બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / Archaeologists in Panama find ancient lord's tomb filled with gold treasure and sacrificial victims
Hiralal
Last Updated: 06:36 PM, 10 March 2024
આખી 'પૃથ્વી કબ્રસ્તાન' એમ કહીએ તો ખોટું નથી. દુનિયામાં ઠેક ઠેકાણે ખોદકામમાં હજારો વર્ષ જુના નગરો કે માનવ અવશેષો મળી આવે છે જે પાકી સાબિત છે કે કોઈને કોઈ કાળે પૃથ્વીનો દરેક ખુણો સ્મશાન રહી ચૂક્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પનામાની 1200 વર્ષ જુની કબરમાંથી મળી હેરાનીભરી ચીજો
સેન્ટ્રલ અમેરિકી દેશ પનામામાં હજારો વર્ષની જુની રાજાની કબર મળી છે. પનામા સિટીથી 110 માઈલ દૂર આવેલા અલ કેનો આર્કિયોલોજિકલ પાર્કમાં ખોદાકામ દરમિયાન પુરાતત્વવિદોએ 1200 વર્ષ જુની એક મોટી કબર ખોદી કાઢી હતી. પુરાતત્વવિદો જેમ જેમ કબરની માટી હટાવતાં ગયાં તેમ તેમ તેમની નવાઈનો પાર ન રહ્યો, કબરમાં એકથી એક ચઢિયાતી વસ્તુઓ દફનાવાઈ હતી.
1200 વર્ષ જુની રાજાની કબરમાં શું શું મળ્યું
1200 વર્ષ જુની કબરમાંથી કોકલ સંસ્કૃતિના ઉચ્ચ દરજ્જાના માણસ (સંભવત લોર્ડ)ની લાશ મળી હતી પરંતુ ચોંકાવનારી વાત એ છે કે રાજાની લાશની દફનવિધિ પણ જરા વિચિત્ર રીતે કરવામાં આવી હતી. રાજાની લાશને એક મહિલાની લાશ પર રાખવામાં આવી હતી. પુરાતત્વવિદોનું માનવું છે કે આ સંભોગની પોઝિશન હોઈ શકે છે. રાજા-રાણીની લાશ સાથે બલિ ચઢાવાયેલા 32 લોકોની પણ લાશો મળી છે એટલે કે 750ની સાલમાં રાજાનું મોત થયા બાદ રાણી સાથે તેમના 32 વફાદાર લોકોની પણ બલિ ચઢાવી દેવામાં આવી હશે અને તેમની રાજાની સાથે જ દફનાવાયેલા હશે. કબરમાંથી મળી આવેલી અન્ય વસ્તુઓમાં બ્રેસલેટ, માનવ આકારની કાનની બુટ્ટી, મગરના શબ, ઘંટી, કૂતરાના દાંતથી બનેલા સ્કર્ટ, હાડકાની વાંસળી અને સિરામિક પદાર્થોનો સમાવેશ થાય છે.
16 વર્ષના ખોદકામ બાદ હાથ લાગી 750 ઈસુના સમયની કબર
અલ કેનોમાં 2008થી ખોદકામ ચાલી રહ્યું હતું અને 16 વર્ષના લાંબા ગાળા બાદ આ કબર હાથ લાગી છે. પુરાતત્વવિદોને શંકા હતી કે આ જગ્યાએ કંઈક મોટું હાથ લાગી શકે છે અને તેથી તેમણે વર્ષો સુધી ખોદાકામ ચાલું જ રાખ્યું હતું અંતે તેમને વાત સાચી પડી અને 750 ઈસુના સમયની કબર હાથ લાગી.
વિચિત્ર રીતે કેમ દફનાવાયાં
અલ કેનો આર્કિયોલોજિકલ પાર્કની 1200 વર્ષ જુની કબરમાં રાજા-રાણી અને 32 લોકોને જે રીતે દફનાવાયેલા છે તે પણ હેરાનીભર્યું છે. રાજાના મોત બાદ પરંતુ દફન પહેલા 32 વફાદારને મારી નાખવામાં આવ્યાં હતા અને સંભવત રાણીને પણ નહીં ત્યાર બાદ રાણીના શરીર પર રાજાને દફન કરવામાં આવ્યાં અને આજુબાજુમાં બલિ ચઢાવી દેવામાં આવેલા 32 લોકોને. એવું માનવામાં આવે છે કે મોત પછીના જીવનમાં 32 લોકો રાજા-રાણીની સેવા ચાકરી કરી શકે તે માટે તેમને મારીને દફનાવાયા હતા.
#WATCH | Gujarat: Remains of a 2800-year-old settlement found in PM Narendra Modi's village, Vadnagar. pic.twitter.com/Fefjt7Dn9Z
— ANI (@ANI) January 16, 2024
વધુ વાંચો : PM મોદીના વતનમાંથી 2800 વર્ષ જૂની એવી ચીજવસ્તુઓ હાથ લાગી કે જાણીને ચોંકી જશો, જુઓ Video
તે જમાનામાં પણ અંધશ્રદ્ધા અને પુનઃજન્મની માન્યતાં
અંધશ્રદ્ધા અને પુનઃજન્મ નવા નથી તે હજારો વર્ષ જુના છે તેમ કહીએ તો ચાલે કારણ કે આજથી હજારો વર્ષ અથવા તો જે સમયે પનામાની 1200 વર્ષ જુની કબર મળી છે જમાનમાં પણ અંધશ્રદ્ધા અને પુનઃજન્મનું ચલણ તો હતું જ કારણે તે વખતે પણ મરણ બાદ પુનઃજન્મની થિયરી ચાલતી અને રાજા-રાણીના અવસાન બાદ બલિ ચઢાવાતી જેનો હેતુ નવા જીવનમાં તેમને મદદ કરવાનો જ હતો. ઈજિપ્તના ફેરો રાજાના શાસનમાં પણ આ વાત કોમન હતી.
ગુજરાતમાંથી બે ઠેકાણેથી મળ્યાં જુના નગરો
આ પહેલા 17 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન આશરે 2800 વર્ષ જૂની વસાહતના પુરાવા મળ્યા છે. ગુજરાતના વડનગરમાં IIT ખડગપુરના નેતૃત્વમાં આ ખોદકામ ચાલી રહ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં મળેલા 2800 વર્ષ જૂના વસાહતના અવશેષો અંગે આઈઆઈટી ખડગપુરના જીઓલોજી અને જિયોફિઝિક્સના પ્રોફેસર ડૉ.અનિંદ્ય સરકારે કહ્યું કે અમે છેલ્લા ચાર-પાંચ વર્ષથી અહીં ASI સાથે કામ કરી રહ્યા છીએ. 0 મીટરની ઊંડાઈ સુધી ખોદકામ કરવામાં આવ્યું છે. અહીં એક ખૂબ જ જૂનો બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે. તેમણે કહ્યું કે વડનગરનો ઈતિહાસ ઘણો જૂનો છે. અહીં ખોદકામ દરમિયાન સાત સાંસ્કૃતિક સ્તરો બહાર આવ્યા છે.
25 ફેબ્રુઆરીએ કચ્છના લોદ્રાણીમાંથી મળ્યું હતું 4500 વર્ષ જુનું નગર
17 જાન્યુઆરીના રોજ વડનગરમાં 2800 વર્ષ જુનું નગર મળ્યું હતું જેના એક મહિના બાદ ફેબ્રુઆરીમાં ધોળાવીરાની નજીક બીજું નગર મળ્યું છે. ધોળાવીરાથી 51 કિમી દૂર લોદ્રાણી ગામમાં 4500 વર્ષ જુનું નગર મળ્યું છે. હકીકતમાં સોનાની આશાએ લોદ્રાણીના લોકો છેલ્લાં 5 વર્ષથી ગામમાં જ્યાં ત્યાં ખોદતાં હતા અને આ ખોદાકામ દરમિયાન તેમને પ્રાચીન નગરના અવશેષો મળી આવ્યાં હતા. માહિતી મળતાં ASIના પૂર્વ પૂર્વ એડીજી અને પુરાતત્વવિદ્ અજય યાદવ અને ઓક્સફર્ડની સ્કૂલ ઓફ આર્કિયોલોજીના પ્રોફેસર ડેમિયન રોબિન્સન લોદ્રાણી ગામમાં પહોંચ્યાં હતા અને સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.