંડળ જે ફાયદો ઉઠાવી લેતું હતું એ હવે થઈ શકશે નહીં.
સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflixને પાસવર્ડ-શેરિંગ ક્રેકડાઉન કરીને 2023 ના બીજા ભાગમાં લગભગ 22 મિલિયન નવા સબ્સ્ક્રાઇબર્સ મળ્યા. આ પરિણામને જોઇને હવે Disney પણ પાસવર્ડ શેરિંગ પર ક્રેક ડાઉન કરવાની તૈયારી કરી રહ્યું છે.
અહેવાલ અનુસાર, કંપની પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ તો લગાવશે જ પણ સાથે જ તેના યુઝર્સ માટે નવા સબસ્ક્રિપ્શન પ્લાન પણ રજૂ કરી શકે છે. નવા પ્લાનનો ઉપયોગ કરીને, યુઝર્સ પોતાનાં ઘરની બહાર એકાઉન્ટમાં લોગિન કરી શકશે. એટલે કે ડિઝનીનો આગામી પ્લાન યુઝર્સને ઘરની બહાર અલગ અલગ એકાઉન્ટમાં લોગિન કરવાની સુવિધા આપશે.
ડિઝનીએ હાલમાં જ તેના યુઝર્સને એક ઈમેઈલ મોકલ્યો હતો, આ મેઈલમાં કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી તેમને પરવાનગી આપવામાં નહીં આવે ત્યાં સુધી યુઝર્સ તેમના ઘરની બહાર તેમના પાસવર્ડ શેર કરી શકશે નહીં.
વધુ વાંચો: તમારે હોમ લોન ઝડપથી પતાવી છે? આ 9 ઉપાયથી વ્યાજના બોજમાંથી મળશે મુક્તિ
નોંધનીય છે કે પ્લેટફોર્મના પેઇડ કન્ટેન્ટ સિવાય, જેટલો પણ ફ્રી કન્ટેન્ટ છે તમામ યુઝર્સ માટે જોવા માટે ઉપલબ્ધ રહે છે. એટલે કે તમારી પાસે સબસ્ક્રિપ્શન હોય કે ન હોય, તમે ફ્રી કન્ટેન્ટ કોઈપણ સબસ્ક્રિપ્શન વિના જોઈ શકો છો. Hotstarના તમામ પ્લાન રિફંડેબલ નથી એટલે કે એકવાર તમે સબસ્ક્રિપ્શન પ્લાન લઈ લો, એ પછી તમે નિર્ણય બદલી શકશો નહીં અને પૈસા રિફંડ કરવામાં આવશે નહીં.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.