બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / goa trip in low budget tour package
Last Updated: 09:36 PM, 1 March 2024
જો તમે પણ ગોવા ફરવા જવા માંગો છો અને પૈસાની તંગીના કારણે ફરવા જઈ શકતા નથી તો અહીંયા અમે તમને ઓછા બજેટમાં ગોવા કેવી રીતે ફરી શકાય તે માટેની ટિપ્સ આપી રહ્યા છે. આ ટિપ્સથી તમે 10 હજાર કરતા પણ ઓછા પૈસામાં ગોવા ફરવા જઈ શકે છો. બાગા બીચની સાથે સાથે ફ્લી માર્કેટની પણ મજા લઈ શકશો. આવો જાણીએ ઓછા બજેટમાં ગોવાની ટૂર કેવી રીતે કરી શકાય. જે માટે તમારે ટ્રેનથી સફર કરવાનું રહેશે. શેરિંગ કેબ અને શેરિંગ હોટલમાં રહેવું પડશે.
ADVERTISEMENT
ટ્રેન- સસ્તામાં ગોવાની ટૂર કરવા માટે તમારે ટ્રેનથી ગોવા જવું પડશે. જે માટે તમારે થિવિમ રેલવે સ્ટેશનની ટિકીટ લો. ગોવાની સૌથી નજીક થિવિમ રેલવે સ્ટેશન છે, એક વ્યક્તિની ટ્રેનની ટિકીટ 800થી 1,000 રૂપિયાની રહેશે.
શેરિંગ કેબ- થિવિમ રેલવે સ્ટેશન પર ઉતર્યા પછી શેરિંગ કેબ લઈ શકો છો. જે માટે તમારા પૈસા બચી જશે. ગોવાની નજીકની હોટલ સુધી જવા માટે શેરિંગ કેબ લો, જે માટે તમારે 400થી 500 રૂપિયા આપવાના રહેશે.
ADVERTISEMENT
હોટલ- ગોવામાં એક રાત રહેવા માટે શેરિંગ રૂમ બુક કરી લો. ગોવામાં તમને 500થી 600 રૂપિયામાં એક રાત માટે હોટલમાં શેરિંગ રૂમ મળી જશે. ઉપરાંત શેરિંગ હોસ્ટેલ અથવા ડોરમેટ્રી રૂમ પણ બુક કરી શકો છો.
સ્કૂટી- ગોવામાં સ્કૂટી ભાડે મળે છે. સવારે ઉઠ્યા પછી સ્કૂટી બુક કરી લો. એક દિવસનું ભાડુ 400તી 500 રૂપિયા હોય છે. સ્કૂટી બુક કર્યા પછી તમે આખુ ગોવા સ્કૂટી પર ફરી શકો છો. ગોવામાં સૌથી પહેલા બાગા બીચ પર જાઓ, જ્યાં સમુદ્રનો સુંદર નજારો જોવા મળશે. જો તમારું બજેટ હોય તો તમે પેરાસેઈલિંગ અને વોટર સ્પોર્ટ્સની મજા પણ લઈ શકો છો. બાગા બીચ પર અડધો દિવસ રહ્યા પછી ટિટોસ લેન ગોવા ક્લબ પર જાઓ, જે બાગા બીચથી ખૂબ જ નજીક છે.
ADVERTISEMENT
વધુ વાંચો: શું તમે જાણો છો? UPI Apps પણ મોબાઇલ રિચાર્જ કરવા પર વસૂલી રહી છે પૈસા, જાણો કેટલાં
ફ્લી માર્કેટ ગોવા- ગોવાનું ફ્લી માર્કેટ ખૂબ જ ફેમસ છે. જ્યાં તમને તમારા બજેટ અનુસાર બધો જ સામાન મળી રહેશે. ગોવાની ફેમસ ડીશ પણ ટ્રાય કરી શકો છો. ગોવાની ફિશ થાળી, આમલેટ અને ચીકન ક્રાફિલ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ગોવા જઈને આ ત્રણ વાનગી જરૂરથી ખાવી જોઈએ.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.