બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Google reveals list of most searched athletes in 2023, not Rohit-Virat but these Indians in top-10; Messi-Ronaldo off the list

સ્પોર્ટ્સ / ગૂગલે 2023માં સૌથી વધુ સર્ચ કરાયેલા એથ્લેટ્સની યાદી કરી જાહેર, રોહિત-વિરાટ નહીં પરંતુ આ ભારતીય ટોપ-10માં; મેસ્સી-રોનાલ્ડો લિસ્ટમાંથી બહાર

Pravin Joshi

Last Updated: 01:39 PM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ યાદીમાં ટોચના સ્થાને NFL સ્ટાર ડામર હેમલિન છે, જે બફેલો બિલ્સ માટે રમે છે. તેના પછી પેરિસ સેન્ટ-જર્મન અને ફ્રાન્સના સ્ટ્રાઈકર કિલિયન એમ્બાપ્પે છે, જ્યારે અન્ય NFL સ્ટાર ટ્રેવિસ કેલ્સ ત્રીજા નંબરે છે.

  • ગૂગલે વર્ષ 2023માં વૈશ્વિક સ્તરે સૌથી વધુ સર્ચ કરાયેલા એથ્લેટ્સની યાદી જાહેર કરી 
  • ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ યાદીમાંથી બહાર
  • ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી પણ આ યાદીમાં સામેલ નહીં
  • આ યાદીમાં ટોચના સ્થાને બફેલો બિલ્સ માટે રમનાર NFL સ્ટાર ડામર હેમલિન છે 

સર્ચ એન્જિનની દિગ્ગજ કંપની ગૂગલે વર્ષ 2023માં વૈશ્વિક સ્તરે સૌથી વધુ સર્ચ કરાયેલા એથ્લેટ્સની યાદી જાહેર કરી છે. કેટલાક મોટા સ્પોર્ટ્સ સ્ટાર્સે આ વર્ષે હેડલાઈન્સ બનાવી હતી, જેમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ અલ નસ્ર અને લિયોનેલ મેસી ઇન્ટર મિયામીમાં જોડાઈને વિશ્વને ચોંકાવી દીધા હતા. જો કે, જ્યારે વૈશ્વિક સ્તરે 'મોસ્ટ સર્ચ કરાયેલા એથ્લેટ્સ'ની યાદીની વાત આવે છે ત્યારે આ બંને ટોપ 10માં નથી જે આશ્ચર્યજનક છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ યાદીમાંથી ગેરહાજર છે. 

વર્લ્ડ કપ પહેલા વિસ્ફોટક અંદાજ: શુભમન ગિલની શાનદાર શતક: 8 મહિના બાદ  ઈન્દોરમાં AUSના બોલરોને ખૂબ ધોયા | Shubhman Gill has now become the highest  run scoring batsman after 35 ...

શુભમન ગિલે મારી બાજી

જોકે, એક ભારતીય ક્રિકેટર ટોપ 10માં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. આ ક્રિકેટર બીજું કોઈ નહીં પણ ભારતનો ઉભરતો સ્ટાર શુભમન ગિલ છે. વર્ષ 2023 આ ટોપ ઓર્ડર બેટ્સમેન માટે શાનદાર વર્ષ હતું. તેણે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. ત્રણેય ફોર્મેટમાં સદી પણ ફટકારી છે. શુભમનને ભવિષ્યના સ્ટાર તરીકે જોવામાં આવી રહ્યો છે. 2023માં તમામ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની સફળતામાં તેના પ્રદર્શનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. શુભમન વર્ષ 2023માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા એથ્લેટ્સની યાદીમાં નવમા સ્થાને છે.

23 વર્ષના આ યુવા ઓલરાઉન્ડરે તોડી નાખ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ, તેના નામ  પાછળ ઈન્ટરેસ્ટિંગ કથા I Rachin Ravindra Surpasses Sachin Tendulkar's  Milestone, Records Most Runs by ...

ન્યુઝીલેન્ડનો યુવા સેન્સેશન રચિન રવિન્દ્ર 8માં સ્થાને

જોકે, શુભમન આ યાદીમાં સૌથી વધુ રેન્ક મેળવનાર ક્રિકેટર નથી. ન્યુઝીલેન્ડનો યુવા સેન્સેશન રચિન રવિન્દ્ર 2023માં વૈશ્વિક સ્તરે સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ક્રિકેટર છે. એથ્લેટ્સમાં તે શુભમનથી એક પગલું ઉપર આઠમા સ્થાને છે. આ યાદીમાં ટોચના સ્થાને NFL સ્ટાર ડામર હેમલિન છે, જે બફેલો બિલ્સ માટે રમે છે. તેના પછી પેરિસ સેન્ટ-જર્મન અને ફ્રાન્સના સ્ટ્રાઈકર કિલિયન એમબાપ્પે છે, જ્યારે અન્ય NFL સ્ટાર ટ્રેવિસ કેલ્સ ત્રીજા નંબરે છે. NBA સ્ટાર જા મોરાન્ટ ચોથા સ્થાને છે જ્યારે બેયર્ન મ્યુનિક અને ઈંગ્લેન્ડના સ્ટ્રાઈકર હેરી કેન પાંચમા સ્થાને છે. ટેનિસમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર સર્બિયાના નોવાક જોકોવિચ સાતમા સ્થાન પર છે. આ પછી નવો ATP નંબર વન સ્પેનના કાર્લોસ અલ્કારાજ છે. ડલાસ મેવેરિક્સ તરફથી રમતી બાસ્કેટબોલ ખેલાડી કાયરી ઇરવિંગ 10માં નંબર પર છે.

અહીં જુઓ વર્ષ 2023માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા એથ્લેટ્સ

  • ડામર હેમલિન (અમેરિકન ફૂટબોલ)
  • કિલિયન અમ્બાપ્પે (સોકર)
  • ટ્રેવિસ કેલ્સ (અમેરિકન ફૂટબોલ)
  • જા મોરેન્ટ (બાસ્કેટબોલ)
  • હેરી કેન (સોકર)
  • નોવાક જોકોવિચ (ટેનિસ)
  • કાર્લોસ અલ્કારાઝ (ટેનિસ)
  • રચિન રવિન્દ્ર (ક્રિકેટ)
  • શુભમન ગિલ (ક્રિકેટ)
  • કિરી ઇરવિંગ (બાસ્કેટબોલ)
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ