બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / અજબ ગજબ / Giant Plague Grave Could Be Largest Mass Burial Site Ever Seen in Europe

સામૂહિક કબર / ખેતર ખોદતાં નીકળ્યાં 1500 હાડપિંજરો, ઠાંસીને દફનાવાયા, આ જીવડાંએ મારી નાખ્યાં

Hiralal

Last Updated: 10:11 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જર્મનીમાં બુબોનિક પ્લેગથી મરાયેલા 1500 લોકોના હાડપિંજરો મળી આવતાં વૈજ્ઞાનિકોને ભારે નવાઈ લાગી છે.

વૈજ્ઞાનિકોએ યુરોપના અત્યાર સુધીના સૌથી મોટા સામૂહિક કબ્રસ્તાનને ખુલ્લી પાડી છે. કબરમાં દફનાવાયેલા તમામ લોકો ચાંચડ નામના જંતુથી ફેલાતાં પ્લેગથી મર્યાં હતા અને અહીં તેમને સાથે જ કબરમાં દાટી દેવાયાં હતા. આ તો હજુ કંઈ નથી કારણે જે સમયે પ્લેગ ફેલાયો હતો તે સમયે લાખો લોકો મર્યાં હતા અને ખોદકામમાં હજુ હજારોની સંખ્યામાં હાડપિંજરો હાથ લાગી શકે છે. 

સામૂહિક કબરમાં 1500 લોકોના હાડપિંજરો મળ્યાં 
જર્મનીના ન્યુરેમ્બર્ગમાં સામૂહિક કબરમાં ઓછામાં ઓછા 1500 લોકોના હાડપિંજરો મળી આવ્યાં છે. 17મી સદીના પૂર્વાર્ધમાં ચાંચડ નામના જીવડાંને કારણે ફેલાયેલા બુબોનિક પ્લેગથી  લોકો મર્યા હતા જેમને અહીં દફનાવાયા હતા. કબરનો મંજર જોઈને ડરી જવાય તેવું છે. આજુબાજુમાં લાઈનબંધ લોકોને દફનાવાયા હતા, કબરમાં ખોપડીઓ અને હાડકાંનો માળો મળી આવ્યો હતો. કેટલાક મૃતદેહોને જ્યારે દફનાવવામાં આવ્યા ત્યારે તેઓ કપડાંમાં હતા અથવા કપડામાં વીંટાળેલા હતા, પરંતુ સામાન્ય રીતે તેમને દફનાવવાની જગ્યામાં ચુસ્તપણે દબાવવામાં આવતા હતા જેથી કરીને પ્લેગના જંતુઓ ત્યાંનાં ત્યાં મરી જાય.  

વધુ વાંચો : રાણીની લાશ પર રાજાની બોડી, 32 બલિ સાથે સોનાનો ઢગલો, 1200 વર્ષની કબરમાં હેરાનભરી દફનવિધિ

મકાન બાંધવા ખેતરમાં ખોદકામ વખતે મળ્યાં હાડપિંજરો
ન્યુરેમ્બર્ગમાં ઘર બાંધવા માટે ખેતરમાં ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે આ સામૂહિક કબર મળી આવી હતી. નિષ્ણાંતોએ કહ્યું કે કુલ હાડપિંજરોની સંખ્યા 2000ની આસપાસ હોઈ શકે છે. હાલમાં તો 1500 મળ્યાં છે પરંતુ જેમ જેમ ખોદકામ આગળ ચાલી રહ્યું છે તેમ તેમ વધારે હાડપિંજરો મળતાં જાય છે. 

ચાંચડ નામના જીવડાંથી ફેલાયો હતો પ્લેગ
યુરોપમાં 1300થી 1900ના દાયકા દરમિયાન ત્રણ વાર પ્લેગનો રોગચાળો ફેલાયો હતો અને લાખો લોકો માર્યાં ગયા હતા. ચાંચડ નામના નાના જીવડાંના ડંખથી આ રોગ ફેલાયો હતો અને પછી તેણે મોતનું ભયાનક તાંડવ ખેલ્યું હતું. યુરોપમાં બ્લેક ડેથ તરીકે ઓળખાતી પ્રથમ લહેર 1347થી 1351માં આવી હતી જ્યારે 1500ની સાલમાં બીજી અને છેલ્લે 1800ની સાલમાં ત્રીજી વાર પ્લેગ ફેલાયો હતો. 

કબરમાંથી મળી ચિઠ્ઠી 
વૈજ્ઞાનિકોએ ખોદકામમાં 1634ની એક ચિઠ્ઠી પણ મળી આવી છે જેમાં સ્થળ પર પ્લેગ ફાટી નીકળવાની વિગતો આપવામાં આવી હતી જેમાં 1632 થી 1633 ની વચ્ચે 15,000 થી વધુ લોકો માર્યા ગયા હતા. આને કારણે તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે આ મૃતદેહો 1632-1633ના પ્લેગ રોગચાળાથી સંભવિત છે. નવા રિટાયરમેન્ટ હોમ પર કામ કરી રહેલા ડબ્લ્યુબીજી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર રાલ્ફ શેકીરાએ જણાવ્યું હતું કે તેમને આવી મહત્વપૂર્ણ શોધની અપેક્ષા નથી. તેમણે કહ્યું કે અમારુ હવે પછીનું કામ બધા હાડપિંજરને દૂર કરવાનું અને પ્લેગ બેક્ટેરિયમ યેર્સિનિયા પેસ્ટિસના નિશાન માટે હાડકાંનો અભ્યાસ કરવાનું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ