બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / લો બોલો! હવે કોલ ઉઠાવવાની પણ જરૂર નહીં પડે, Googleએ કમાલ કરી દીધો, આવી જોરદાર ટેક્નોલોજી
Last Updated: 09:35 AM, 9 November 2024
અત્યારે આપણે ટેક્નોલોજીના યુગમાં રહીએ છીએ અને દરરોજ કોઈ નવી નવી ટેકનોલોજી વિકસી રહી છે. ખાસ કરીને આપણા હાથમાં રહેલ આ ફોનમાં પણ અનેક નવા ફીચર દરરોજ અપડેટ થયા રહે છે. એવામાં હાલ એક નવું ફીચર આવશે જેમાં તમારે ફોન કોલ્સ ઉઠાવીને જવાબ આપવાની પણ જરૂર નહીં પડે.
ADVERTISEMENT
આ ખાસ ફીચર એ લોકો માટે છે જેમને ફોન કોલ્સ લેવાનું પસંદ નથી. એમની માટે Google ના Pixel ફોન ઉપયોગી થઈ શકે છે. ગૂગલ 'AI રિપ્લાય' નામનું એક નવું ફીચર લાવી રહ્યું છે અને આ ફીચરની મદદથી તમારો ફોન તમારા માટેના કોલનો જવાબ આપી શકે છે.
ADVERTISEMENT
ગૂગલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નું કૉલ સ્ક્રીન ફંક્શન Google આસિસ્ટન્ટને તમારા કોલ્સનો જવાબ આપશે અને Google અત્યારે Pixel Phone એપમાં આ ફીચર માટે કામ કરી રહ્યું છે. આ ફીચર વિશે એવું કહેવાય રહ્યું છે કે જો કોઈ તમને કૉલ કરે છે, તો તમારો ફોન તે વ્યક્તિ સાથે ઑટોમૅટિક રીતે વાત કરી શકે છે.
Pixel Phoneમાં આ 'AI રિપ્લાય' ફીચર તમારા માટે યોગ્ય જવાબ તૈયાર કરશે અને તે વ્યક્તિને જણાવશે. આ ફીચર ખાસ કરીને એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે જેઓ ફોન કોલ્સ લેવાનું પસંદ કરતા નથી.
જો કોઈ વ્યક્તિ કૉલ કરે છે, તો એઆઈ રિપ્લાય વ્યક્તિએ જે કહ્યું તેના આધારે તમારા તરફથી જવાબ આપી દેશે. એટલે કે સેટ લિસ્ટમાંથી જવાબ પસંદ કરવાને બદલે, તમને AI-જનરેટેડ જવાબ મળશે જે કૉલરના સંદેશા માટે વધુ ફ્રેન્ડલી અને સાંભળવામાં સારો લાગશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.