બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / get rid of cockroach home remedies

ઉપાય / ઘરમાં વંદાઓએ નાખ્યો છે ડેરો? આ 5 ઘરેલુ નુસખાઓથી ભાગમભાગ થઈ જશે તદ્દન બંધ

Arohi

Last Updated: 12:55 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Get Rid Of Cockroach: ઘરને સાફ રાખવું ખૂબ જ જરૂરી છે. ઘરમાં આવતા લોકોને સ્વચ્છ ઘર પસંદ પણ આવે છે. ગંદા ઘરમાં ઘણા પ્રકારના કીડા ફરવા લાગે છે. ઘણા ઘરોમાં વંદાઓનો ખૂબ જ ત્રાસ હોય છે. તેનાથી છુટકારો મેળવવા આ ઘરગથ્થુ ઉપાય કામમાં આવશે.

બેકિંગ સોડા અને ખાંડ 
વંદાનો ઘરમાં આતંક વધી ગયો હોય તો તમને ઘણા પ્રકારની બીમારીઓ પણ ફેલાઈ શકે છે. એવામાં વંદાના આતંકને હંમેશા માટે ખતમ કરવા માટે બેકિંગ સોડા અને ખાંડને મિક્સ કરીને ઘરના ખૂણાઓમાં નાખો તેનાથી તમને વંદાથી છુટકારો મળશે. 

લીમડો 
લીમડો ઘણી વસ્તુઓથી છુટકારો મેળવવામાં તમારી મદદ કરે છે. કીડા-મકોડા મારવા માટે દેશી દવાની રીતે લીમડો ખૂબ જ કામ આવે છે. તમે લીમડાને વાટીને તેનું એક મિક્સર તૈયાર કરો અને તેને એક સ્પ્રેની બોટલમાં ભરી સ્પેને વંદા દેખાતા હોય તે જગ્યા પર છંટકાવ કરો. 

તમાલપત્ર 
તમાલપત્ર પણ વંદાથી છુટકારો મેળવવા માટે ખૂબ કામ આવે છે. તમાલપત્રને વાટીને તેને ખૂણાઓમાં નાખી દો તેનાથી વંદા બધા બહાર આવી જશે અને તમને તેનાથી સરળતાથી છુટકારો મળશે. 

કાળા મરી 
જો તમે પોતાના ઘરમાં વંદાથી છુટકારો મેળવવા માંગો છો તો તમને કાળા મળી, ડુંગળી અને લસણની પેસ્ટને સારી રીતે વાટી લેવી. તેની સ્મેલથી વંદા દૂર ભાગે છે. તેના પેસ્ટમાં થોડુ પાણી મિક્સ કરો. તેના બાદ વંદા આવતા હોય તેવી જગ્યા પર તેને નાખો. આમ કરવાથી સરળતાથી તેનાથી છુટકારો મળી જશે. 

વધુ વાંચો: ખરાબ કોલેસ્ટ્રોલ શરીરમાં વધતાં જ સ્કીન પર જોવા મળશે 5 લક્ષણ, જાણી લેજો નહીંતર જીવ પર આવશે

કેરોસીન ઓયલ 
કેરોસીન ઓયલની મદદથી પણ તમે વંદાને સરળતાથી ભગાવી શકો છો. જ્યારે પણ તમને ઘરમાં વંદા દેખાય તો તમે તેના ઉપર કેરોસીનનો છંટકાવ કરી દો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Cockroach Home Remedies lifestyle વંદા Home Remedies
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ