Good news for these employees of Gujarat, State government announces Diwali bonus
નિર્ણય /
ગુજરાતના આ કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ: રાજ્ય સરકારે જાહેર કર્યું દિવાળી બોનસ, જાણો કેટલો થશે ફાયદો
Team VTV12:40 PM, 26 Oct 21
| Updated: 12:41 PM, 26 Oct 21
ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સરકારે મહત્વની જાહેરાત કરી છે, સરકારે વર્ગ 4 ના કર્મચારીઓ માટે બોનસ તેમજ એડહોક બોનસ ચુકવવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાતના નાણા વિભાગે જાહેર કર્યું બોનસ
રાજ્યના વર્ગ 4 ના કર્મીઓને દિવાળી બોનસ
30 દિવસનું એડહોક બોનસ ચૂકવવાનો નિર્ણય
ગુજરાત સરકારના વર્ગ 4 ના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યના નાણા વિભાગે વર્ગ 4 ના કર્મચારીઓ માટે દિવાળી બોનસ જાહેર કર્યું છે. જેમાં સળંગ 6 મહિનાના નોકરી હોય તેવા કર્મચારીઓને બોનસનો લાભ મળશે, સાથે જ સરકારે 30 દિવસના એડહોક બોનસ ચૂકવવાનો નિર્ણણ પણ કર્યો છે.
રાજ્યના વર્ગ 4 ના કર્મીઓને દિવાળી બોનસ
મહત્વનું છે કે સરકારની આ જાહેરાત બાદ વર્ગ 4 ના કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. કર્મચારીઓની બોનસ અંગેની જાહેરાત બાદ સરકારી કર્મચારીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આ વખતે દિવાળી 4 નવેમ્બરે જ આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓના પગાર વહેલા કરવામાં આવે તેવા નિર્દેશ પણ આપ્યા છે. જેથી કર્મચારીઓને તહેવારોમાં ખરીદી કરવામાં કોઈ મુશ્કેલી ન પડે.
30 દિવસનું એડહોક બોનસ ચૂકવવાનો નિર્ણય
જો કે હવે રાજ્ય સરકારે વર્ગ 4ના કર્મચારીઓને પણ બોનસ સહિત એડહોક બોનસ ચુકવવાની જાહેરાત કરી છે, જેમાં એડહોક બોનસની મહત્તમ મયાર્દા 3500 રૂપિયાની છે, નિયમો અનુસાર વર્ગ 4 ના કર્મચારીઓને બોનસ પ્રમાણે 31 માર્ચ 2021ના રોજ મળવાપાત્ર રહેશે. રાજ્ય સરકારની જાહેરાત બાદ હાલ તો બોનસની જાહેરાત બાદ રાજ્યના વર્ગ 4ના કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.