બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ખરાબ પ્રદર્શનને લીધે તેને ટીમમાંથી રિલીઝ કરી દેવામાં આવ્યો હતો
આઈપીએલનાં 14માં સિઝનમાં વિરાટ કોહલીની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગ્લેન મેક્સવેલને હરાજીમાં 14.25 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. આઈપીએલ 2020માં પંજાબની ટીમમાં ખરાબ પ્રદર્શનને લીધે તેને ટીમમાંથી રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. પણ હવે આ પ્લેયર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમશે. વિરાટ કોહલી આગામી સિઝનમાં ગ્લેન મેક્સવેલનો પણ કેપ્ટન રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
માનસિક કારણોને લીધે ક્રિકેટમાંથી વિશ્રામ પર હતો
આઈપીએલની આગામી સિઝન પહેલા ઓસ્ટ્રેલિયાનાં આ પ્લેયરે મોટો ખુલાસો કર્યો છે. ગ્લેન મેક્સવેલે જણાવ્યું કે, તેની કોહલી સાથે ખૂબ સરસ મિત્રતા છે અને જ્યારે તે 2019માં માનસિક કારણોને લીધે ક્રિકેટમાંથી વિશ્રામ પર હતો ત્યારે ભારતીય સ્ટાર પ્લેયર વિરાટ કોહલી તેનાં સમર્થનમાં આવ્યો હતો. મેક્સવેલે કહ્યુ કે, તેણે મારુ ખુલીને સમર્થન કર્યું હતું. એક રીતે તે મારી બધી બાબતને સમજી ગયો હતો અને તે સમજી ગયો હતો કે હું કેવી પરિસ્થિતમાંથી પસાર થઈ રહ્યો હતો.
ADVERTISEMENT
આતુર અને ઉત્સાહિત જોવા મળી રહ્યો છે
ADVERTISEMENT
ગ્લેન મેક્સવેલ આઈપીએલમાં વિરાટ કોહલી પાસેથી શીખ લેવા અને સાથે રમવા માટે આતુર અને ઉત્સાહિત જોવા મળી રહ્યો છે. તેણે કહ્યું કે, કોહલી ટેસ્ટથી લઈને ટી-20 સુધીનાં દરેક ક્ષેત્રોમાં છવાયેલો છે અને છેલ્લા ઘણાં સમયથી તે ક્રિકેટનાં શિખર પર છે. તે પરિસ્થિતિનાં અનુરુપ રહીને ગેમમાં ઢળાઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.