બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Girls hit each other with sticks and punches at night in Uttarakhand's Roorkee

ભયંકર ફાઈટ / VIDEO : રાતે છોકરી પર ચાર છોકરીઓના પડવા લાગ્યા ધડાધડ ધોકા, લુખ્ખાગીરીનો વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 09:36 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના રુડકીમાં ચાર છોકરીઓએ ધોકા અને ડંડા લઈને એક છોકરી પર તૂટી પડી હતી જેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તેમને ઝડપી પાડી.

  • ઉત્તરાખંડના રુડકીનો વીડિયો વાયરલ
  • 4 છોકરીઓએ ડંડાથી ફટકારી એક છોકરીને
  • મામૂલી વાતે માથાકૂટ થતા વેર વાળ્યું

ઉત્તરાખંડના રુડકીમાં છોકરીઓની મારપીટનો એક વીડિયો વાયરલ થયા બાદ સનસનાટી ફેલાઈ ગઈ હતી. જેમાં 4 યુવતીઓ રોડ પર એક યુવતીને લાકડીઓ વડે માર મારતી જોવા મળી હતી, જેની પોલીસે અટકાયત કરી છે. પોલીસે કાર્યવાહી કરવાની સાથે સાથે આ ચારેયને ભવિષ્યમાં આવું ન કરવા પણ સૂચના આપી છે. રુડકી સિવિલ લાઈન્સ કોતવાલી વિસ્તારમાં કેટલીક યુવતીઓ વચ્ચે બોલાચાલી થઇ હતી, જે એટલી વધી ગઇ હતી કે યુવતીઓએ હોટલ સેન્ટર પોઇન્ટની સામે જ એક યુવતી પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પોલીસે યુવતીઓની અટકાયત કરી
4 છોકરીઓ જ્યારે એક છોકરીને મારી રહી હતી ત્યારે ત્યાં ઉભેલા એક વ્યક્તિએ તેના મોબાઈલમાં આ ઘટના કેદ કરી લીધી હતી અને તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ પછી પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી અને સિવિલ લાઈન કોતવાલી પોલીસે 4 યુવતીઓની અટકાયત કરી હતી. 

શું હતું ઝગડાનું મૂળ 
રામપુરમાં પીડિત છોકરીના જૂથ અને માર મારનાર 4 છોકરીઓ વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો અને છોકરીઓએ તેને દાઝમાં રાખી હતી અને આજે લાગ મળ્યો તેમાં છોકરીનો ઘડ્યો લાડવો કરી નાખ્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ