બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / વિશ્વ / Gaza ceasefire proposal passed in UN, 120 countries supported, India refused

Israel Hamas War / ગાઝામાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ UNમાં પસાર, 120 દેશોએ આપ્યું સમર્થન, ભારતે કર્યો ઇનકાર, જાણો કેમ

Priyakant

Last Updated: 10:52 AM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Hamas War Latest News: ભારત શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં જોર્ડન દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ ઠરાવ પર મતદાનથી દૂર રહ્યું

  • ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે વધુ એક મોટી અપડેટ
  • ભારત UNGAમાં જોર્ડન દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ ઠરાવ પર મતદાનથી દૂર રહ્યું
  • ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં માનવતાવાદી સહાય માટે તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરાઇ 
  • ભારત ડ્રાફ્ટ પર મતદાન કરવાથી દૂર રહ્યું કારણ કે, તેમાં આતંકવાદી જૂથ હમાસનો કોઈ ઉલ્લેખ નથી

Israel Hamas War : ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે વધુ એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ભારત શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં જોર્ડન દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ ઠરાવ પર મતદાનથી દૂર રહ્યું. જેમાં ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં માનવતાવાદી સહાય માટે તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી હતી. ભારત ડ્રાફ્ટ પર મતદાન કરવાથી દૂર રહ્યું કારણ કે, તેમાં આતંકવાદી જૂથ હમાસનો કોઈ ઉલ્લેખ નથી. આ ડ્રાફ્ટમાં ગાઝા પટ્ટીને અવિરત માનવતાવાદી સહાય માટે કહેવામાં આવ્યું છે. તેને બાંગ્લાદેશ, માલદીવ્સ, પાકિસ્તાન, રશિયા અને દક્ષિણ આફ્રિકા સહિત 40 થી વધુ દેશોનું સમર્થન મળ્યું હતું.

ભારત સિવાય જે દેશો વોટથી દૂર રહ્યા તેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, જાપાન, યુક્રેન અને યુકેનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, આ પ્રસ્તાવને ભારે બહુમતીથી અપનાવવામાં આવ્યો હતો. 120 દેશોએ તેની તરફેણમાં મતદાન કર્યું. 14 તેની વિરુદ્ધ હતા તો 45 દેશોએ મતદાન કર્યું ન હતું. 

બંધકો સાથે માનવીય વ્યવહાર થવો જોઈએ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં દરખાસ્તમાં સુધારા પણ કરવામાં આવ્યા હતા. તેમાં એક ફકરો દાખલ કરવા જણાવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું કે, સામાન્ય સભા 7 ઓક્ટોબર 2023 ના રોજ ઇઝરાયેલમાં થયેલા આતંકવાદી હુમલા અને હમાસ દ્વારા બંધક બનાવાની ઘટનાને સ્પષ્ટપણે નકારી કાઢે છે અને નિંદા કરે છે. બંધકો સાથે માનવીય વ્યવહાર થવો જોઈએ અને તેમની તાત્કાલિક અને બિનશરતી મુક્તિ સુનિશ્ચિત કરવી જોઈએ. ભારતે અન્ય 87 દેશો સાથે આ સુધારાની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે 55 સભ્ય દેશોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું અને 23 ગેરહાજર રહ્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ