બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / gmail-password-forgot-here-how-to-recover-google-account

NULL / ભૂલી ગયા છો તમારો Gmailનો પાસવર્ડ? આ રીતે કરો એકાઉન્ટ રિકવર

Published By: vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ઘણી વખતે એવું બનતુ હોય છે કે એક સાથે બેથી વધારે ઇમેઇલ આઇડી હોય ત્યારે પાસવર્ડ ભૂલી જતા હોય છે. ખાસ કરીને જ્યારે એક લાંબા સમય બાદ લોગઈન કરવામાં આવે ત્યારે આવું બનતું હોય છે અથવા બીજા કોઈ ડિવાઈસમાં એકાઉન્ટ ખોલવામાં આવે ત્યારે એવું બનતુ હોય છે. મહત્ત્વનો મેલ આવ્યો હોય ત્યારે પાસવર્ડ ન ખૂલે તો સમસ્યાઓ ઊભી થાય છે. એવું પણ બની શકે છે કે હેકર્સ એકાઉન્ટના એક્સેસ લઈને પાસવર્ડ બદલી પણ નાંખે છે. કેટલાક લોકો આ માટે થર્ડ પાર્ટીનો ઉપયોગ કરે છે. જ્યાં તેઓ તમામ પ્રકારના પાસવર્ડ સેવ કરીને રાખે છે. 

ફૉલો કરો આ સ્ટેપ્સ:

– સૌથી પહેલા Gmail ડોમેઈન ધરાવતા યુઝર આઈડી યાદ હોવા જોઈએ

- ત્યાર બાદ Gmail સાઈટ પર સાઈન ઈન બાદ યુઝર આઈડી નાંખીને ‘Forgot Password’ કરો.

- હવે જે પાસવર્ડ યાદ હોય તે ટાઇપ કરો અથવા પાસવર્ડ યાદ ના હોય તો ‘Try Another Way’ કરો 

- ત્યાર બાદ ગૂગલ પૂછશે કે ફોન નંબર વેરિફિકેશન અને તેને લઈને એક નોટિફિકેશન મોબાઇલમાં મોકલી આપશે જે  એકાઉન્ટ સાથે આપેલો હશે.

ફોન ના હોય ત્યારે:

– જો તમારી પાસે તમારો ફોન ન હોય તો ગુગલ વેરિફિકેશન કોડ બીજા આઇડી પર મોકલશે.

- બીજુ ઇમેલ આઇડી પણ ન હોય તો ‘Try Another Way’ પર ક્લિક કરો.

- આટલી પ્રક્રિયા બાદ ગુગલ એ પણ સવાલ કરશે કે તમારી પાસે એવા કોઇ કોન્ટેક્ટ છે જેના પર વેરિફેકશન કોડ મોકલી શકાય.

- આ પછી કોઇ એક્સેસેબલ ઈ-મેલ આઈડી આપીને ફરી તે કોડ લઈ શકાય છે. ગુગલ ડાયલોગ બોક્સમાં તે નાખવાથી મેલ એક્ટિવ થઇ જાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ