બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / મનોરંજન / બોલિવૂડ / gautam adani compete mukesh ambani to buy disney plus hotstar

બિઝનેસ / હવે OTTમાં થશે અદાણી VS અંબાણી? JIOને ટક્કર આપવા આ પ્લેટફોર્મ ખરીદવાની તૈયારીમાં છે અદાણી, જાણો કેમ લાગી છે રેસ

Published By: Arohi

Last Updated: 03:07 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gautam Adani Buy Disney Plus Hotstar: ડિઝ્ની પ્લસ હોટસ્ટારને ખરીદવાની ખબર સામે આવી રહી છે. દિગ્ગજ બિઝનેસમેન ગૌતમ અદાણી અને કલાનિધિ મારન આ રેસમાં સૌથી આગળ છે. જેકો હજુ સુધી કોઈ ફાઈનલ ડિલ નથી થઈ. પરંતુ જો ડીલ ફાઈનલ થઈ જાય છે તો ભારતમાં વીડિયો સ્ટ્રીમિંગના મામલામાં જીયોસિનેમાને જોરદાર ટક્કર મળવાની સંભાવના છે.

  • OTTમાં થશે અદાણી VS અંબાણી? 
  • આ પ્લેટફોર્મ ખરીદી અદાણી આપી શકે છે JIOને ટક્કર 
  • ડિઝ્ની પ્લસ હોટસ્ટાર ખરીદી શકે છે ગૌતમ અદાણી 

વીડિયો સ્ટ્રીમિંગ એપના મામલામાં જીયોસિનેમાની જોરદાર એન્ટ્રી થઈ હતી. જેના કારણે ડિઝ્ની પ્લસ હોટસ્ટારની મુશ્કેલી વધતી જોવા મળી હતી. એવામાં કંપની હવે ઈન્ડિયન બિઝનેસ વેચવાનું વિચારી રહી છે. રિપોર્ટ અનુસાર ડિઝ્ની પ્લસ હોટસ્ટારને દિગ્ગજ વ્યાપારી ગૌતમ અદાણી ખરીદી શકે છે. 

એક રિપોર્ટ અનુસાર છેલ્લા થોડા દિવસોથી ડિઝ્ની પ્લસ હોટસ્ટારની ગૌતમ આદાણી સાથે વાતચીત ચાલી રહી છે. તેના ઉપરાંત સન ટીવી નેટવર્ક ઓનર કલાનિધિ મારન સાથે પણ વાતચીત ચાલી રહી છે. જણાવી દઈએ કે છેલ્લા લાંબા સમયથી ડિઝ્ની પ્લસ હોટસ્ટારના સબ્સક્રાઈબર લોસમાં રહ્યા છે. એવામાં કંપની ભારતથી નિકળવા માંગે છે. 

જીયો સિનેમાના કારણે ઘટ્યો બિઝનેસ? 
ડિઝ્ની પ્લસ હોટસ્ટાર સ્પોર્ટ્સ ઈવેન્ટની વીડિયો સ્ટ્રીમિંગ કરનાર મોટુ પ્લેટફોર્મ હતું. જેનાથી કંપનીને મોટો ફાયદો થઈ રહ્યો હતો. પરંતુ ગયા વર્ષે જીયોએ ફીફા વર્લ્ડ કપ અને ક્રિકેટ મેચોની ફ્રી સ્ટ્રીમિંગ કરીને ડિઝ્ની પ્લસ હોટસ્ટારનો બિઝનેસ ધટાડ્યો. 

જોકે એક વખત ફરી ડિઝ્ની પ્લસ હોટસ્ટારે એશિયા કપ અને ક્રિકેટ વર્લ્ડ કપના રાઈટ મેળવીને બિઝનેસ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કંપનીને ફ્રીમાં મોબાઈલ પર ક્રિકેટ મેચોનું લાઈવ પ્રસારણ કરવું પડી રહ્યું છે. 

જીયો સાથે થશે ટક્કર
જો ગૌતમ અદાણી કે કલાનિધિ મારન ડિઝ્ની પ્લસ હોટસ્ટારની ઓનરશિપ મેળવે છે તો તેનો મુકાબલો સીધો જીયોસિનેમા સાથે થશે. એવામાં મુકેશ અંબાણીની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. પરંતુ તેનાથી સામાન્ય યુઝર્સને ફાયદો થઈ શકે છે. કારણ કે બન્ને કંપનીઓની તરફથી સસ્તા સબ્સક્રિપ્શન આપવામાં કરવામાં આવી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gautam Adani Mukesh Ambani disney plus hotstar jio cinema ગૌતમ અદાણી મુકેશ અંબાણી Gautam Adani Buy Disney Plus Hotstar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ