બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / Glenn Maxwell Hospitalised After Getting Drunk, Australia Coach Issues Stern Statement

ટલ્લી ક્રિકેટર / ફૂલ દારુ પીવાને કારણે આ મોટા ક્રિકેટરની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ, વર્લ્ડ કપનો હીરો છે

Hiralal

Last Updated: 08:29 PM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સામેની વર્લ્ડ કપની ફાઈનલમાં વિનિંગ શોટ મારીને પોતાના દેશને જીતાડનાર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

  • ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ હોસ્પિટલમાં 
  • એડિલેડમાં પાર્ટીમાં પી ગયો ફૂલ દારુ
  • ફૂલ પી જતા ભાન ભૂલ્યો, બેહાશ થતાં હોસ્પિટલમાં દાખલ 

વર્લ્ડ કપનો હીરો રહેલા ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને દારુ પીવાનું ખૂબ ભારે પડ્યું. એડિલેડમાં એક પાર્ટીમાં મેક્સવેલ ગજા કરતાં વધારે દારુ પી ગયો હતો જેને કારણે તેની તબિયત બગડી હતી અને તેને એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો હતો. તેણે એટલો દારુ પીધો કે ઉઠવાનું પણ ભાન રહ્યું નહોતું. મેક્સવેલે એડિલેડમાં એક પ્રખ્યાત ગોલ્ફ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ પછી તે પબમાં પહોંચી ગયો. પબમાં પાર્ટી દરમિયાન મેક્સવેલે ઘણી પાર્ટી કરી હતી. આ પછી, તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ. ત્યારબાદ તેને તાત્કાલિક રોયલ એડીલેડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. 

લોકોને ઓટોગ્રાફ આપીને મિત્ર સાથે સ્ટેજ પાછળ જઈને પીધો બરાબરનો 
એડિલેડના શો દરમિયાન મેક્સવેલ ચાહકો સાથે ઘણા ફોટા પડાવ્યાં હતા ત્યાર બાદ તે અને તેના મિત્રો સ્ટેજની પાછળ દારૂ પીને ગીત ગાવા જતા રહ્યા હતા. પછી બીજા મિત્રો પણ રૂમમાં આવ્યા. આ દરમિયાન મેક્સવેલ બેહોશ થઈ ગયો હતો અને જાતે ઊભો રહી શકે તેવી પણ હાલતમાં નહોતો રહ્યો ત્યારબાદ મેક્સવેલને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, તેને થોડા જ સમયમાં હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી અને હવે તે ટીમની સાથે છે.

મેક્સવેલને ખૂબ શરમ 
મેક્સવેલને આ ઘટનાનો ખેદ છે તેણે કહ્યું કે હું આ ઘટનાથી ઘણી શરમ અનુભવું છું. આ ઘટના બાદ હેડ કોચ મેકડોનાલ્ડ્સે મેક્સવેલને આકરી ચેતવણી આપી હતી અને જરા માપમાં પીવાની સલાહ આપી હતી. ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં આ ઘટના ઘણા પડઘા પડ્યાં હતા. 

2023ના વર્લ્ડ કપનો હીરો છે મેક્સવેલ 
ઉલ્લેખનીય છે ગ્લેન મેક્સવેલ 2023ના વર્લ્ડ કપનો હીરો છે. વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામેની તેની 201 રનની ઈનિંગ તો આખી દુનિયાને યાદ છે. રમી ન શકાય તેટલી ઈજાની હાલતમાં મેક્સવેલે 128 બોલમાં 201 રન ફટકારતાં ઓસ્ટ્રેલિયાની અફઘાનિસ્તાન સામે મોટી જીત થઈ હતી. ભારત સામેની ફાઈનલમાં પણ મેક્સવેલે વિનિંગ શોટ ફટકારીને દેશને વર્લ્ડ કપ અપાવ્યો હતો. 

ભારતનો જમાઈ છે મેક્સવેલ
ઉલ્લેખનીય છે કે મેક્લવેલ ભારતીય મૂળની વિની રમણ સાથે લગ્ન કર્યાં છે. વિનીનો પરિવાર તામિલનાડુનો છે અને વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ