good news for home buyers government is increasing the duration of subsidy scheme on home purchase soon to give cheaper home loan
ગૂડ ન્યૂઝ /
ઘર ખરીદનારાઓને મોદી સરકારે આપી મોટી રાહત! હોમ લોન પર ફરીથી મળી શકે છે સબ્સિડી
Team VTV07:14 PM, 09 May 20
| Updated: 07:18 PM, 09 May 20
જો તમે ઘરે ખરીદવાનું વિચારી રહ્યા છો તો થોડી રાહ જુઓ. કદાચ તમે ફાયદામાં રહેશો. એક મીડિયા રિપોર્ટ્સને મળતી જાણકારી પ્રમાણે સરકાર સસ્તા વ્યાજ દર પર હોમ લોન આપવાની સ્કીમ ફરીથી શરૂ કરી શકે છે.
સરકાર Credit Linked Subsidy સ્કીમની સમય મર્યાદા વધારી શકે છે
હાઉસિંગ મિનિસ્ટ્રીએ પ્રસ્તાવ તૈયાર કરીને નાણાં મંત્રાલય સાથે ચર્ચા કરી છે
સૂત્રો પ્રમાણે મિડલ ઇનકમ ગ્રુપને હોમ લોન પર ફરીથી સબ્સિડી મળી શકે છે. સરકાર Credit Linked Subsidy સ્કીમની સમય મર્યાદા વધારી શકે છે. આ સ્કીમની મર્યાદા 1 અથવા 2 વર્ષ માટે વધારવામાં આવી શકે છે. સૂત્રો અનુસાર હાઉસિંગ મિનિસ્ટ્રીએ પ્રસ્તાવ તૈયાર કરીને નાણાં મંત્રાલય સાથે ચર્ચા કરી છે.
6 લાખથી લાખ રૂપિયા સુધીની આવક વાળા ને હોમલોન પર છૂટ
સૂત્રો અનુસાર રેરાથી પ્રોજક્ટ માટે જેટલો વધારે સમય મળશે એટલી લોન ચુકાવવાનો સમય વધી શકે છે. 6 લાખથી 12 લાખ રૂપિયા સુધીની વર્ષની આવક ધરાવતા લોકોને હોમલોન પર 4 ટકા સબ્સિડી મળશે જ્યારે 12 લાખથી 18 લાખ રૂપિયા સુધીની વર્ષની આવક ધરાવતા લોકોને હોમલોન પર 3 ટકા સબ્સિડી મળી શકે છે.
અત્યાર સુધી આશરે 3 લાખ પરિવારોને ફાયદો મળ્યો
નોંધનીય છે કે 160 અને 200 સ્કેવેર મીટર સુધીના ઘરના લોકો હોમ લોન પર આ સ્કીમ લાગૂ થશે. MIG માટે સ્કીમ 31 માર્ચ 2020એ ખતમ થઇ હતી. આ સ્કીમથી એક વર્ષમાં આશરે 55000 કરોડનો કારોબાર થાય એવી શક્યતા છે. અત્યાર સુધી આશરે 3 લાખ પરિવારોને ફાયદો મળે છે જ્યારે આશરે 1 લાખ આવેદન હજુ પણ લંબિત છે. સરકારનો હેતુ રિયલ એસ્ટેટમા ડિમાન્ડ વધારવાનો છે. જણાવી દઇએ કે હાઉસિંગ મિનિસ્ટ્રી દ્વારા તૈયાર આ પ્રસ્તાવને જલ્દી અંતિમ મંજૂરી મળી શકે છે.