બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Good news for SBI customers State Bank of India is offering this special offer on shopping

ઓફર / SBI યોનોના 3.45 કરોડ યુઝર્સ માટે જબરદસ્ત ઓફર, આ રીતે શોપિંગ પર મળશે 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

Last Updated: 10:42 AM, 3 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસબીઆઇએ યોનો સુપર સેવિંગ ડેઝની જાહેરાત કરી છે, જેમાં 4થી 7 ફેબ્રુઆરી સુધી યોનો યુઝર્સને શોપિંગ પર 50 ટકા સુધીનું જોરદાર ડિસ્કાઉન્ટ મળશે.

  • એસબીઆઈના બેન્કિંગ એન્ડ લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મ યોનોના યુઝર્સ માટે સારાં સમાચાર છે
  • 3.45 કરોડ યુઝર્સને શોપિંગ પર મળશે 50% સુધીનું ડિસ્કાઉન્ટ
  • અમેઝોન પર ઓનલાઇન શોપિંગ સહિત અનેક કેટેગરીમાં છૂટ મળશે

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બેન્કિંગ એન્ડ લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મ યોનોના યુઝર્સ માટે સારાં સમાચાર છે. યોનોના યુઝર્સને બમ્પર ડિસ્કાઉન્ટ સાથે શોપિંગની તક મળશે. એસબીઆઇએ યોનો સુપર સેવિંગ ડેઝની જાહેરાત કરી છે, જેમાં 4થી 7 ફેબ્રુઆરી સુધી યોનો યુઝર્સને શોપિંગ પર 50 ટકા સુધીનું જોરદાર ડિસ્કાઉન્ટ મળશે. જેમાં યુઝર્સને ઇલેક્ટ્રોનિક્સ, ફર્નિચર, ટ્રાવેલ, હોસ્પિટાલિટી, અમેઝોન પર ઓનલાઇન શોપિંગ સહિત અનેક કેટેગરીમાં છૂટ મળશે.

યોનોએ 100થી વધુ મર્ચન્ટ્સ સાથે કાર્નિવલ માટે ભાગીદારી કરી

યોનોના લગભગ 3.45 કરોડથી વધુ યુઝર્સ આ ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે. યોનોએ તેના માટે અમેઝોન, ઓયો, સેમસંગ અને યાત્રા સહિત 100થી વધુ મર્ચન્ટ્સ સાથે ભાગીદારી કરી છે. યોનો સુપર સેવિંગ ડેઝમાં ઓયોની સાથે હોટલ બુકિંગ પર 50 ટકા સુધીની છૂટ મળી શકે છે. બીજી તરફ યાત્રા ડોટ કોમની સાથે ફ્લાઇટ બુકિંગ પર 10 ટકાની છૂટ મળશે. આ ઉપરાંત સેમસંગ મોબાઇલ અને ટેબલેટ પર 15 ટકાની છૂટ મળશે. બીજી તરફ પેપરફ્રાઈથી ફર્નિચર ખરીદવા પર 7 ટકા સુધીની વધારાની છૂટ મળશે. સાથે અમેઝોન સાથે પસંદગીની કેટેગરીની ખરીદી પર 20 ટકા સુધી કેશબેક મળશે.

યોનોને 3 વર્ષમાં 7.4 કરોડવાર ડાઉનલોડ કરવામાં આવી

એસબીઆઇના એમડી (રિટેલ એન્ડ ડિજિટલ બેન્કિંગ) સીએસ શેટ્ટીનું કહેવું છે કે યોનો સુપર સેવિંગ ડેઝ હેઠળ ગ્રાહકોને ખરીદી પર સારી ઓફર અને છૂટ મળશે. આ શોપિંગ કાર્નિવલને યોનો યુઝર્સ માટે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે માત્ર 3 વર્ષમાં યોનોને 7.4 કરોડ વાર ડાઉનલોડ કરવામાં આવ્યું છે. બીજી તરફ, 3.45 કરોડથી વધુ રજસ્ટર્ડ યુઝર્સ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Good News SBI customers special offer Offer
Noor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ