ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રેલવે ટ્રેન રદ કરે તો ઈ-ટિકિટનું સંપૂર્ણ રિફંડ કઇ રીતે મળે ? જાણો નિયમો
7 ફોટો ગેલેરી
Last Updated: 01:58 PM, 10 October 2026
1/7
દિલ્હીમાં ચૂંટણી કમિશનરના રાજીનામાને લઈને થયેલા વિરોધ પ્રદર્શનને કારણે અનેક ટ્રેનો રદ થઈ છે. મુસાફરોમાં સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે ટિકિટના પૈસા પાછા કેવી રીતે મળશે? જેમાં સારી વાત એ છે કે રેલવે તરફથી ટ્રેન રદ કરવામાં આવે તો મુસાફરને પૂરું ભાડું પાછું મળે છે. પણ રિફંડનો તરીકો એ વાત પર આધાર રાખે છે કે ટિકિટ ઓનલાઈન બુક કરી હતી કે રેલવે કાઉન્ટર પરથી ખરીદી હતી.
2/7
જો તમે IRCTC વેબસાઈટ કે એપથી ઈ-ટિકિટ બુક કરી હોય અને રેલવેએ ટ્રેન રદ કરી હોય તો તમારે અલગથી ટિકિટ કેન્સલ કરવાની કે રિફંડ માટે અરજી કરવાની જરૂર નથી. જેમાં રેલવેના નિયમ મુજબ આવા કિસ્સામાં પૂરું ભાડું પાછું મળે છે અને કોઈ કેન્સલેશન ચાર્જ નથી લાગતો. રિફંડ ઓટોમેટિક પ્રોસેસ થાય છે અને પૈસા તે જ અકાઉન્ટમાં પાછા આવે છે જેમાંથી ટિકિટ બુક કરી હતી. સામાન્ય રીતે 3થી 7 કામકાજી દિવસ લાગી શકે છે.
ADVERTISEMENT
3/7
જો તમારી પાસે કન્ફર્મ કે RAC ઈ-ટિકિટ હોય અને રેલવેએ ટ્રેન રદ કરી હોય તો તમારી તરફથી ટિકિટ કેન્સલ ન કરો. TDR ભરવાની પણ જરૂર નથી. રિફંડની પ્રક્રિયા રેલવે તરફથી ઓટોમેટિક પૂરી થાય છે. આ નિયમ માત્ર રેલવે તરફથી ટ્રેન રદ થયા પર લાગુ પડે છે. જો ટ્રેન રદ ન થઈ હોય અને તમે પોતે કેન્સલ કરો તો રિફંડના નિયમ અલગ હોઈ શકે છે.
4/7
જો તમે રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ ખરીદી હોય તો રિફંડ માટે કમ્પ્યુટરાઈઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટર પર જવું પડશે. ત્યાં ટિકિટ અને રિફંડની પ્રક્રિયા પૂરી કરી શકાય છે. સ્ટેશન જતા પહેલાં ટ્રેનનું સ્ટેટસ ચોક્કસ ચેક કરી લો અને ટિકિટ સાચવીને રાખો.
ADVERTISEMENT
5/7
IRCTCથી બુક કરેલી ઈ-ટિકિટનું રિફંડ સ્ટેટસ જોવા માટે IRCTCની ઈ-ટિકિટિંગ વેબસાઈટ પર લૉગિન કરો → My Accountમાં જાઓ → My Transactions પર ક્લિક કરો → ટિકિટ કેન્સલેશનની માહિતી માટે Ticket Cancellation History અને રિફંડની સ્થિતિ માટે Ticket Refund History જુઓ.
6/7
ADVERTISEMENT
7/7
સફર પહેલાં તમારી ટ્રેનની સ્થિતિ ચોક્કસ તપાસો. આ માટે નેશનલ ટ્રેન ઈન્ક્વાયરી સિસ્ટમની વેબસાઈટ કે એપ વાપરી શકો છો. રેલવે હેલ્પલાઈન નંબર 139 પર પણ માહિતી લઈ શકાય છે. યાદ રાખો કે, રેલવેએ ટ્રેન રદ કરી હોય તો ઈ-ટિકિટનું રિફંડ સામાન્ય રીતે ઓટોમેટિક મળી જાય છે. જ્યારે કાઉન્ટરની ટિકિટ માટે PRS કાઉન્ટર પર જઈને પ્રક્રિયા પૂરી કરવી પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ