ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 8મા પગાર પંચને લઈ મોટી અપડેટ, તો શું સરકારી કર્મચારીઓને પગાર વધારા માટે હજુ રાહ જોવી પડશે ?
6 ફોટો ગેલેરી
Last Updated: 02:35 PM, 10 October 2026
1/6
કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને ઉત્સુકતા સતત વધી રહી છે. દરેકના મનમાં એક જ સવાલ છે કે તેમના પગાર અને પેન્શનમાં ક્યારથી અને કેટલો વધારો થશે? પરંતુ તાજેતરની માહિતી અનુસાર, કર્મચારીઓને આ નવો પગાર વધારો સીધો હાથમાં આવતા સુધીમાં વર્ષ 2027ના ઉત્તરાધાર્ધ કે તેથી પણ વધુ સમય રાહ જોવી પડી શકે છે.
2/6
8મા પગાર પંચની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી. કમિશનને પોતાની તમામ ભલામણો અને રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારને સોંપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તે મુજબ જો ગણતરી કરીએ તો પગાર પંચનો આખરી રિપોર્ટ મે કે જૂન 2027 સુધીમાં સામે આવી શકે છે. જોકે રિપોર્ટ રજૂ કરવાની અમુક અંતિમ તારીખ અંગે હજુ સુધી કોઈ ઓફીશીયલ માહિતી જાહેર કરવામાં આવી નથી.
ADVERTISEMENT
3/6
આયોગ દ્વારા કર્મચારીઓ અને પેન્શનરોના સંગઠનો સાથે ચર્ચાઓ શરૂ કરી દેવામાં આવી છે. ઓક્ટોબર 2026 દરમિયાન બેંગલુરુ અને મુંબઈ ખાતે આ સંદર્ભે મહત્વની બેઠકો યોજાઈ રહી છે. આ બેઠકોનો મુખ્ય હેતુ કર્મચારીઓની પડતર માગણીઓ અને મુશ્કેલીઓને સમજવાનો છે. જો આયોગને જરૂર જણાશે તો આખરી રિપોર્ટ પહેલાં તે સરકારને ઈન્ટરિમ સિફારિશો પણ મોકલી શકે છે.
4/6
ઘણા કર્મચારીઓને લાગે છે કે રિપોર્ટ આવતાની સાથે જ પગાર વધી જશે પરંતુ એવું નથી. રિપોર્ટ આવ્યા બાદ પણ ઘણી પ્રશાસનિક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. જેમાં કમિશન પોતાનો અહેવાલ સરકારને સોંપશે. સરકાર આ ભલામણોની ઝીણવટપૂર્વક સમીક્ષા કરશે અને સરકારી તિજોરી પર પડનારા આર્થિક બોજનું આકલન કરશે. મંજૂરી મળ્યા બાદ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. આ તમામ પ્રક્રિયાઓમાં નોંધપાત્ર સમય લાગી શકે છે
ADVERTISEMENT
5/6
નવા પગાર માળખામાં સૌથી મહત્વનો રોલ ફિટમેન્ટ ફેક્ટરનો હોય છે. જેના આધારે જૂના બેઝિક પેને નવા પે-સ્કેલમાં બદલવામાં આવે છે. 6ઠ્ઠા પગાર પંચમાં તે 1.86 અને 7મા પગાર પંચમાં 2.57 રાખવામાં આવ્યો હતો. આ વખતે કર્મચારી સંગઠનો દ્વારા ફિટમેન્ટ ફેક્ટરમાં મોટા વધારાની માંગણી કરવામાં આવી છે. જેમાં BPMS 4.0 ની માગણી અને JCM અને AIDEF 3.833 ની માગણી કરી રહ્યું છે. જોકે આ માત્ર કર્મચારી મંડળોની માગણીઓ છે અને આખરી નિર્ણય સરકાર અને આયોગનો રહેશે.
6/6
7મા પગાર પંચની મુદત 31 ડિસેમ્બર 2025ના રોજ પૂરી થઈ ગઈ છે. જો સરકાર નવું પગાર માળખું પાછલી તારીખ એટલે કે 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવાનો નિર્ણય લેશે તો કર્મચારીઓને Arrears તરીકે મોટો આર્થિક લાભ મળી શકે છે. પરંતુ આ અંગેની સ્પષ્ટતા પણ સરકારી આદેશ બાદ જ થઈ શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
11 ફોટોઝ
Navratri Rules 2026 / વાળ અને નખ કાપવાથી લઈને ખાણીપીણી સુધી, નવરાત્રીના 9 દિવસ કયા નિયમોનું પાલન કરવું?
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ