બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / અજબ ગજબ / gold man samrat moze death pune maharashtra

દુ:ખદ / શરીર પર 10 કિલો સોનું પહેરતા ગોલ્ડમેનનું થયું અચાનક આ કારણથી મોત

Published By: Krupa

Last Updated: 09:54 PM, 7 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોડો રૂપિયાનું ગોલ્ડ પોતાના શરીર પર પહેનનાર ગોલ્ડ મેનના રૂપમાં જાણીતા સમ્રાટનું મંગળવારે મૃત્યુ થઇ ગયું છે. સમ્રાટ પોતાના શરીર પર આઠ થી 10 કિલો ગોલ્ડ પહેરતો હતો.

પૂનાના સંગમવાડી વિસ્તારમાં રહેતા સમગ્રાટ મોઝા પોતાના શરીર પર દરરોજ 8 થી 10 કિલોના સોનાના ઘરેણા અને કિમતી જ્વેલરી પહેરવાનો શોખના કારણે સમ્રાટ ગોલ્ડ મેનના નામથી લોકોની વચ્ચે ખૂબ જ ઓછા સમયમાં જાણીતા થઇ ગયા હતા. આ દરમિયાન સમ્રાટ રાજ્યમાં જ્યાં પણ જતા ત્યાં એમની સાથે સેલ્ફી પડાવવા માટે લોકોની ભારે ભીડ થઇ જતી. 

37 વર્ષના સમ્રાટ હીરામન મોઝેનું એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં મોત થયું. મોતનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવી રહ્યું છે. સમ્રાટ મોઝેના ભાઇ યુવરાજ મોઝે અને નજીકના મિત્ર મિલિંદ ગાયકવાડે મીડિયા સાથે વાત કરતાં આ દુ:ખદ સમાચાર જણાવ્યા હતા. 

સમ્રાટ એક બિઝનેસમેન હતો જેની રાજકારણમાં સારી ઓળખાય હતી. એમને પૂનામાં ટૂરિસ્ટ બસો માટે પહેલી ખાનગી બસ ડેપો અને પાર્કિંગ શરૂ કર્યું હતું. બસ ડેપો અને પાર્કિંગ ઉપરાંત સમ્રાટ જમીનની ખરીદ વેંચાણનું કામ કરતો હતો. 

સમ્રાટ મોઝેના લગ્ન થઇ ગયા છે. એમની પાછળ હવે પત્ની અને બે બાળક છે. જેની ઉંમર અને પાંચ અને 3 વર્ષ છે. સમ્રાટ મોઝે જૉઇન્ટ ફેમિલીમાં પૂનામાં સંગમ વાડી વિસ્તારમાં રહેતા હતા. ગત સપ્તાહે સમ્રાટ મોઝેએ પોતાના મિત્ર અને પરિવાર લોકોની સાથે પોતાની 37મી જન્મદિવસ ઊજવ્યો હતો જેમાં ઘણા લોકો સમ્રાટને શુભેચ્છા આપવા પહોંચ્યા હતા. 

રાજનીતિથી એના પરિવારનો પહેલાથી લગાવ હતો. એમના કાકા રામભાઉ મોઝે પૂનાના દાપૌડી વિધાન સભા નિર્વાચન ક્ષેત્રથી ત્રણ વખત ધારાસભ્ય બન્યા હતા. થોડાક સમય સુધી સમ્રાટ મોઝે રાષ્ટ્રવાદી કોંગ્રેસથી પણ જોડાયેલા રહ્યા. 

આ પહેલા પૂનાના MNS ધારાસભ્ય રમેશ વાંજલે અને ઉદ્યોગપતિ દત્તા ફુગે આ પ્રકારનો શોખ રાખતા હતા જેમને દેશ-વિદેશમાં ગોલ્ડન મેનના નામથી ઓળખવામાં આવતા હતા. ધારાસભ્ય વાંજલેને હાર્ટ એટેક આવવાથી મોત થયું હતું તો ઉદ્યોગપતિ દત્તા ફુગેની હત્યા કરવામાં આવી હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Gold man Mumbai Samrat moze ગોલ્ડ મેન સોનું sad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ