ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / upi app charges convenience fee for mobile recharge paytm to google pay transaction

જાણવા જેવું / શું તમે જાણો છો? UPI Apps પણ મોબાઇલ રિચાર્જ કરવા પર વસૂલી રહી છે પૈસા, જાણો કેટલાં

Published By: Vikram Mehta

Last Updated: 03:59 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોબાઈલ રિચાર્જ કરવા માટે પણ ફી વસૂલવામાં આવે છે. હાલના સમયમાં લોકો ગણતરીની સેકન્ડમાં UPIથી ટ્રાન્ઝેક્શન કરે છે. કોઈ દુકાન પર પેમેન્ટ અથવા મોબાઈલ રિચાર્જ માટે માત્ર ગણતરીની સેકન્ડની જ રાહ જોવી પડે છે.

ADVERTISEMENT

ઓનલાઈન પેમેન્ટ માટે યુપીઆઈનો ઉપયોગ કરતો હોવ તો તમારે પેમેન્ટ કરતી વખથે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.  UPIએ ભારતમાં ડિજિટલ પેમેન્ટને (Digital Payment) વધારવામાં મદદ કરી છે. ઈન્ટરનેટ (Internet) અને સ્માર્ટફોનની (Smartphone) સરળ પહોંચે ડિજિટલ પેમેન્ટની ગામે ગામ સુધી પહોંચ બનાવી છે. જોકે હજુ પણ ભારતમાં આવા લોકોની સંખ્યા વધારે છે. જે હજુ પણ ફિચર ફોનનો ઉપયોગ કરે છે. 

મહત્વનું છે કે અત્યારે દેશમાં ફક્ત સ્માર્ટફોન યુઝર જ યૂપીઆઈ દ્વારા ડીજીટલ પેમેન્ટ કરવામાં સક્ષમ છે, જ્યારે ફીચર ફોનમાં આ પ્રકારની પેમેન્ટ કરવાની કોઈ સુવિધા આપવામાં આવી નથી. UPI એપ્લિકેશનથી પેમેન્ટ કરવામાં આવે તો સર્વિસ ફીના નામે પેમેન્ટ કરવાનું રહે છે. મોબાઈલ રિચાર્જ કરવા માટે પણ ફી વસૂલવામાં આવે છે. હાલના સમયમાં લોકો ગણતરીની સેકન્ડમાં UPIથી ટ્રાન્ઝેક્શન કરે છે. કોઈ દુકાન પર પેમેન્ટ અથવા મોબાઈલ રિચાર્જ માટે માત્ર ગણતરીની સેકન્ડની જ રાહ જોવી પડે છે. 

તમે UPI મારફતે અથવા યુપીઆઈની કોઈ પણ એપ્લીકેશન જેવી કે પેટીએમ, ફોન પે, ભીમ એપ્લીકેશન મારફતે પણ પેમેન્ટ કરી શકો છે. ભારતમાં કરોડો લોકો સરળ અને સુરક્ષિત રીતે UPIનો ઉપયોગ કરી રહ્યા છે. વિદેશોમાં પણ UPIની માંગ વધી રહી છે. 

વધુ વાંચો: નથી કોલ કરતાં કે નથી મેસેજ, સ્માર્ટફોન વાપરનારા 86% લોકો કરે છે આ કામ, રિપોર્ટ નવાઈ પમાડે તેવો

જો તમે UPIથી મોબાઈલ રિચાર્જ કરો છો, તો તમને જાણ હોવી જોઈએ કે, કંપની તમારી પાસેથી કન્વીનિયંસ ફી વસૂલે છે. જો તમે ગૂગલ પેથી રિચાર્જ કરો તો તમારે 100 રૂપિયાના રિચાર્જ પર 1 રૂપિયો,  200 રૂપિયાના રિચાર્જ પર 2 રૂપિયા અને 300 રૂપિયાના રિચાર્જ પર વધુ 3 રૂપિયા આપવા પડશે. જો તમે પેટીએમથી રિચાર્જ કરો છો, તો તમારે બેથી ત્રણ રૂપિયા કન્વીનિયંસ ફી આપવી પડી શકે છે. ફોન પે તથા અન્ય UPI એપ્લિકેશન પર પણ 3થી 6 રૂપિયા સુધીની ફી વસૂલવામાં આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

UPI Convenience Fee UPI Transaction UPI ટ્રાન્ઝેક્શન UPI ફી mobile recharge fee online payment fee upi app charges ઓનલાઈન પેમેન્ટ ફી મોબાઈલ રિચાર્જ ફી upi app charges

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ