બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:45 PM, 28 February 2020
ADVERTISEMENT
આજે રિલિઝ થયેલી આ ફિલ્મ તમને ખાટા મીઠા સ્વાદનો ઠેસડો પડાવી દેશે. સમોસુ ઉર્ફે સાહિલ મોહન સુતરિયા(મલ્હાર ઠાકર ), મોસુ ઉર્ફે મોહન સુતરિયા (સચીન ખેડેકર), જોસુ ઉર્ફે જ્યોત્સના બેન સુતરીયા (વંદના પાઠક) અને હર્ષિતા (માનસી પારેખ ગોહીલ)ના ખાટા મીઠા પ્રસંગો એટલે ગોળ કેરી.
મરાઠી ફિલ્મમાંથી બની છે રીમેક
ADVERTISEMENT
2017માં આવેલી મુરબ્બા નામની મરાઠી ફિલ્મની ઓફિશ્યલ રિમેક એટલે ગોળ કેરી.
પારિવારિક ફિલ્મ છે જે તમને હસાવશે. રડાવશે પણ ખરી
વિરલ શાહ અને અમાત્યા ગોરડિયાએ આ ફિલ્મની પટકથા લખી છે. દિગ્દર્શક પણ વિરલ શાહ છે. કોમોડી ઝોનરની ફિલ્મ છે. ફિલ્મમાં આજના યુવાનોનું પ્રતિબિંબ આબાદ ઝીલાયુ છે. જો કે, લેખક બંને પાત્રોની સ્પષ્ટતા કરવામાં ક્યાંક થોડા કાચા પડ્યા છે. આફ્ટર ઓલ એક પારિવારિક ફિલ્મ છે જે તમને હસાવશે. રડાવશે પણ ખરી.
ફિલ્મ પ્રિડિક્ટેબલ છે
ગોળ કેરીની કહાની તમે આરામથી પ્રિડક્ટ કરી શકો. પણ હા માતા-પિતાના પાત્રોનું આલેખન સરસ છે. હર્ષિતા અને સાહિલ પાત્રો પણ સરસ છે. પરંતુ માતા-પિતા અને પુત્રના સંવાદ હજુ થોડા ચોટદાર લખી શકાયા હોત.
જુઓ ટ્રેલર
અભિનય અફલાતૂન
ફિલ્મમાં જેટલા પણ પાત્રો છે તે તમામનો અભિનય અફલાતૂન છે. મલ્હાર એઝ ઈટીઝ અમદાવાદી બોયસના પાત્રમાં મેદાન મારી જાય છે તો માનસીનું કેરેક્ટર ગજબનું છે. વળી સચીન ખેડેકરનો અભિનય એટલો અસરકારક છે કે તેના અમુક સંવાદ રીતસર તમને ઠેસડો પાડી દેશે. વંદના પાઠકનો અભિનય પણ આંખોને ગમી જાય તેવો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.