બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / ટેક અને ઓટો / Why indian people are using smart phone for?

ના હોય! / નથી કોલ કરતાં કે નથી મેસેજ, સ્માર્ટફોન વાપરનારા 86% લોકો કરે છે આ કામ, રિપોર્ટ નવાઈ પમાડે તેવો

Kinjari

Last Updated: 03:00 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં 80 કરોડથી વધુ લોકો કોઈને કોઈ ઉપકરણ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે, હવે ઈન્ટરનેટનો ઉપયોગ માત્ર વિડીયો કોલ, UPI પેમેન્ટ અને ઓનલાઈન શોપિંગ પૂરતો સીમિત નથી રહ્યો.

  • ભારતીય લોકો કેમ વાપરે છે ફોન
  • ફોન કે મેસેજ સિવાય શું છે કારણ
  • 80 કરોડથી વધારે ઇન્ટરનેટ યુઝર્સ છે

ભારતમાં 800 મિલિયન (80 કરોડ) થી વધુ ઇન્ટરનેટ યુઝર્સ છે અને તેમાંથી 86 ટકા ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ પર ઑડિયો અને વિડિયો સેવાઓનો લાભ લઈ રહ્યા છે.

ઈન્ટરનેટ ઈન ઈન્ડિયા રિપોર્ટ 2023 અનુસાર, 90 ટકાથી વધુ ભારતીયો દરરોજ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે અને સરેરાશ 1.5 કલાક ઈન્ટરનેટ પર પસાર કરે છે. જો કે, ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) અને કંતારના અહેવાલો અનુસાર, ઈન્ટરનેટ યુઝર્સનો વિકાસ દર હવે ધીમી ગતિએ વધી રહ્યો છે.

82 કરોડ લોકો એક્ટિવ ઈન્ટરનેટ યુઝર્સ છે
રિપોર્ટ અનુસાર, 2023 સુધીમાં દેશમાં 82 કરોડ લોકો સક્રિયપણે ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા હતા. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે દેશની લગભગ 55% વસ્તીએ તાજેતરમાં ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઇન્ટરનેટનો ઉપયોગ કરતી લગભગ 53 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોની છે.

OTT પ્લેટફોર્મનો ઉપયોગ વધ્યો છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ટરનેટ પેનિટ્રેશન વધવાને કારણે OTT સબસ્ક્રિપ્શનની માગમાં ભારે વધારો થયો છે. ડિજિટલ પેમેન્ટ, ઓનલાઈન શોપિંગ અને સોશ્યલ મીડિયા ઉપરાંત OTTની માગ પણ ઝડપથી વધી છે. આ ઉપરાંત, દર વર્ષે લાખો નવા ગ્રાહકો પણ ઑનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ સાથે જોડાઈ રહ્યા છે. સ્ટ્રીમિંગ એપ્સને કારણે મોબાઈલ ડેટાનો વપરાશ પણ વધ્યો છે.

OTT બની ત્રીજી સૌથી મોટી સેવા
ઓડિયો વિડિયો કોલિંગ અને સોશ્યલ મીડિયા પછી, OTT ઇન્ટરનેટ પર ચાલતી ત્રીજી સૌથી મોટી સેવા બની ગઈ છે. રિપોર્ટ અનુસાર, લગભગ 62 કરોડ યુઝર્સ કોલ માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે અને લગભગ 57 કરોડ યુઝર્સ સોશિયલ મીડિયા માટે ઉપયોગ કરે છે. 

મોબાઈલ ઉપરાંત અન્ય ઉપકરણો જેવા કે સ્માર્ટ ટેલિવિઝન, ફાયર સ્ટીક, સ્માર્ટ સ્પીકર અને ગૂગલ ક્રોમકાસ્ટનો ઉપયોગ મનોરંજન માટે સૌથી વધુ થઈ રહ્યો છે. 2023માં અંદાજે 20 કરોડ લોકો આ ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ