ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / આવી ગયા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનને લઇ ગુડ ન્યૂઝ, પૂરું થવા જઇ રહ્યું છે આ કામ

પ્રોજેક્ટ / આવી ગયા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનને લઇ ગુડ ન્યૂઝ, પૂરું થવા જઇ રહ્યું છે આ કામ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:59 AM, 31 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mumbai-Ahmedabad Bullet Train: દેશમાં 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાટા પર દોડનાર બુલેટ ટ્રેન માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જે પ્રોજેક્ટમાં એક વધુ મહત્વપૂર્ણ સફળતા મળી છે, પ્રથમ પાવર સબસ્ટેશનનું બાંધકામ પૂર્ણ થવાનું છે.

ADVERTISEMENT

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગ રૂપે ગુજરાતના નવસારી જિલ્લાના બિલીમોરામાં પ્રથમ ટ્રેક્શન સબસ્ટેશન (TSS) બાંધકામના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. હાઇ-સ્પીડ રેલ કોરિડોર પર ટ્રેનોના અવિરત સંચાલન માટે વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે કુલ 14 ટ્રેક્શન સબસ્ટેશન વિકસાવવામાં આવી રહ્યા છે. બિલીમોરા સબસ્ટેશનનું બાંધકામ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે. આશરે 18,000 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલા આ સબસ્ટેશન પર બાંધકામનું કામ મોટાભાગે પૂર્ણ થયું છે.

અહી ઉપકરણોનું લગાવવુ, પરીક્ષણ અને કમિશનિંગ ચાલુ છે. બિલ્ડિંગમાં કંટ્રોલ પેનલ, ચેન્જઓવર સ્વીચો, ટ્રાન્સફોર્મર અને સર્કિટ બ્રેકર્સું ઇન્સ્ટ્રોલેશન કામ પૂર્ણ થઈ ગયું છે. આ ઉપરાંત બધા ગેન્ટ્રી ટાવર અને બીમનું બાંધકામ પણ પૂર્ણ થઈ ગયું છે.

મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પર કુલ 14 ટ્રેક્શન સબસ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. આમાંથી પાંચ મહારાષ્ટ્રમાં અને નવ ગુજરાતમાં સ્થિત હશે. મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસર અને થાણે ડેપોમાં સબસ્ટેશન વિકસાવવામાં આવશે. ગુજરાતમાં વલસાડ જિલ્લાના વાપી તેમજ બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, મહેમતાબાદ, અમદાવાદ અને સાબરમતી ડેપોમાં ટ્રેક્શન સબસ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. આનો હેતુ કોરિડોર સાથે એક મજબૂત પાવર સપ્લાય નેટવર્ક બનાવવાનો છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ નેશનલ / અંતરિક્ષમાં ભારતની મોટી છલાંગ: ISRO દ્વારા નવી પેઢીના NVS-03 નેવિગેશન સેટેલાઈટનું સફળ લોન્ચિંગ

220 કેવી ગ્રીડમાંથી વીજળી પૂરી પાડવામાં આવશે

ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ટ્રેક્શન સબસ્ટેશનને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના 220 કેવી અંબેથા ગ્રીડ સબસ્ટેશનમાંથી વીજળી પ્રાપ્ત થશે. આ પાવરને જરૂરી વોલ્ટેજ સ્તરમાં રૂપાંતરિત કરવામાં આવશે અને પછી કોરિડોર પર સ્થાપિત ઓવરહેડ ઇક્વિપમેન્ટમાં ટ્રાન્સમિટ કરવામાં આવશે. આ હાંસલ કરવા માટે પ્રોજેક્ટ 2x25 કેવી ટ્રેક્શન પાવર સપ્લાય સિસ્ટમ અપનાવે છે. ઓવરહેડ સાધનો દ્વારા ટ્રેનોમાં વીજળી પહોચશે. ટ્રેનના પેન્ટોગ્રાફ ઓવરહેડ વાયર સાથે જોડાશે અને વીજળી મેળવશે, જેનાથી હાઇ-સ્પીડ ટ્રેનનું સંચાલન શક્ય બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bullet Train News Mumbai News Ahmedabad News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ