બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Ghulam Nabi Azad praised PM Narendra Modi says he is a true statesman

રાજનીતિ / 'PM મોદીએ કદી બદલાની ભાવનાથી નથી કર્યું કામ, મહાન રાજનેતા છે', કોંગ્રેસના 'આઝાદે' ફરી કર્યાં વખાણ

Vaidehi

Last Updated: 05:47 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુલામ નબી આઝાદે કહ્યું કે વિપક્ષનાં નેતા તરીકે મેં CAA, હિજાબ વિવાદ અને આર્ટિકલ 370 જેવા મામલાઓ પર તેમના પર અનેક પ્રહારો કર્યાં હતાં પરંતુ PMએ ક્યારેય વેરભારથી કામ નથી કર્યું.

  • ગુલામ નબી આઝાદે PM મોદીનાં કર્યાં વખાણ
  • કહ્યું, એક રાજનેતા જેવો વ્યવહાર છે
  • કોંગ્રેસનાં નેતાઓ અંગે પણ કરી કેટલીક વાત

કોંગ્રેસથી અલગ થઈને નવી પાર્ટી બનાવનારા ગુલામ નબી આઝાદે ફરી એકવાર PM નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યાં છે. 50 વર્ષથી વધારે સમય સુધી કોંગ્રેસ સાથે સંકળાયેલા ગુલામ નબી આઝાદે કહ્યું કે નરેન્દ્ર મોદીનો વ્યવહાર એક મહાન રાજનેતા જેવો છે. તેમણે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે હું મોદીને ક્રેડિટ આપવા ઈચ્છીશ. મેં તેમની સાથે જે પણ કર્યું છે તેઓ સદ્ભાવપૂર્ણ રહ્યાં છે. 

PM નરેન્દ્ર મોદીનાં કર્યાં વખાણ
વિપક્ષનાં નેતા તરીકે મેં CAA, હિજાબ વિવાદ અને આર્ટિકલ 370 જેવા અનેક મુદાઓ પર મેં તેમના પર ખુબ પ્રહારો કર્યાં હતાં પરંતુ PM મોદીએ ક્યારેય પણ બદલાની ભાવનાથી કામ નથી કર્યું. તેમણે હંમેશા એક રાજનેતા જેવો વ્યવહાર કર્યો છે. 

કોંગેસનાં નેતાઓ અંગે કરી આ વાત
ગુલામ નબી આઝાદે કોંગ્રેસનાં અસંતુષ્ટ જી-23 નેતાઓએ ભાજપનું માસ્ક પહેર્યું હોવાનાં આરોપો પર પણ વાત કરી. તેમણે કહ્યું કે જો જી-23 ભાજપનાં પ્રવક્તા તરીકે કામ કરે છે તો શું કોંગ્રેસ તેમને સાંસદ બનાવત? તેમને સાંસદ, મહાસચિવ અને અન્ય પદો પર શા માટે રાખવામાં આવે છે? હું એવો એકલો માણસ છું જેણે અલગ થઈ પાર્ટી બનાવી લીધી છે. અન્ય લોકો તો આજે પણ ત્યાં જ છે. આ પ્રકારનાં આરોપો દુર્ભાવનાથી ભરાયેલા છે. ગુલામ નબી આઝાદે પોતે ભાજપનાં નજીકી હોવાનાં આરોપોને પણ નકાર્યાં છે.

ગુલામ નબી આઝાદ કોંગ્રેસથી થયાં આઝાદ
ગુલામ નબી આઝાદે ગતવર્ષે જ કોંગ્રેસથી સંબંધો તોડ્યાં હતાં અને જમ્મૂ-કાશ્મીરમાં પોતાની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીનું ગઠન કરી લીધું હતું. તેમણે પાર્ટી છોડ્યા દરમિયાન કોંગ્રેસની દુર્ગતિ માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યું હતું. આઝાદે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ 2013માં જે અધ્યાદેશ ફાડ્યું હતું તેનાથી તેમની ઈમેજ ખરાબ થઈ છે. કોંગ્રેસમાં ચાપલૂસોને મહત્વ આપવા અને જૂનાં લોકોને કિનારે કરવાનાં આરોપો પણ ગુલામ નબી આઝાદે લગાવ્યાં હતાં. તેમણે સોનિયા ગાંધીનાં નામ પર લખેલા પોતાના રાજીનામા પત્ર પર આ તમામ આરોપો લખ્યાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ